26th January selfie contest

ના, આ શાહરૂખ ખાન નથી, આ વ્યક્તિને જોઈને લોકો ફોટો પડાવવા દોડી જાય છે

PC: news18.com

શાહરૂખ ખાનના હમશકલનો હાલમાં જ એક વીડિયો વાયરલ થયો છે. આ હમશકલે 'પઠાણ' ફિલ્મની 'બેશર્મ રંગ' પર રીલ બનાવી અને તેમાં એકદમ શાહરૂખના જેવી સ્ટાઈલ અને લુકને ફ્લોન્ટ કર્યો છે. તેના ફોટા અને વીડિયો જોયા બાદ ફેન્સ તેના વિશે જાણવા માટે ઉત્સુક છે. એટલા માટે અમે તમને શાહરૂખના હમશકલ વિશે જણાવી રહ્યા છે.

શાહરૂખ ખાનની ફેન ફોલોઈંગ આખી દુનિયામાં છે. દરેક વ્યક્તિ તેની જેમ સ્ટાઇલિશ, હેન્ડસમ અને લોકપ્રિય બનવાની ઇચ્છા રાખે છે. પરંતુ શું થાય જ્યારે શાહરૂખ જેવો જ દેખાતો તેનો લુક આપણા બધાની સામે આવી જાય. સોશિયલ મીડિયા પર ઘણા ફોટાઓ અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં શાહરૂખનો હમશકલ 'પઠાણ'ના ગીત પર રીલ બનાવી રહ્યો છે અને ઈન્ટરનેટ પર છવાયેલો છે. અહીં અમે તમને શાહરૂખના હમશકલ વિશે જણાવી રહ્યા છે.

શાહરૂખ ખાનના આ હમશકલનું નામ ઈબ્રાહિમ કાદરી છે. ઈબ્રાહિમ શાહરૂખનો ઘણો મોટો ફેન છે. તે શાહરૂખની સ્ટાઈલ અને લુકને ઘણા સમય પહેલાથી કૉપી કરી રહ્યો છે.

ઈબ્રાહિમ કાદરીએ શાહરૂખના લુક અને સ્ટાઈલને એટલી કૉપી કરી છે, જો ખરેખર શાહરૂખ અને તેને એકસાથે જોવામાં આવે, તો તમે કન્ફ્યુજ થઈ જશો કે અસલી શાહરૂખ ખાન કોણ છે.

ઈબ્રાહીમ કાદરી ગુજરાતના બરોડાનો રહેવાસી છે. તે વીડિયો ક્રિએટર છે અને રીલ્સ બનાવે છે. તે શાહરૂખના ગીતો અને ડાયલોગ્સ પર વીડિયો બનાવે છે.

ઈબ્રાહિમ કાદરી આ પહેલા પણ ઘણી વખત હેડલાઈન્સમાં આવી ચુક્યો છે. પરંતુ હાલમાં તે 'પઠાણ'ના વિવાદાસ્પદ સોંગ 'બેશર્મ રંગ' પર રીલ બનાવીને અને તેમાં શાહરૂખ જેવો કિલર લુક બતાવીને ચર્ચામાં આવ્યો છે.

'બેશર્મ રંગ' પર રીલ બનાવ્યા બાદ ઈબ્રાહિમ કાદરીના ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. જ્યાં એક દિવસ પહેલા સુધી તેના 2 લાખ 29 હજાર ફોલોઅર્સ હતા, હવે તેના 2 લાખ 31 હજાર ફોલોઅર્સ છે.

 
 
 
View this post on Instagram

A post shared by Ibrahim qadri (@ibrahim__qadri)

ઈબ્રાહીમ કાદરીએ માત્ર એક જ વ્યક્તિને ફોલો કર્યા છે. અને આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ શાહરૂખ ખાન છે. ઈબ્રાહિમે પોતાની બાયોમાં પોતાને એક એન્ટરટેઈનર ગણાવ્યો છે. તે ઈવેન્ટ શો પણ કરે છે.

ઈબ્રાહિમ કાદરી મ્યુઝિક વીડિયો 'સેનોરિટા'માં પણ જોવા મળી ચૂક્યો છે. ઈબ્રાહિમ ખૂબ જ ટેલેન્ટેડ છે અને તેના વીડિયોને લાખો વ્યૂઝ મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp