‘મુંબઇના રસ્તાઓ પર અશ્લીલતા ફેલાવી રહી છે ઉર્ફી’, ભાજપના ચિત્રા વાઘ એક્શનમાં

PC: opindia.com

સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર એક્ટરેસ ઉર્ફી જાવેદ એક ફરી વાર વિવાદોમાં ઘેરાતી નજરે પડી રહી છે. ભાજપના નેતા ચિત્રા વાઘે ઉર્ફી જાવેદ વિરૂદ્ધ એક્શન લેવાની માગ કરી છે. ભાજપના નેતાનું કહેવું છે કે, ઉર્ફી જાવેદ મુંબઇની સડકો પર અશ્લીલતા ફેલાવી રહી છે. ઉર્ફીની હરકતોથી પરેશાન થઇને ચિત્રા વાઘે મુંબઇ પોલીસ કમિશ્રર સાથે મુલાકાત કરી છે.

ભાજપના નેતા ચિત્રા વાઘ, ઉર્ફી જાવેદને લઇને ઘણું સખત વલણ અપનાવી રહ્યા છે. ઉર્ફીને લઇને ચિત્રા વાઘનું કહેવું છે કે, આપણે દરેકે જોયું કે, ઉર્ફી મુંબઇની સડકો પર શું કરી રહી છે. મેં પોલીસ આયુક્ત સાથે મુલાકાત કરી છે અને તેમને આ મુદ્દા પર એક્શન લેવાની અપીલ પણ કરી છે. તઓ કહે છે કે, એક મહિલાએ મને ઉર્ફી જાવેદના વીડિયોની લિંક મોકલી હતી. જ્યારે મેં તે લિંક ખોલી, તો ખબર પડી કે આ મહિલા મુંબઇની સડકો પર અશ્લીલતાને પ્રોત્સાહન આપી રહી છે.

ભાજપના નેતાએ આગળ કહ્યું કે, ઉર્ફીના એક નહીં પણ આવા કેટલાક વીડિયોઝ છે. આ ધર્મનો મુદ્દો નથી. હું ઉર્ફીનો વિરોધ ધર્મના નામના કારણે નથી કરી રહી. હું ઉર્ફી જાવેદની ન્યૂડિટીનો વિરોધ કરી રહી છું. ચિત્રા વાઘે એ પણ કહ્યું કે, આના પર કોઇ પ્રકારનું રાજકારણ પણ નથી કરી રહી. ઉર્ફી જાવેદ જે કરી રહી છે. તે મહારાષ્ટ્રની સંસ્કૃતિ નથી. અભિવ્યક્તિની આઝાદીની આડમાં જે લોકો ઉર્ફીને સપોર્ટ કરી રહ્યા છે તેઓ પણ ખોટા છે.

ચિત્રા વાઘે કહ્યું કે, મહારાષ્ટ્ર રાજ્ય મહિલા આયોગનું કહેવું છે કે, તે આના પર સમય બરબાદ નથી કરવા માગતા. તેથી તેઓ ઉર્ફી જાવેદ પર કોઇ એક્શન ન લેશે. જ્યારે તેમણે એક મરાઠી વેબ સીરીઝના પોસ્ટર પર નોટિસ મોકલી હતી, તેમાં કહેવાયું હતું કે, પોસ્ટર સમાજમાં ધૂમ્રપાન અને અશ્લીલતાને પ્રોત્સાહન આપી રહ્યું છે. હવે મહિલા આયોગ ઉર્ફી જાવેદ પર સમય નથી બરબાદ કરવા માગતું. મહિલા આયોગનો આ વ્યવહાર ઠીક નથી. જોકે, ઉર્ફી જાવેદ એ પહેલા જ ક્લિયર કરી ચૂકી છે કે, તે કંઇ ખોટું નથી કરી રહી. તેથી તેને કોઇ પ્રકારનો ડર નથી લાગતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp