
પોતાની અતરંગી ફેશનના કારણે હંમેશાં ચર્ચામાં રહેનારી ઉર્ફી જાવેદ પોતાના નિવેદનોને કારણે પણ સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે અને અવારનવાર ટ્રોલ્સના નિશાના પર આવી જાય છે. સોશિયલ મીડિયા પર ખરાબરીતે ટ્રોલ થવા છતા ઉર્ફી પોતાની સ્ટાઇલ નથી છોડતી અને કહે છે કે તેને ટ્રોલ્સથી કોઈ ફરક નથી પડતો. પરંતુ, હાલમાં જ ઉર્ફીએ ખુલાસો કર્યો છે કે, કઈ રીતે તેના પિતા તેને મારતા હતા અને કઈ રીતે ટ્રોલિંગ તેને હર્ટ કરે છે.
ઇન્ટરનેટ સેન્સેશન અને એક્સ બિગ બોસ ઓટીટી કન્ટેસ્ટન્ટ ઉર્ફી જાવેદ પોતાની આકર્ષક ફેશન ચોઈસ અને બોલ્ડ સ્ટેટમેન્ટના કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ એક પોડકાસ્ટમાં ઉર્ફીએ ખુલીને વાત કરી અને જણાવ્યું કે, કઈ રીતે તેના પિતા ખૂબ જ રૂઢિવાદી હતા અને તેને મારતા હતા. કઈ રીતે તેની મમ્મીએ નાની ઉંમરમાં લગ્ન કરી લીધા હતા અને અહીં સુધી પહોંચવુ તેના માટે સરળ નહોતું.
પોડકાસ્ટમાં ઉર્ફી જાવેદે ખુલાસો કર્યો કે, તે નાનપણમાં કેવી હતી. તેની સાથે ઘરમાં કેવુ વર્તન થતુ હતું. ઉર્ફીના પિતા તેને કઈ હદ સુધી ફિઝિકલી ટોર્ચર કરતા હતા. જોકે, આ પહેલીવાર નથી જ્યારે તેણે પોતાના પિતા અને નાનપણ વિશે વાત કરી હોય. ઉર્ફી જાવેદે કહ્યું, હું આત્મવિશ્વાસથી ભરપૂર બાળકી હતી અને મારી કોઈ ફ્રેન્ડ નહોતી. હું નાનપણમાં ખૂબ જ કન્ફ્યુઝ્ડ રહેતી હતી.
ઉર્ફીને જ્યારે પૂછવામાં આવ્યું કે, તે દર ત્રણ મહિનામાં એકવાર ઇફેક્ટ થઈ જાય છે, તો તેણે કહ્યું ટ્રોલિંગના કારણે છે. તે બોલી, કદાચ ટ્રોલ્સ જે કહે છે તે યોગ્ય છે- કદાચ હું એક મહિલા બનવા માટે યોગ્ય નથી, કદાચ હું સમાજ પર એક ધબ્બો છું, કદાચ હું યુવા પેઢી માટે ખરાબ એક્ઝામ્પલ છું. હું આ બધુ નથી છોડી શકતી અને જો હું છોડી પણ દઉં તો જે થયુ તે હંમેશાં ઇન્ટરનેટ પર રહેશે. ઉર્ફીએ આગળ કહ્યું- શું હું એટલી ખરાબ છું? કદાચ કોઈ મારો સ્વીકાર નહીં કરશે, કોઈ પરિવાર મારો સ્વીકાર નહીં કરશે. મને લાગે છે કે, કોઈપણ મારું ફ્રેન્ડ બનવા નહીં ઇચ્છશે.
ઉર્ફીએ ખુલાસો કર્યો કે, તેના પિતા ખૂબ જ રૂઢિવાદી હતા અને કઈ રીતે તેની મમ્મીએ ખૂબ જ નાની ઉંમરમાં પાંચ બાળકોનો ઉછેર કરવામાં મુશ્કેલીઓ વેઠવી પડી. પોતાના દર્દનાક બાળપણ વિશે જણાવતા તેણે કહ્યું કે, તેના પિતા તેને એટલી હદ સુધી માર મારતા હતા કે તે બેભાન થઈ જતી હતી. હું મારા પિતાની જરા પણ નજીક નહોતી.
જો માતા-પિતામાંથી કોઈ એકને ગુસ્સો આવે અને તે ગુસ્સો મારા પર ઉતારવામાં આવી રહ્યો હોય તો તે અલગ વાત છે. તમે મારીને સમજાવશો કોઈ બાળકને અને તે બેભાન થઈ જાય, તો તે બાળક શું સમજવાનું હતું. તમે સામો જવાબ તો આપી નથી શકવાના, તો એ ગુસ્સો વધે છે અને પછી એક પોઇન્ટ પર તમે કહો છો- બો થઈ ગયુ આ બધુ. જ્યારે કોઈ બાળક મોટું થઈ જાય છે અને તમે તેને મારો છો, તો તે તેના પર ઊંડી અસર છોડી જાય છે અને નકારાત્મક પ્રભાવ છોડી જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp