ઉર્ફી જાવેદે જાવેદ અખ્તરને મળી, લખ્યું- આખરે હું મારા દાદાને મળી
બિગ બોસ OTT બાદથી જ ઉર્ફી જાવેદ સતત ચર્ચામાં બનેલી રહે છે. ઉર્ફી જાવેદને શરૂઆતી સમયમાં કેટલાક લોકો જાવેદ અખ્તરની પૌત્રી માનતા હતા અને કેટલીક વખત એક્ટ્રેસે તેના પર સફાઇ પણ આપી છે. એવામાં આખરે ઉર્ફીએ જાવેદ અખ્તર સાથે એક તસવીર પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે અને મઝેદાર અંદાજમાં પોતાની વાત કરી છે. ઉર્ફી જાવેદ અને જાવેદ અખ્તરની તસવીર ફેન્સ પસંદ કરી રહ્યા છે.
ઉર્ફી જાવેદે ઇન્સ્ટા સ્ટોરી પર જાવેદ અખ્ત સાથે એક તસવીર શેર કરી છે. આ તસવીરની સાથે કેપ્શનમાં તેણે લખ્યું છે કે, આખરે આજે હું મારા દાદાને મળી. તે લેજેન્ડ છે, સવારે સવારે કેટલાક લોકો તેમની સાથે સેલ્ફી લેવા માગતા હતા. પણ, તેણે કોઇને ના ન પાડી. પણ દરેક સાથે હસતા મોઢે વાત કરી. તે કમાલના છે, હું હૈરાની વાળા પ્રેમમાં છું. પોતાના કેપ્શનમાં ઉર્ફીએ દિલ, ગુલાબ અને હસતી ઇમોજીઝનો ઉપયોગ કર્યો છે.
ઉર્ફી જાવેદે પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર અમુક ક્લિપ શેર કરી છે. વીડિયોમાં ઉર્ફી જાવેદે બતાવ્યું કે, તેના આખા પગ પર નાના દાણા ઉભરી આવ્યા છે. ઉર્ફી જાવેદે વીડિયોમાં કહ્યું કે, તો એ થાત કે જ્યારે હું વુલનના કપડા પહેરું છું કે આખા કપડા પહેરુ છું. મારું શરીર કપડા પ્રતિ એલર્જિક છે. આ એક ગંભીર સમસ્યા છે. ઉર્ફી જાવેદે પોતાના પગ પર ઉભરેલા દાણા બતાવતા કહ્યું કે, તો હવે તમે લોકો સમજી ગયા હશો કે હું કપડા કેમ નથી પહેરતી, કારણ કે મારી આ હાલત થઇ જાય છે. મારું શરીર કપડાથી રિએક્ટ કરવા લાગે છે. તમે લોકોએ પૂરાવો જોઇ લીધો હશે. તો તેથી હું કપડા નથી પહેરતી.
ઉર્ફી જાવેદ વિવાદોમાં રહે છે. ક્યારેક તેના વિરૂદ્ધ ફરિયાદ નોંધાયેલી હોય છે તો ક્યારેક તેને રેપ અને મર્ડરની ધમકીઓ મળે છે, પણ ઉર્ફીને આ વાતનો કોઇ ફરક નથી પડતો. ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. ઉર્ફી જાવેદના ફોટોઝ અને વીડિયોઝ વાયરલ થયા કરે છે, જ્યાં તે ફેશન સાથે એક્સપેરિમેન્ટ કરતી રહે છે.
ઉર્ફી જાવેદ કેટલીક વખત ટોપલેસ પણ થઇ ચૂકી છે. ઉર્ફીના ફેશન સેન્સના પણ ખૂબ વખાણ થાય છે અને કેટલીક વખત ટ્રોલ પણ થાય છે. જોકે, ઉર્ફીનું કહેવું છે કે, તેને ટ્રોલિંગથી ફર્ક નથી પડતો અને તેની આદત પડી ગઇ છે. જ્યારે, ઉપ્સ મોમેન્ટ પર પણ ઉર્ફી બેબાકીથી કહી ચૂકી છે, તેની પાસે કંઇ અલગ નથી, તેની પાસે બધુ એવું જ છે જે બાકી દુનિયા પાસે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp