BJP નેતાએ ઉર્ફી સામે નોંધાવી પોલીસ ફરિયાદ, ગુસ્સે થઈ ઉર્ફી બોલી- જેલ જવા તૈયાર..

વર્ષ ભલે બદલાઇ ગયું છે, પરંતુ ઉર્ફી જાવેદની મુશ્કેલીઓ આજે પણ કાયમ છે. નવા વર્ષની શરૂઆત સાથે જ તેના નામની એક નવી ફરિયાદ પોલીસમાં નોંધાઇ ચૂકી છે. આ ફરિયાદ મહારાષ્ટ્રના ભારતીય જનતા પાર્ટી (BJP)ના મહિલા મોરચાના અધ્યક્ષ ચિત્રા વાઘે કરી છે. ઉર્ફી જાવેદ વિરુદ્ધ ફરિયાદ મુંબઇના માર્ગો પર ન્યૂડિટી ફેલાવવાને લઇને કરવામાં આવી છે. આ ફરિયાદ પર હવે એક્ટ્રેસનું રીએક્શન પણ આવી ગયું છે. આ આખા મામલાથી ઉર્ફી જાવેદ ખૂબ ગુસ્સામાં છે.

ઇન્સ્ટાગ્રામ પણ તેણે ઘણી બધી સ્ટોરી શેર કરી છે. તેની સાથે જ ચિત્રા વાઘને ઘણું બધુ સંભળાવી દીધું છે. તેણે લખ્યું કે, હું કોઇ ટ્રાયલ અને બીજી બકવાસમાં નહીં પડું. હું અત્યારે જેલમાં જવા તૈયાર છું, જો તમે પોતાની અને પોતાના પરિવારના સભ્યોની સંપત્તિનો ખુલાસો કરો છો. દુનિયાને બતાવો કે એક નેતા કેટલી કમાણી કરે છે અને ક્યાંથી કમાણી થાય છે. અને એ પણ કહી દઉં કે સમય-સમય પર પોતાની પાર્ટીના ઘણા પુરુષોના શોષણના આરોપ લાગ્યા છે, ત્યારે મેં ચિત્રા વાઘ તમને એ સ્ત્રીઓ માટે એમ કરતા જોયા નથી.

પોતાની વધુ એક સ્ટોરીમાં ઉર્ફી જાવેદે લખ્યું છે કે, વધુ એક નેતા તરફથી પોલીસ ફરિયાદ સાથે મેં નવા વર્ષની શરૂઆત કરી છે. અસલી કામ નથી આ નેતાઓ પાસે. શું આ નેતા લોકો અને વકીલ બેવકૂફ છે. સંવિધાનમાં એવી કોઇ કલમ નથી જે મને જેલ પહોંચાડી શકે. અશ્લીલતા અને ન્યૂડિટીની પરિભાષા દરેક વ્યક્તિના હિસાબે બદલાય છે. જો મારા શરીરના અંગ દેખાઇ રહ્યા નથી, તો તમે મને જેલ નહીં મોકલી શકો. તેણે આગળ લખ્યું કે, આ લોકો આ બધી મીડિયાની અટેન્શન માટે કરી રહ્યા છે.

ઉર્ફી જાવેદ આગળ લખે છે કે, મારી પાસે તમારા માટે સારો આઇડિયા છે ચિત્રા વાઘ. તમે મુંબઇમાં હ્યુમન ટ્રાફિકિંગ અને સેક્સ ટ્રાફિકિંગ રોકવા માટે કંઇ કેમ નથી કરતા. તે ગેરકાયદેસર ડાન્સ બાર બંધ કરાવો ને. ગેર કાયદેસર રૂપે થઇ રહેલી વૈશ્યાવૃતિ બાબતે કંઇક કરો, જે મુંબઇમાં દરેક જગ્યાએ છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.