રશિયન બોલાવીને સતીશ કૌશીકને બ્લ્યૂ પિલ્સ આપી દઇશું, વિકાસ માલૂની પત્નીનો આરોપ

PC: newsnationtv.com

એક્ટર અને ડાયરેક્ટર સતીશ કૌશિકની મોતના મામલામાં ષડયંત્રના આરોપોથી હડકંપ મચી ગયો છે. એક્ટરના મોતને લઈને એક મહિલાએ પોતાના કારોબારી પતિ વિકાસ માલૂની ભૂમિકા પર શંકા વ્યક્ત કરી છે. દિલ્હી પોલીસને આપવામાં આવેલી ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે કે, વિકાસ માલૂએ ઈન્વેસ્ટમેન્ટ માટે સતીશ કૌશિક પાસેથી 15 કરોડ રૂપિયા લીધા હતા. કોરોનાકાળમાં પૈસા ડૂબી ગયા, તો તેણે સતીશ કૌશિકને રસ્તામાંથી હટાવવાનું ષડયંત્ર રચ્યું. દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરાને મોકલવામાં આવેલી ફરિયાદમાં વિકાસ માલૂની બીજી પત્નીએ લખ્યું, વિકાસ માલૂ સાથે 13 માર્ચ, 2019ના રોજ મારા કાયદાકીયરીતે લગ્ન થયા હતા. વિકાસે જ મારો એક્ટર અને ડાયરેક્ટર સતીશ કૌશિક સાથે પરિચય કરાવ્યો હતો. તેઓ ભારત અને દુબઈમાં અમારા પરિવારના નિયમિત મહેમાન હતા.

મહિલાએ આગળ લખ્યું, 23 ઓગસ્ટ, 2022ના રોજ સતીશ કૌશિક અમારા દુબઈ સ્થિત ઘરે આવ્યા હતા. આ દરમિયાન તેણે વિકાસ પાસે પોતાના 15 કરોડ રૂપિયા પાછા માંગ્યા હતા. હું તે સમયે ડ્રોઇંગરૂમમાં હતી. ત્યાં સતીશ કૌશિક અન વિકાસ વચ્ચે પૈસાની લેવડ-દેવડને લઈને ઉગ્ર ચર્ચા થઈ. સતીશ કૌશિક કહી રહ્યા હતા કે, તેમને પૈસાની જરૂર છે. સતીશજીએ ક્યાંક ઈન્વેસ્ટમેન્ટ માટે વિકાસને ત્રણ વર્ષ પહેલા 15 કરોડ રૂપિયા આપ્યા હતા. પરંતુ, વિકાસે તે પૈસા ઈન્વેસ્ટ ના કર્યા અને પાછા આપી પણ રહ્યો ના હતો. તે પોતાના ફ્રેન્ડ સતીશને છેતરી રહ્યો હતો.

મારા પતિ વિકાસ માલૂએ સતીશ કૌશિકને વાયદો કર્યો કે તે તેમના 15 કરોડ ભારત આવીને જલ્દી પાછા આપી દેશે. એ જ રાત્રે જ્યારે પતિ વિકાસ મારા બેડરૂમમાં આવ્યો, તો મેં તેને પૂછ્યું, આ સતીશ કૌશિકજી કયા રૂપિયા માંગી રહ્યા હતા? જવાબમાં વિકાસે કહ્યું, તેણે 15 કરોડ આપ્યા હતા, જે કોરોનાકાળમાં ડૂબી ગયા. મેં પૂછ્યું કે હવે શું કરશો? તો વિકાસ બોલ્યો, કોઈક દિવસ રશિયન ગર્લ બોલાવીને, બ્લ્યૂ પિલ્સનો ઓવરડોઝ આપી દઈશું, તો એમ જ મરી જશે. આને કોણ રૂપિયા પાછા આપશે?

મહિલાએ જણાવ્યું, બીજા દિવસે એટલે કે 24 ઓગસ્ટ, 2022ના રોજ સતીશ કૌશિકે ફરી પોતાના 15 કરોડ માંગ્યા, તો વિકાસ માલૂ ભડકી ગયો. એક્ટરને કહ્યું કે, તને એકવાર કહી દીધુ છે કે નુકસાન થઈ ગયુ છે, અને તને ઈન્ડિયા જઈને તારા પૈસા પાછા આપી દઈશ અને વધુ અવાજ ના કર. તે 15 કરોડ કેશ આપ્યા છે. તું કોઈ કાયદાકીય કાર્યવાહી ના કરી શકે, શાંતિ રાખ. સતીશ કૌશિક આ સાંભળીને દંગ રહી ગયા પરંતુ, વિકાસને કહ્યું કે તે મને 15 કરોડની પ્રોમિસરી નોટ આપી છે. એ જ રાતે વિકાસ માલૂએ મને કહ્યું, સતીશ કૌશિકનું જલ્દી કંઈ કરવુ પડશે, નહીં તો તે ચૂપ નહીં થશે.

મહિલાએ આરોપ લગાવતા આગળ લખ્યું, વિકાસ માલૂની પાસે તમામ પ્રકારના ડ્રગ્સ, ગાંજા, કોફિન, હેરોઇન, બ્લ્યૂ પિલ્સ, પિંક પિલ્સ, એમડીએમએ, જીએસબી વગેરેનું મોટું કલેક્શન છે. તેનો તે પોતાના દિલ્હી સ્થિત ફાર્મ હાઉસ પર આયોજિત થનારી પાર્ટીઓમાં ઉપયોગ કરે છે. વિકાસ માલૂના પોલીસના મોટા અધિકારીઓ અને રાજનેતાઓ સાથે સારા સંબંધો છે. તે પોતાને બચાવવા માટે તેનો ઉપયોગ કરશે. વિકાસ અપરાધી માનસિકતા ધરાવે છે. તેના પર ઘણા કેસ દાખલ છે અને તેને જેલ પણ થઈ ચુકી છે. આથી, સતીશ કૌશિકના સંદિગ્ધ મૌત મામલામાં નિષ્પક્ષ તપાસ થવી જોઈએ.

મહિલાએ પોતાના આરોપોમાં દાવો કર્યો છે કે, વિકાસ માલૂના અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ સાથે સંબંધો છે અને તે એન્ટી નેશનલ ગતિવિધિઓમાં સામેલ છે. તેની પુષ્ટિ કરવા માટે વિકાસની પત્નીએ પોતાની ફરિયાદ અરજી સાથે એક ફોટો પણ પોલીસને મોકલ્યો છે. મહિલાનો દાવો છે કે, આ ફોટો વિકાસ માલૂ તરફથી દુબઈમાં આયોજિત એક પાર્ટીનો છે, જેમા એક્ટર સતીશ કૌશિક પણ છે અને દાઉદ ઈબ્રાહિમનો દીકરો અનસ પણ છે. ઉલ્લેખનીય છે કે, બીજી પત્ની પોતાના પતિ વિકાસ માલૂ પર રેપ કેસ દાખલ કરાવી ચુકી છે. હાલ, આરોપી વિકાસ માલૂ પોલીસ પકડથી બહાર છે. પોલીસનું કહેવુ છે કે, આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

વિકાસ માલુ કુબેર ગ્રુપના માલિક છે. તેમના પિતા મૂળચંદ માલુએ વર્ષ 1985માં કુબેર ખૈની સાથે આ ગ્રુપની શરૂઆત કરી હતી. 1993માં વિકાસ માલુ આ ગ્રુપના ડાયરેક્ટર બન્યા. કુબેર ગ્રુપનો બિઝનેસ 50 દેશોમાં ફેલાયેલો છે. કુબેર ગ્રુપ એ તમામ પ્રકારના પાન મસાલા, માઉથ ફ્રેશનર, સુગંધ (અગરબત્તીઓ અને ધૂપ), ખાદ્ય અને અખાદ્ય તેલ વગેરેના ઉત્પાદનના ક્ષેત્રે જાણીતું નામ છે. કુબેર ગ્રૂપના માલિક વિકાસ માલુ તેમના બિઝનેસ સિવાય બોલિવૂડ સ્ટાર્સમાં ખૂબ જ લોકપ્રિય છે. તેની પાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર ઘણા સ્ટાર્સ સાથેની તસવીરો અને વીડિયો છે.

વિકાસ માલુનું અંગત જીવન પણ ઘણું ગુંચવાડાભર્યું છે. તેની બીજી પત્નીએ આરોપ લગાવ્યો છે કે, બળાત્કાર બાદ વિકાસ માલુએ તેની સાથે બળજબરીથી લગ્ન કર્યા હતા. પત્નીએ તેના પતિ વિકાસ માલુ વિરુદ્ધ બળાત્કારની FIR નોંધાવી છે, જેની તપાસ ચાલી રહી છે. કેસ નોંધાયા બાદથી વિકાસ માલુ મોટાભાગે દુબઈમાં જ રહે છે. હોળીની પાર્ટી માટે દિલ્હી આવ્યો હતો. અહીં તમને જણાવી દઈએ કે, હોળીના દિવસે (8 માર્ચ) મુંબઈથી આવેલા અભિનેતા સતીશ કૌશિક દિલ્હીમાં વિકાસ માલુના ફાર્મહાઉસ પર બપોરે આયોજિત પાર્ટીમાં સામેલ થયા હતા. આ પાર્ટીમાં ગુટખા કિંગ વિકાસ માલુ સહિત ઘણા મોટા બિલ્ડરો પણ હાજર રહ્યા હતા. સતીશ અને વિકાસ વચ્ચે છેલ્લા 30 વર્ષથી ગાઢ મિત્રતા હતી. બંને મિત્રો એકબીજાના નાના-મોટા કાર્યક્રમોમાં ભાગ લેતા.

રિપોર્ટ અનુસાર, અભિનેતા સતીશ કૌશિક તેના મિત્ર વિકાસ માલુના ઘરે A-5 પુષ્પાંજલિમાં રોકાયો હતો. પાર્ટીની રાત્રે, અભિનેતાને છાતીમાં દુખાવો થયો અને તેને ફોર્ટિસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, પરંતુ સારવાર મળે તે પહેલાં તેનું મૃત્યુ થઈ ગયું. પોલીસનું કહેવું છે કે, અભિનેતાનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું હતું. સતીશ કૌશિકના મૃત્યુ બાદ વિકાસ માલુની પત્નીએ પોલીસને લખેલા પત્રથી સમગ્ર મામલામાં નવો વળાંક આવ્યો છે. કારણ કે મહિલાએ પતિ વિકાસ પર સતીશ કૌશિકને ખોટી દવા ખવડાવવા જેવા ગંભીર આરોપ લગાવ્યા છે. ફરિયાદ મુજબ વિકાસ અને સતીશ વચ્ચે ઉધાર લીધેલા 15 કરોડને લઈને ઝઘડો થયો હતો. આવી સ્થિતિમાં મહિલાએ શંકા વ્યક્ત કરી અને કહ્યું કે, વિકાસે સતીશ કૌશિકને ખોટી દવા ખવડાવી હશે, જેથી તેને પૈસા ચૂકવવા ન પડે. 

હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે, શું સતીશ કૌશિક તેના બાકી પૈસા લેવા આવ્યા હતા કે, માત્ર હોળી પાર્ટીમાં હાજરી આપવા આવ્યા હતા? હાલ પોલીસ હવે 15 કરોડની લોન, સતીશ કૌશિક અને વિકાસ માલુ વચ્ચેના ધંધાકીય સંબંધો અને પત્નીના આરોપો અંગે નવેસરથી તપાસ કરી રહી છે. વિકાસ માલુ મોટાભાગે દુબઈમાં રહે છે અને હોળી પાર્ટી માટે ખાસ દિલ્હી આવ્યો હતો. તેમના પર લાગેલા આરોપો અંગે વિકાસ માલુએ પોતાની સ્પષ્ટતામાં લખ્યું છે કે, 'સતીશ જી 30 વર્ષથી મારા પરિવારનો હિસ્સો હતા અને દુનિયા સમક્ષ મારું નામ ખોટી રીતે રજૂ કરવામાં એક મિનિટ પણ નથી લાગી. હું કહેવા માંગુ છું કે, મુશ્કેલી ક્યારેય કહીને નથી આવતી અને ન તો તેના પર કોઈનું નિયંત્રણ છે. હજુ સુધી હું આ આઘાતમાંથી બહાર આવ્યો નથી.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp