‘જવાન’ સક્સેસ ઈવેન્ટમાં શર્ટ-પેન્ટ, ચપ્પલ પહેરી આવ્યા વિજય સેતુપતિ, વખાણ થયા

PC: timesnownews.com

‘જવાન’ની શાનદાર કમાણી વચ્ચે શુક્રવાર મેકર્સે સક્સેસ પ્રેસ મીટની એક ઇવેન્ટ રાખી હતી. જેમાં શાહરુખ ખાન, દીપિકા પાદુકોણ, એટલી, સુનિલ ગ્રોવર, રિદ્ધિ ડોગરા, વિજય સેતુપતિ, સાન્યા મલ્હોત્રા, લહર ખાનથી લઈને તમામ સ્ટાર નજરે પડ્યા. આ ઇવેન્ટમાં ફિલ્મના એડિટર રૂબેન, ડાયલોગ રાઇટર સુમિત અરોડાને પણ બોલાવવામાં આવ્યા હતા. ઇવેન્ટમાં ખૂબ ડાન્સ થયો, મસ્તી થઈ અને ‘જવાન’ના ઘણા કિસ્સા સાંભળવા મળ્યા. ઇવેન્ટમાં પૂરી સ્ટારકાસ્ટ ખૂબ ચમકતા કપડાં અને સૂટ-બૂટ પહેરીને પહોંચ્યા, પરંતુ વિજય સેતુપતિનો સિમ્પલ અને સાદગીવાળો અવતાર જોઈને ફેન્સ દીવાના થઈ ગયા.

એટલીની ફિલ્મ ‘જવાન’ના મુખ્ય વિલન વિજય સેતુપતિ આ ઇવેન્ટમાં સૌથી સિમ્પલ અંદાજમાં નજરે પડ્યા. જ્યાં દીપિકાએ સફેદ અને કાળી સાડી પહેરી હતી, તો કિંગ ખાને કાળા સૂટ-બૂટ પહેર્યા હતા. એટલી પણ ખૂબ જ સરસ કોટ-પેન્ટ પહેરીને નજરે પડ્યા હતા, પરંતુ સ્ટેજ પર બેઠા વિજય સેતુપતિએ એકદમ અલગ લુક કેરી કર્યો હતો. એકદમ સિમ્પલ. સોશિયલ મીડિયા પર ‘જવાન’ ઇવેન્ટથી કેટલી તસવીર સામે આવી છે. ફેન્સે નોટિસ કર્યું કે વિજય સેતુપતિએ ચપ્પલ પહેર્યા છે. તમામ લોકો વિજય સેતુપતિની સાદાઈ પર દિલ હારી બેઠા છે. બ્લૂ શર્ટ, ખાખી પેન્ટ પહેરીને વિજય સેતુપતિએ ચપ્પલ પહેર્યા હતા.

તસવીરો જોઈને ફેન્સ આ સુપરસ્ટારના ખૂબ વખાણ કરવા લાગ્યા. મીડિયા રિપોર્ટ્સ મુજબ એટલીની ફિલ્મ ‘જવાન’ માટે વિજય સેતુપતિએ 21 કરોડ રૂપિયાની ફીસ વસૂલી હતી. તો નયનતારાએ 10 કરોડ. ફિલ્મમાં શાહરુખ ખાનનો સામનો કરનાર વિજય સેતુપતિએ આર્મ્સ ડીલર કાલીનો રોલ પ્લે કર્યો હતો. નયનતારા, શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ ‘જવાન’એ 9 દિવસની અંદર 410 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. તો વર્લ્ડવાઈડ તેની કમાણી 700 કરોડ પાર જઈ ચૂકી છે.

પઠાણ અને જવાન બાદ રાજકુમાર હીરાની સાથે શાહરુખ ખાનની વધુ એક ફિલ્મ ‘ડંકી’ પણ આ વર્ષે ક્રિસમસ પર રીલીઝ થવાની છે. આ વાતની જાણકારી પોતે કિંગ ખાને ઇવેન્ટમાં આપી હતી. તેણે કહ્યું હતું કે, આ વર્ષે 26 જાન્યુઆરીના રોજ અમે પઠાણ લઈને આવ્યા, શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર જવાન રીલિઝ થઈ. હવે ક્રિસમસ પર ડંકી રીલિઝ થશે. એ સાંભળીને કિંગ ખાનના ફેન્સ ઝૂમી ઉઠ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp