
રાજકુમાર હિરાનીની 3 ઈડિયટ્સની સિક્વલ પર ચાલી રહેલી અફવા પર વીર સહસ્ત્રબુદ્ધિ ‘વાયરસ’ એટલે કે અભિનેતા બોમન ઇરાની અને ‘ચતુર’ અભિનેતા ઓમી વૈદ્યએ સોશિયલ મીડિયા પર ગુસ્સો વ્યકત કર્યો છે. ચાહકો પણ તેમના અભિપ્રાય શેર કરી રહ્યા છે.
લદાખના જાણીતા વૈજ્ઞાનિક સોનમ વાંગચુકની લાઇફ સ્ટોરી પર બનેલી આમિર ખાન અભિનીત 3 ઇડિયટ્સ ફીલ્મની સિક્વલ શરૂ થવાની ચર્ચા પર કરીના કપુર, જાવેદ જાફરી અને મોના સિંહ તેમનો અભિપ્રાય આપી ચૂક્યા છે. હવે બોમન ઇરાની અને ઓમી વૈદ્યએ પણ તેમની પ્રતિક્રિયા જાહેર કરી છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ રિએક્શન પછી ફિલ્મના ચાહકો એવું માની રહ્યા છે કે આ 3 ઇડિયટસની સિક્વલને લઇને પ્રમોશન કરવામાં આવી રહ્યું છે. ઇન્સ્ટાગ્રામ પર અભિનેતાઓ દ્રારા શેર કરવામાં આવેલા વીડિયો પર ચાહકો તેમના અભિપ્રાય આપી રહ્યા છે.
કરીના કપૂર ખાન, જાવેદ જાફરી અને મોના સિંહ પછી બોમન ઈરાની અને ઓમી વૈદ્યએ પણ 3 ઈડિયટ્સની સિક્વલની વાયરલ તસવીરને લઈને તેમની પ્રતિક્રિયા શેર કરી છે, જે ઝડપથી વાયરલ થઈ રહી છે. વીરુ સહસ્રબુદ્ધિ 'વાયરસ' ઉર્ફે બોમન ઈરાની, એક રમુજી વીડિયોમાં, રાજકુમાર હિરાનીની સિક્વલની અફવાઓ વિશે વાત કરે છે, તમે શું કરી રહ્યા છો? શું તે પહેલેથી જ બહાર આવી ગઇ અને ક્લિપ વાયરલ થઈ ગઈ છે? તમે લોકો વાયરસ વિના 3 ઇડિયટ્સ વિશે કેવી રીતે વિચારી શકો?
ભગવાનનો આભાર કે કરીનાએ મને આ વિશે જાણ કરી. નહિંતર મને તો ખબર જ ન પડતે. આ યોગ્ય નથી. મિત્રો. આટલું મોટું કંઈક રાંધ્યું અને અમને કહ્યું પણ નહીં? શું આ તમારી શાલીનતા છે? તમારી મિત્રતા ક્યાં છે મને લાગ્યું કે આપણે મિત્રો છીએ. મને ખાતરી છે કે જાવેદ જાફરીને આ વિશે કોઈ જાણ નથી. મહેરબાની કરીને કોલ કર, જાવેદ. વિડીયોની સાથે કેપ્શન હતું "તેઓ વાયરસ વિના 3 ઇડિયટ્સની સિક્વલ કેવી રીતે બનાવી શકે? વાયરસ વિલન ન હોય તો કોણ હશે? બોમન ઇરાનીની પોસ્ટ પર શરમન જોશીએ જવાબ આપતા લખ્યું કે, સોરી વાયરસ, મારો મતલબ છે બોમન ઇરાની, તમે ગુસ્સો ન કરો, હું તમને ટુંક સમયમાં જ પુરી વાત સમજાવીશ, પ્લીઝ, ફોન ઉઠાવી લેજો.
ઉપરાંત ‘ચતુર’ એટલે કે અભિનેતા ઓમી વૈદ્યએ પણ વીડિયો શેર કર્યો છે. તેણે પણ સિક્વલને લઇને વાત કરી છે. ફરી એકવાર તેના ચમત્કાર વાળા અંદાજ જોઇને ફેન્સ હસવું નહીં રોકી શકશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp