
ઉર્ફી જાવેદના કપડાં એવા હોય છે કે, ચાહકોને તેને જોઈને ચક્કર આવી જાય છે. જ્યારે, કેટલીકવાર તો તે એવા કપડાં પહેરે છે કે જોનારાઓ તેમની આંખો પણ બંધ કરી દે છે. પરંતુ હવે ઉર્ફીના કપડાં તેના માટે પરેશાનીનું કારણ બની રહ્યા છે. હાલમાં જ ઉર્ફી જાવેદ વિરુદ્ધ ફતવો બહાર પાડવામાં આવ્યો છે. આ ફતવો સોશિયલ મીડિયા પ્રભાવક ફૈઝાન અંસારીએ બહાર પાડ્યો છે. આ ફતવામાં કહેવામાં આવ્યું છે કે, જ્યારે ઉર્ફી જાવેદનું અવસાન થશે ત્યારે તેને કબ્રસ્તાનમાં જગ્યા આપવામાં આવશે નહીં.
ફૈઝાન અન્સારીએ ઉર્ફી જાવેદને લઈને જુહુના કબ્રસ્તાનમાં અરજી દાખલ કરી છે. આ સાથે મીડિયા સાથેની વાતચીતમાં તેણે કહ્યું કે 'ઉર્ફી જાવેદ વિરુદ્ધ ફતવો બહાર પાડવામાં આવ્યો છે'. તેણે કહ્યું કે, 'જ્યારે પણ કોઈ કહે છે કે, મુસ્લિમ યુવતી નગ્ન થઈને ફરે છે ત્યારે તેને શરમ આવે છે. ઉર્ફીએ ઈસ્લામનું અપમાન કર્યું છે. જ્યારે ઉર્ફી મૃત્યુ પામશે, ત્યારે તેને કબ્રસ્તાનમાં સ્થાન આપવામાં આવશે નહીં.'
આ સાથે ફૈઝાન અંસારીએ કહ્યું, 'ઉર્ફી જાવેદ જે પ્રકારનાં કપડાં પહેરે છે તેનાથી આખી દુનિયામાં મુસ્લિમોની બદનામી થઇ રહી છે. જો તે કહે છે કે, તે ઇસ્લામમાં માનતી નથી, તો તેનું નામ બદલી લે, પરંતુ ધર્મની બાબતમાં પણ ઉર્ફીએ તમામ હદો વટાવી દીધી છે.'
ફૈઝાન અંસારીએ વધુમાં કહ્યું કે, 'ઉર્ફીએ ઈન્ટરવ્યુમાં ઘણી વખત કહ્યું છે કે તે ઈસ્લામ ધર્મમાં માનતી નથી. તમને જણાવી દઈએ કે, આ પહેલીવાર નથી કે જ્યારે ઉર્ફી વિરુદ્ધ ફતવો બહાર પાડવામાં આવ્યો હોય. આ પહેલા એક નેતાએ ઉર્ફીના કપડા અંગે મુંબઈ પોલીસને ફરિયાદ કરી હતી. ત્યાં સુધી કે, વહેલી તકે કાર્યવાહી કરવાની માંગ પણ કરી હતી. આ પછી ઉર્ફીએ પોતાની સુરક્ષા માટે અપીલ પણ કરી હતી.
ફૈઝાન અંસારીએ વધુમાં જણાવ્યું કે, તેણે દિલ્હીના મૌલાના અને મુંબઈના સિટી કાઝીને ફતવો બહાર પાડવાની ફરિયાદ પણ કરી છે.
અહીં તમને જણાવી દઈએ કે, આ પ્રકારનો આ પહેલો મામલો નથી, આ પહેલા પણ ઉર્ફી જાવેદ વિરુદ્ધ તેના બોલ્ડ અને રિવિલિંગ કપડાના કારણે તમામ પ્રકારની ફરિયાદો દાખલ કરવામાં આવી છે. જો કે, દરેક વખતે અભિનેત્રી તેમના વિશે મુક્ત મને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતી જોવા મળી છે. આવી સ્થિતિમાં, ફૈઝાન અન્સારીના આ નિવેદન પર ઉર્ફી જાવેદની પ્રતિક્રિયા શું છે તે જોવાનું રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp