ઉર્વશી રૌતેલાએ ખરીદ્યો 190 કરોડ રૂપિયાનો બંગલો,બોલિવુડના આ દિગ્ગજની પડોશી બની
કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં પોતાના અનોખા ગાઉનને કારણે ચર્ચામાં આવેલી બોલિવુડ અભિનેત્રી ઉર્વશી અત્યારે જોરદાર ચર્ચામાં છે.મુંબઇમાં તેણે એક આલિશાન બંગલો ખરીદ્યો છે.
ટીમ ઇન્ડિયાના ક્રિક્રેટર રિષભ પંત સાથેના વિવાદો અને પોતાના વસ્ત્રોને કારણે ચર્ચામાં રહેતી બોલિવુડ અભિનેત્રી ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ વખતનું ચર્ચાનું કારણ એવું છે કે તેણે મુંબઇમાં 4 માળનો બંગલો 190 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે અને ઉર્વશીએ રહેવાનું પણ શરૂ કરી દીધું છે. હવે અભિનેત્રી બોલિવુડના દિગ્ગજની પડોશી બની છે. ઉર્વશીના આ આલિશાન બંગલામાં શાનદાર ગાર્ડન,સુશોભિત ઇન્ટીરીયર, જિમ, સ્વીમીંગ પુલ એવું ઘણું બધું છે.
બોલિવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા હંમેશા ચર્ચામાં રહે છે. ક્યારેક તે તેના ડ્રેસના કારણે તો ક્યારેક તેના અફેરના કારણે ચર્ચામાં રહે છે. ઉર્વશી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવાને કારણે સમાચારોમાં હતી. હવે ફરી એકવાર તેમની ચર્ચા ચારેબાજુ થઈ રહી છે. આ વખતે તેણે મુંબઈમાં ખરીદેલું મોંઘું ઘર ચર્ચાનો વિષય બન્યું છે. ઉર્વશી હવે બોલિવુડના દિવગંત ફિલ્મકાર યશ ચોપરાની પડોશી બની ચૂકી છે. યશ ચોપરાની બાજુમાં જ તેણે 190 કરોડ રૂપિયામાં 4 માળનો બંગલો ખરીદ્યો છે.
ઉર્વશી રૌતેલાનું આ ઘર ખુબ જ આલીશાન છે. ઘરની બહાર એક સુંદર ગાર્ડન છે.તેમાં પર્સનલ જિમ પણ છે. સુંદર ઈન્ટીરીયરવાળા આ બંગલામાં દરેક વસ્તુ હાજર છે. ઉર્વશીએ તેનું ઈન્ટીરીયર પોતાના હિસાબે કર્યું છે અને તેમાં આધુનિક આર્ટ જોવા મળે છે. ઉર્વશી ઘણા સમયથી મુંબઈમાં નવી જગ્યા શોધી રહી હતી. જો કે ઉર્વશીએ તેના બંગલા વિશે કોઇ માહિતી શેર કરી નથી.
ભલે ફિલ્મોને કારણે ઉર્વશીની ચર્ચામાં ન આવતી હોય, પરંતુ તે તેની લકઝરી લાઇફ સ્ટાઇલ, ફેશન અને અફેરને કારણે ચર્ચામાં રહેતી હોય છે.ઉર્વશી રૌતેલા તાજેતરમાં વેબ સીરિઝ ‘ઇન્સ્પેક્ટર અવિનાશ’માં જોવા મળી હતી. જાણવા મળેલી વિગત મુજબ ઉર્વશી ટુંક સમયમાં પરવીન બાબીની બાયોપિકમાં નજરે પડી શકે છે.
ઉર્વશી રૌતેલાનું નામ ક્રિકેટર ઋષભ પંત સાથે પણ જોડાયેલું છે. વાસ્તવમાં, ઉર્વશીએ ગયા વર્ષે એક ઈન્ટરવ્યુમાં મિસ્ટર RP નો ઉલ્લેખ કર્યો હતો જે તેને હોટલમાં મળવા આવ્યા હતા અને લોબીમાં રાહ જોઈ રહ્યા હતા. ત્યારથી રિષભ પંતને મિસ્ટર RP કહેવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp