ફિલ્મ જોઈ સેહવાગે કહ્યુ- આદિપુરુષ જોઈને ખબર પડી કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો હતો

ભારતીય ટીમના પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન વિરેન્દર સેહવાગ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. વિરેન્દર સેહવાગ મોટા ભાગે પોતાના ટ્વીટ માટે ચર્ચામાં બન્યા રહે છે. જમણા હાથના પૂર્વ બેટ્સમેન વિરેન્દર સેહવાગ હવે આદિપુરુષ ફિલ્મ પર કરેલી પોતાની એક ટ્વીટને લઈને ચર્ચામાં છે. આદિપુરુષ રીલિઝ થયાનું એક અઠવાડિયુ થઈ ગયું છે. રામાયણ ઉપર બનેલી આ ફિલ્મમાં પ્રભાસ, સૈફ અલી ખાન અને કૃતિ સેનનને મુખ્ય ભૂમિકા ભજવી છે. રીલિઝ થયા બાદ જ આ ફિલ્મ સોશિયલ મીડિયા પર પોતાન ડાયલોગ અને પાત્રોને લઈને ખૂબ ટ્રોલ થઈ રહી છે અને ઘણી જગ્યાએ તેનો જોરદાર વિરોધ થઈ રહ્યો છે.
ફેન્સ રામાયણની ખોટી વ્યાખ્યા, હોલિવુડ ફિલ્મોના સીન કોપી કરવા અને રામાયણના ઐતિહાસિક ભૂમિકાની વેશભૂષાને લઈને ફિલ્મની મજાક બનાવી રહ્યા છે. હવે વિરેન્દર સેહવાગે પણ ફિલ્મ જોયા બાદ તેના પર કટાક્ષ કરતા ટ્વીટ કરી છે. તેણે પ્રભાસની બ્લોકબસ્ટર ફિલ્મ બાહુબલીના ડાયલોગ સાથે આદિપુરુષ બાબતે પોતાના વિચાર શેર કર્યા છે. વિરેન્દર સેહવાગે મજાકમાં પોતાની ટ્વીટમાં લખ્યું કે, ‘આદિપુરુષ જોઈને ખબર પડી કે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો હતો.’
Adipurush dekhkar pata chala Katappa ne Bahubali ko kyun maara tha 😀
— Virender Sehwag (@virendersehwag) June 25, 2023
વિરેન્દર સેહવાગ વાત કરીએ તો તે છેલ્લી વખત માર્ચમાં લિજેન્ડ્સ ક્રિકેટ લીગમાં રમતો નજરે પડ્યો હતો. ટૂર્નામેન્ટમાં રમેલી 2 મેચમાં તેના બેટથી 42 રન નીકળ્યા હતા. ગત દિવસોમાં સોશિયલ મીડિયામાં એવી ચર્ચા થઈ રહી હતી કે વિરેન્દર સેહવાગ ભારતીય ટીમના આગામી ચીફ સિલેક્ટર બની શકે છે. જો કે વિરેન્દર સેહવાગે આ વાતને પૂરી રીતે ખોટી બતાવી હતી અને કહ્યું હતું કે બોર્ડ તરફથી તેની સાથે આ મુદ્દાને લઈને કોઈ પ્રકારની કોઈ ચર્ચા થઈ નથી.
રિપોર્ટ્સ મુજબ, આ ફિલ્મ 600 કરોડ રૂપિયાના બજેટમાં બની છે. જો કે, કમાણીની બાબતે આ ફિલ્મ અત્યાર સુધી આશા મુજબનું પ્રદર્શન કરી શકી નથી. ઓમ રાઉતના ડિરેક્શનમાં બનેલી ફિલ્મનું કલેક્શન રોજ ઘટી રહ્યું છે. પહેલા વિકેન્ડમાં સોલિડ કમાણી કરનારી આદિપુરુષ બીજા વિકેન્ડમાં ફૂસ્સ સાબિત થઈ. ફિલ્મે 10 દિવસમાં 274.55 કરોડનો બિઝનેસ કર્યો છે. આદિપુરુષે બીજા શનિવારે 5.25 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું, તો રવિવારે 6 કરોડ રૂપિયાનું. શનિવારની તુલનામાં સામાન્ય ગ્રોથ કલેક્શનમાં નજરે પડ્યું, પરંતુ તેનાથી ખુશ નહીં થઈ શકાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp