વિકી કૌશલના ફિટનેસ પ્લાને ચાહકો સહિત અમિતાભ બચ્ચનને પણ આશ્ચર્યચકિત કરી દીધા

PC: bollywoodshaadis.com

પિઝા, બર્ગરનું નામ જ્યારે પણ કોઈના મોઢા પર આવે છે, તો તેના મોઢામાં પાણી આવી જાય છે. પરંતુ આ પ્રકારના જંક ફૂડ ખાવાથી જે વજન વધે છે, તે દુઃખની વાત છે. અભિનેતા વિકી કૌશલને પણ જંક ફૂડ ખાવાનું પસંદ છે. આમ તો છે તો એ પંજાબી, પરંતુ ટેસ્ટ તેનો થોડો ઇટાલિયન ખાવાનો છે. વિકી કૌશલ અને કિયારા અડવાણી, અમિતાભ બચ્ચનના ક્વિઝ શો 'KBC 14'મા જોવા મળવાના છે. હોટસીટ પર બેઠેલા બંને જ કલાકારો તેમના અંગત જીવન સાથે જોડાયેલા કેટલાક કિસ્સાઓ જણાવવાના છે.

મેકર્સ સોશિયલ મીડિયા પર દર્શકો માટે કેટલાક પ્રોમો શેર કરી રહ્યા છે, જેમાંથી એક પ્રોમોમાં વિકી એવું જણાવતા જોવા મળે છે કે, તે એક સમસ્યાથી ઘેરાયેલો છે. તે એ છે કે, પિઝા, બર્ગર ખાધા પછી પણ તેનું વજન વધતું નથી. અમિતાભ બચ્ચન અને કિયારા અડવાણી, વિકીની આ વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ જાય છે.

KBC 14ના ફિનાલે એપિસોડમાં અમિતાભ બચ્ચનની સામે વિકી કૌશલે તેના ડાયેટ પ્લાન અને વજન ઘટાડવાની ટિપ્સનો ખુલાસો કર્યો છે. વિકી કૌશલના ફિટનેસ પ્લાને ચાહકો સહિત અમિતાભ બચ્ચનને પણ આશ્ચર્યચકિત કરી દીધા. વિકી કૌશલે અમિતાભ બચ્ચનની સામે કહ્યું, સર પિઝા-બર્ગર ખાધા પછી પણ તેનું વજન વધતું નથી. વિકીના ડાયટનું સિક્રેટ જાણીને કિયારા અડવાણીનું મોં ખુલ્લુ જ રહી ગયું.

વિકી કૌશલ કેવી રીતે કરે છે ડાયટ મેન્ટેન?

વિકી કૌશલે KBCના સ્ટેજ પર જણાવ્યું કે, 'તેની એક સુંદર સમસ્યા છે જેમાં તેનું વજન વધતું જ નથી.' વિકીની વાત સાંભળ્યા પછી અમિતાભ બચ્ચન સહિત કિયારા અડવાણી ચકિત રહી ગયા. વિકી KBCના સ્ટેજ પર કહે છે કે, 'તે બર્ગર-પિઝા ખાઈને પણ વજન ઘટાડી શકે છે'. વિકીની આ વાત સાંભળ્યા પછી, અમિતાભ બચ્ચનની પાસે કોઈ જવાબ નથી રહી જતો અને તે ઓડિયન્સની તરફ જોવા લાગી જાય છે.

વિકી કૌશલને જ્યારે અમિતાભ બચ્ચને પૂછ્યું, 'વજન વધારવા માટે શું કરો છો.' આ અંગે વિકી કૌશલ કહે છે કે, 'તે ખૂબ જ બોરિંગ ફૂડ ખાય છે. જેમ કે બધુ ગ્રિલ્ડ ખાવાનું છે.' વિકીની આ વાતને સાંભળ્યા પછી અમિતાભ બચ્ચનનું માથું ફરવા લાગે છે.

જીમમાં જઈને વિકી વધારે છે વજન

વિકી કૌશલ KBCના મંચ પર કહે છે, 'લોકો જીમમાં જઈને વજન ઘટાડે છે, પરંતુ તેમણે જિમમાં વજન વધારવા માટે જવું પડે છે.' અમિતાભ બચ્ચન વિકીની વાતોને સાંભળ્યા પછી હસી પડે છે અને કહે છે કે, આ સમસ્યા પંજાબી ઘરો માટે ખૂબ સારી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp