ઉર્ફીનો યંગ દેખાવાનો ફોર્મ્યૂલા, કહ્યું- રોજ સેક્સ કરો અને 7 ગણા યુવાન બની જાઓ

ઈન્ટરનેટ સેન્સેશન ઉર્ફી જાવેદ હંમેશાં કોઈક ને કોઈક કારણોસર ચર્ચામાં રહે છે. તે પોતાના અતરંગી ફેશન સેન્સ માટે તો જાણીતી છે જ, સાથે જ તે પોતાના બોલ્ડ નિવેદનોને લઈને પણ ચર્ચામાં રહે છે. એટલું જ નહીં, ઉર્ફી પોતાના આઉટફિટના કારણે હંમેશાં ટ્રોલર્સના નિશાના પર રહે છે, પરંતુ તે ટ્રોલર્સને જડબાતોડ જવાબ પણ આપી દે છે. તે પોતાના બોલ્ડ અને બિંદાસ અંદાજ માટે પણ જાણીતી છે. તેમજ, હવે ઉર્ફી જાવેદે શારીરિક સંબંધો એટલે કે સેક્સ પર પણ પોતાનો અભિપ્રાય રજૂ કર્યો છે અને તેના ફાયદા લોકોને જણાવ્યા છે. હાલમાં જ ઉર્ફી જાવેદે જણાવ્યું છે કે, માણસ પોતાની ઉંમરને સાત ગણી ઓછી કઈ રીતે કરી શકે છે.

ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર પોતાના અભિપ્રાય રજૂ કરવામાં જરા પણ ખચકાટ અનુભવતી નથી. તેનો આ બિંદાસ અંદાજ ફરી એકવાર ચર્ચામાં છે. હાલમાં જ ઉર્ફી જાવેદે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો ક્લિપ શેર કરી જેમા તે સેક્સને લઈને ખુલીને બોલતી દેખાઈ રહી છે. સાથે જ તેણે તેને લઈને લોકોને જ્ઞાન પણ આપ્યું છે.

એક મહિલાએ જ્યારે કહ્યું કે, સેક્સ કરવાથી મહિલાઓ ઉંમરલાયક દેખાવા માંડે છે તો ઉર્ફીએ તે વાતને ખોટી ગણાવતા એક સ્ક્રીનશોટ શેર કર્યો છે જેમા રેગ્યુલર સેક્સ કરવાના ફાયદા બતાવવામાં આવ્યા હતા. મહિલાની વાતનો જવાબ આપતા ઉર્ફીએ લખ્યું કે, આ મહિલા કહી રહી છે કે જો કોઈ મહિલા સેક્સ કરે તો તેની ઉંમર જલ્દી વધી જાય છે. તે વોટ્સએપ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ છે. જી હાં, તમે સાચા છો.

ઉર્ફી જાવેદે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ગૂગલ સર્ચ એન્જિનનો એક સ્ક્રીનશોટ શેર કર્યો જેમા સાઈકોલોજિસ્ટ્સના આ વિષય પર વિચારો દર્શાવવામાં આવ્યા છે.

આ સ્ક્રીનશોટ અનુસાર, સાઈકોલોજિસ્ટ્સ કહે છે, નિયમિતરીતે સેક્સ કરવાથી તમે પોતાની ઉંમર કરતા સાત ગણા નાના દેખાઈ શકો છો. સેક્સુઅલ ઈન્ટરકોર્સથી એન્ડોર્ફિન રીલિઝ થાય છે જે મૂડ સારું બનાવનારું કેમિકલ હોય છે જે સારી ઊંઘમાં પણ મદદ કરે છે અને સ્ટ્રેસમાં પણ તે રાહત અપાવે છે. સેક્સ કરવાથી બ્લ્ડ સર્કુલેશન વધે છે અને તેને કારણે તમારી સ્કિન યુવાન લાગે છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.