ઉર્ફી જાવેદના કપડા જ બન્યા તેના માટે મુશ્કેલી? ભરબજારમાં પોલીસ ઉપાડી ગઈ
ઈન્ટરનેટ સેન્સેશન ઉર્ફી જાવેદ પોતાના અતરંગી કપડાં માટે જાણીતી છે અને આજે તે ફેશન જ તેના માટે મુશ્કેલી બની ગઈ છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં બે મહિલા પોલીસકર્મી તેની ધરપકડ કરતી નજરે પડી રહી છે. પોલીસ વીડિયોમાં તેના કપડાંઓ બાબતે બોલતી નજરે પડે છે અને તેનાથી ખબર પડે છે કે, તેને કપડાઓ માટે કસ્ટડીમાં લેવામાં આવી છે. જો કે, અત્યાર સુધી આ વીડિયોની સત્યતા સામે આવી નથી.
વીડિયોમાં ઉર્ફી રેડ કલરનું બ્રોકન હાર્ટવાળું ટોપ પહેરીને નજરે પડી રહી છે. તેની સાથે જ તેણે જીન્સ પહેર્યું છે. ઉર્ફી એક રેસ્ટોરાંમાં છે અને સામેથી પોલીસ તેને બહાર આવવા કહે છે. બે મહિલા પોલીસકર્મી કહે છે ‘આમ આવો.’ ઉર્ફી આવીને તેમને પૂછે છે શું થયું? ત્યારબાદ પોલીસ તેને ચાલીને ગાડીમાં બેસવા કહે છે અને ઉર્ફી કારણ પૂછે છે. પોલીસ કહે છે કે, ‘આટલા નાના નાના કપડાં પહેરીને સવારે સવારે કોણ ફરે છે?’ તેના પર ઉર્ફી કહે છે મારી મરજી. ત્યારબાદ ઉર્ફી તેમને પૂછે છે કે પોલીસને કોણે ઓર્ડર આપ્યો છે પોલીસ કહે છે કે જે પણ વાત થશે પોલીસ સ્ટેશન જઈને થશે. ત્યારબાદ ઉર્ફી સાથે સાથે મહિલા પોલીસકર્મી ગાડીમાં બેસી જાય છે.
સોશિયલ મીડિયા પર યુઝર્સ આ વીડિયોને ખોટો બતાવી રહ્યા છે. યુઝર્સનું કહેવું છે કે ઉર્ફીએ પ્લાન કરીને આ વીડિયો બનાવડાવ્યો છે. શિવુ નામના યુઝરે લખ્યું કે, તેમાં ઉર્ફી જ રાઇટર છે, ડિરેક્ટર, કાસ્ટિંગ ડિરેક્ટર, પ્રોડ્યુસર, ફેશન, ડિઝાઇનર, મેકઅપ આર્ટિસ્ટ અને એક્ટ્રેસ સાથે સાથે બધુ જ છે. માનવું પડશે ઉર્ફીને. DJ નામના યુઝરે લખ્યું કે, ‘પાક્કું આ સ્ક્રિપ્ટેડ છે. અન્ય યુઝરે લખ્યું કે, પોલીસની આજે આંખ ઉઘડી છે કે શું?’
મોટા ભાગના લોકો તેને પબ્લિકલી સ્ટંટ બતાવી રહ્યા છે કેમ કે થોડા દિવસ અગાઉ જ તે બાંદ્રા પોલીસ સ્ટેશન બહાર જોવા મળી હતી. ઉર્ફી પોતાના કપડાઓને લઈને હંમેશાં ચર્ચામાં રહે છે એટલે તેને ટ્રોલ પણ કરવામાં આવે છે. એટલું જ નહીં તેની વિરુદ્ધ ઘણી વખત FIR પણ નોંધાઈ ચૂકી છે. હાલમાં જ ઉર્ફીએ હેલોવીન પાર્ટી માટે ‘ભૂલ ભુલૈયા’ના છોટા પંડિતનો અવતાર લીધો હતો, જેમાં ઉર્ફીએ ભગવા રંગના કપડાં પહેર્યા હતા અને ચહેરા પર પણ આ રંગ લગાવ્યો હતો. ત્યારબાદ ઉર્ફીને જીવથી મારી નાખવાની ધમકીઓ મળી હતી. ઉર્ફીના મેલમાં બે લોકોએ ધમકી આપી હતી અને તેના સ્ક્રીનશૉટ સોશિયલ મીડિયા પર વાયરલ શેર કર્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp