વિવેક અગ્નિહોત્રીએ કોર્ટ પાસે કેમ માગી માફી? જાણો શું છે મામલો

PC: indianexpress.com

એક જજ વિરુદ્ધ ટિપ્પણી કેસમાં ફિલ્મ ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ સોમવારે દિલ્હી હાઇ કોર્ટમાં કોઈ પણ શરત વિના માફી માગી લીધી છે. ત્યારબાદ હાઇ કોર્ટે આરોપોમાંથી મુક્ત કરી દીધા. આ કેસ વર્ષ 2018માં જસ્ટિસ એસ. મુરલીધર વિરુદ્ધ ટ્વીટ સાથે જોડેલો છે. હાઇ કોર્ટે સ્વતઃ સંજ્ઞાન લઈને વિવેક અગ્નિહોત્રી વિરુદ્ધ કોર્ટની અવમાનનાનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં સોમવારે વિવેક અગ્નિહોત્રી કોર્ટ સમક્ષ ઉપસ્થિત થયા હતા આ કોઈ પણ શરત વિના માફી માગી લીધી હતી.

કોર્ટે શું કહ્યું?

હાઇ કોર્ટે કહ્યું કે, વિવેક અગ્નિહોત્રી વ્યક્તિગત રૂપે સોમવારે કોર્ટ સમક્ષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આપત્તિજનક ટ્વીટને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે અને કોઈ પણ શરત વિના માફી માગી લીધી છે. કોર્ટનું કહેવું છે કે તેમનો ઇરાદો કોર્ટના સન્માનને ઠેસ પહોંચાડવાનો નહોતો એટલે તેમને આ કેસમાં મુક્ત કરી દેવામાં આવે છે. વિવેક અગ્નિહોત્રીએ જે એફિડેવિટ રજૂ કરી છે તેનાથી ખબર પડે છે કે તે પોતાના વ્યવહારને લઈને દુઃખી છે. તેઓ કોર્ટનું સન્માન કરે છે અને તેમનો જાણીજોઇને કોર્ટની અવમાનના કરવાનો ઇરાદો નહોતો.

કોર્ટે વિવેક અગ્નિહોત્રી વિરુદ્ધ જાહેર કરેલા કારણ બતાવો નોટિસ પણ પરત લઈ લીધી છે અને આપત્તિજનક કેસમાંથી મુક્ત કરી દીધા છે. વિવેક અગ્નિહોત્રીનું માફીનામું સ્વીકારતા જસ્ટિસ સિદ્ધાર્થ મુદુલ અને જસ્ટિસ વિકાસ મહાજને તેમને કેસમાંથી મુક્ત કરતા ભવિષ્યમાં એવા કોઈ પણ વ્યવહારથી મુક્ત કરવાની સલાહ આપી છે.

શું છે કેસ?

વિવેક અગ્નિહોત્રીએ એલ્ગાર પરિષદના કેસમાં આરોપી સામાજિક કાર્યકર્તા ગૌતમ નવલખાના હાઉસ અરેસ્ટના આદેશને પણ ફગાવવાના જસ્ટિસ એમ. મુરલીધરન નિર્ણયની નિંદા કરી હતી. તેને લઈને તેમણે વર્ષ 2018મા ટ્વીટ કરી હતી, જેના પર કોર્ટે સ્વતઃ સંજ્ઞાન લઈને વિવેક અગ્નિહોત્રી વિરુદ્ધ અવમાનનાની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. એ સિવાય એક વૈજ્ઞાનિક આનંદ રંગનાથન વિરુદ્ધ પણ અવમાનનાનો કેસ શરૂ કર્યો હતો. ફિલ્મના ડિરેક્ટરે આ કેસમાં જજ એસ. મુરલીધરનના આદેશ બાદ તેમના પર પક્ષપાત કરવાનો આરોપ લગાવ્યો હતો. આ કેસની આગામી સુનાવણી 24 મેના રોજ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp