ફેશન નહીં પણ આ બીમારીના કારણે હંમેશાં અતરંગી કપડાં પહેરે છે ઉર્ફી જાવેદ

PC: ndtv.com

TV એક્ટ્રેસ ઉર્ફી જાવેદ તેની ફેશન અને ડ્રેસિંગ સેન્સને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. તે તેના અતરંગી કપડાને લઈને ફક્ત સોશિયલ મીડિયા પર જ ટ્રોલ નથી થઈ, પરંતુ વિવાદોમાં પણ આવી ચૂકી છે. ગત દિવસોમાં, તેના પર અતરંગી કપડાં પહેરવા પર અશ્લીલતા ફેલાવવાનો આરોપ લાગ્યો હતો, જેને લઈને ઉર્ફી જાવેદ સામે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. હવે તેણે પોતે જ જણાવ્યું છે કે, તે અતરંગી અને મોટાભાગે ખુલ્લા કપડાં કેમ પહેરે છે.

ખરેખર, ઉર્ફી જાવેદને તેના શરીર પર એક એલર્જી થઈ ગઈ છે. તેની જાણકારી તેણે પોતે સોશિયલ મીડિયા પર આપી છે. આ સાથે જ ઉર્ફી જાવેદે દાવો કર્યો છે કે, તેને આ એલર્જી વધુ પડતા કપડા પહેરવાથી થઈ છે. ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે. તે પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે ઘણીવાર ખાસ ફોટાઓ અને વીડિયો શેર કરતી રહે છે. ઉર્ફી જાવેદે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટોરી પર એક વીડિયો અને પોતાના કેટલાક ફોટાઓ શેર કર્યા છે.

આ ફોટાઓમાં તેના શરીર પર એલર્જીના નિશાન દેખાઈ રહ્યા છે. જ્યારે ઉર્ફી જાવેદ વીડિયોમાં કહે છે કે, 'તો હવે તમે લોકો જાણી ગયા હશો કે, હું કપડાં કેમ નથી પહેરતી. મારી આ ગંભીર સ્થિતિ છે, મારી બૉડી રિએક્ટ કરવાનું શરૂ કરવા લાગે છે દોસ્તો! આ સબૂત છે, તેથી જ હું આટલી કપડા વિનાની રહું છું. મારી બૉડીને કપડાથી એલર્જી છે. આ ત્યારે થાય છે જ્યારે હું પૂરી રીતે ઉનના કપડાં પહેરું છું. આ એક ગંભીર સમસ્યા છે દોસ્તો! સોશિયલ મીડિયા પર ઉર્ફી જાવેદની એલર્જીના ફોટાઓ વાયરલ થઈ રહ્યા છે.

ઉર્ફી જાવેદને તેના કપડાથી મળી ફેમ

ઉર્ફી જાવેદ ઘણી TV સિરિયલોમાં કામ કરી ચૂકી છે, જેમાં 'મેરી દુર્ગા', 'બેહદ' અને 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' જેવી સિરિયલ સામેલ છે. ઉર્ફી જાવેદને તેના ડ્રેસિંગ સેન્સને લઈને હેડલાઇન્સ 'બિગ બૉસ OTT'માં મળી. શોમાં તે થોડા સમય માટે રહી શકી હતી, પરંતુ જેટલા દિવસ તે રહી તેણે તેની અનોખી ફેશન સેન્સથી લોકોનું ધ્યાન ખેંચ્યું. તેના કપડાના કારણે ઉર્ફી જાવેદને ઘણી ટ્રોલીંગનો પણ સામનો કરવો પડ્યો હતો, પરંતુ ઉર્ફી ક્યારેય અટકી નહીં પરંતુ દિવસેને દિવસે પોતાના અતરંગી ડ્રેસિંગથી લોકોને આશ્ચર્યચકિત કર્યા. આજે ઘણી સેલિબ્રિટીઝ તેમના વખાણ પણ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp