
ફિલ્મ મેકર વિવેક અગ્નિહોત્રીએ હાલમાં જ અનુરાગ કશ્યપના ધ કાશ્મીર ફાઇલને લઇને ઓસ્કરવાળી કમેન્ટ પર રિએક્ટ કર્યું હતું. હવે વિવેકે એક લાંબી નોટ ટ્વીટર પર શેર કરી છે અને બોલિવુડની ઇનસાઇડ સ્ટોરી સામે લાવ્યા છે. વિવેક અનુસાર, બોલિવુડની અંદરની દુનિયા એટલી ડાર્ક છે કે સામાન્ય માણસ તે કેટલું ઉંડુ છે તે માપી નથી શકતો.
વિવેકે લખ્યું કે,’મેં બોલિવુડની દુનિયામાં એટલા વર્ષ વિતાવી લીધા છે કે, હું સારી રીતે સમજી ગયો છું કે, જે તમે જોઇ રહ્યા છો તે બોલિવુડ નથી. ખરું બોલિવુડ તો અંધારી ગલીઓમાં ગુમ થઇ ગયું છે. તેનો અંદરનો ભાગ એટલો કાળો છે કે, એક સામાન્ય માણસ માટે તેને સમજવું અસંભવ છે. આવો તેને સમજીએ. આ અંધારી ગલીઓમાં, તમે તુટેલા સપના જોઇ શકશો. બોલિવુડ જો વાર્તાઓનું મ્યુઝિયમ છે તો ટેલેન્ટનું કબ્રસ્તાન પણ છે. આ નકારવા વિશે નથી. જે કોઇ પણ અહીં આવે છે, તે જાણે છે કે, નકારવું એ આ ડીલનો એક હિસ્સો છે.’
વિવેક આગળ લખે છે કે, ‘આ અપમાન અને શોષણ છે જે કોઇપણ રીતે માનવતાના કોમળ સપના, આશાઓ અને વિશ્વાસને તોડી નાખે છે. વ્યક્તિ ભોજન વગર જીવતો રહી શકે છે પણ, સન્માન, આત્મ મૂલ્ય અને આશા વગર જીવી ન શકે. તેનો માર એટલો જોરથી પડે છે કે, કોઇ લડાઇ કરવાની જગ્યા પર હાર માની લે છે. ભાગ્યશાળી છે ઘરે પાછા જાય છે. જે રહી જાય છે, તે અલગ થઇ જાય છે. જે લોકો થોડી સફળતા મેળવે છે પણ તેમને પણ ખરી સફળતા નથી મળતી.’
વિવેકે તથાકથિત બોલિવુડનું સત્ય કહેતા આગળ લખ્યું કે, ‘તે ડ્રગ્સ, દારુ અને દરેક પ્રકારના જીવનને બરબાદ કરનારા પરિબળો સાથે શામેલ થઇ જાય છે. હવે તેમને પૈસાની જરૂર છે. તેથી, તેમને દરેક રીતે સારી વસ્તુઓ સાથે ઇન્ટ્રોડ્યુસ કરવવામાં આવે છે, જેનાથી પૈસા કમાઇ શકાય. થોડી સફળતા સૌથી ખતરનાક હોય છે. તમે કોઇ વગર કોઇ ઇનકમ અને વગર કોઇ પાવરે શોબિઝમાં છો. તમારે સ્ટારની જેમ દેખાવાનું છે, સ્ટારની જેમ પાર્ટી કરવાની છે, સ્ટારની જેમ પીઆર કરવાનું છે પણ તમે સ્ટાર નથી.’
વિવેક અનુસાર, બોલિવુડની દુનિયામાં ફક્ત અને ફક્ત અસત્ય અને દેખાવો ફેલાયેલો છે. દરેક લોકો પોતાના મતલબથી કામ કરી રહ્યા છે. કોઇને કોઇનાથી મતલબ નથી. વિવેકે તો પોતાના મનની વાત કહી દીધી છે, હવે જોવાનું એ હશે કે ચિઠ્ઠી કઇ રીતે કોના સુધી પહોંચે છે. વિવેકની આ નોટનો શું મતલબ નીકળે છે અને કોનો શું રિપ્લાઇ આવે છે. વિવેકની આ નોટ નવો વિવાદ પણ ઉભો કરી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp