Photos: ઉર્ફી જાવેદે ગાર્બેજ બેગમાંથી બનાવ્યો ડ્રેસ, કહી આ વાત

PC: livehindustan.com

ઉર્ફી જાવેદ ફરીથી તેના આઉટફીટને લઈને ચર્ચામાં છે. એક્ટ્રેસે આ વખતે ગાર્બેજ બેગમાંથી પોતાનો આઉટફીટ બનાવ્યો છે. ઉર્ફી જાવેદે આ કપડાંને સોશિયલ મીડિયા પર પહેરી પોતાનો વીડિયો પોસ્ટ કર્યો છે. ઉર્ફીનો આ આઉટફીટ ફેન્સને તેના બિગ બોસના દિવસોની યાદ અપાવી રહ્યો છે. ઉર્ફીએ આ વીડિયો શેર કરતા લખ્યું છે- હું સાચેમાં તેને કોઈ રેડ કાર્પેટ ઈવેન્ટમાં પહેરીને જઈ શકું છું. મજાક નથી કરી રહી. સાથે એ પણ કહી દઉં કે બિગ બોસમાં ડસ્ટબીન બેગમાંથી જે આઉટફીટ મેં બનાવ્યો હતો તે કોમલ પાંડેથી ઈન્સ્પાયર્ડ હતો. 

View this post on Instagram

A post shared by Uorfi (@urf7i)

જણાવી દઈએ કે ઉર્ફી જાવેદ રિયાલિટી શો બિગ બોસ OTTનો ભાગ રહી ચૂકી છે. આ રિયાલિટી શોમાં તેણે કચરાંની બેગમાંથી બનાવેલો આઉટફીટ પહેરીને દેખાડ્યો હતો. ઉર્ફી જાવેદ અત્યાર સુધીમાં શણની બોરીથી લઈને કોરલ સુધી તથા વીજળીના વાયરથી લઈને સુગર કેન્ડીમાંથી બનાવેલા કપડાં પહેરીને લોકોને અચંબામાં મૂકી દીધા છે. ઉર્ફી જાવેદે એક વાર સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને એ પણ કહ્યું હતું કે, તેને કપડાંથી એલર્જી થઈ જાય છે.

ઉર્ફી જાવેદ હાલમાં રિયાલિટી શો સ્પિલટ્સ વિલામાં જોવા મળી રહી છે. એક્ટ્રેસને સોશિયલ મીડિયા પર તેના અતરંગી આઉટફીટના કારણે ટ્રોલ કરવામાં આવે છે. પરંતુ તેનાથી ઉર્ફીને કોઈ ફરક પડતો નથી. તે બિન્દાસ પોતાની ફેશન સેન્સને લોકો સમક્ષ એક અલગ જ અંદાજમાં રજૂ કરતી રહે છે. તે પોતાના બોલ્ડ અને બિન્દાસ લૂકથી લોકોમાં ચર્ચાનો વિષય બનેલી રહે છે.

થોડા દિવસો પહેલા જ તેણે એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેણે માત્ર તેના વાળની ચોટલીની મદદથી પોતાના ઉપરના ભાગને ઢાંકેલો છે અને શરીર પર એકમાત્ર કપડું પહેરેલું જોવા મળે છે. તે આવા અજીબો ગરીબ કપડાં પહેરીને લોકોનું ધ્યાન પોતાની તરફ કેન્દ્રિત કરતી રહે છે અને આમાં તે ઘણે અંશે સફળ પણ થઈ છે. બોલિવુડના ઘણા મોટા ફેશન ડિઝાઈનરોએ પણ ઉર્ફીના વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલા કપડાં અને ફેશન સેન્સના વખાણ કર્યા છે. આ સિવાય તેણે પોતાને રેપ અને મર્ડરની ધમકીઓ મળતી હોવાથી સિક્યોરિટીની પણ માંગણી કરી છે.

ઉર્ફી પોતાની આ ફેશનના ચક્કરમાં ઘણી વખત એલર્જીનો શિકાર બની ચૂકી છે. તે હાલમાં ફરીથી આવી કોઈ એલર્જીનો શિકાર બનેલી જોવા મળી છે. તેણે ઈન્સ્ટા સ્ટોરીમાં પોતાનો ફોટો શેર કરી જણાવ્યું છે કે તેને એલર્જી થઈ છે જેના કારણે તેનો ચહેરો લાલ અને સુજેલો દેખાય છે. લોકો તેની આ સ્ટોરી પર ઘણા મિક્સ રિએક્શન આપી રહ્યા છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp