ફિલ્મફેરમાં 7 નોમિનેશન મળ્યા છતા વિવેક અગ્નિહોત્રીએ કર્યો બૉયકોટ, જુઓ શું કહ્યું

PC: ndtv.com

‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી પોતાની નિવેદનબાજીને લઈને હંમેશાં ચર્ચામાં રહે છે. હવે તેમણે ફિલ્મફેર એવોર્ડ્સની જાહેરાતના થોડા કલાકો અગાઉ શૉનો બહિષ્કાર કરી દીધો છે. 27 એપ્રિલની રાત્રે એટલે કે આજે રાત્રે ફિલ્મફેર એવોર્ડ્સની જાહેરાત થવાની છે, તેના થોડા કલાકો અગાઉ ફિલ્મફેરને લઈને એક લાંબી-લચાક ટ્વીટ કરી છે. જેને લઈને ડિરેક્ટર ફરી એક વખત લાઇમલાઇટમાં આવી ગયા છે. ફિલ્મફેર 2023માં વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને 7 કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે.

આ વાત જેવી જ વિવેક અગ્નિહોત્રીને ખબર પડી, તેમણે પૂરી વિનમ્રતા સાથે આ એવોર્ડનો હિસ્સો બનવાની ના પાડી દીધી અને તેની પાછળના ઘણા કારણો બતાવતા એક લાંબી નોટ લખી. જેમાં તેમણે એવોર્ડ શૉના ધજાગરા ઉડાવી દીધા. વિવેક અગ્નિહોત્રીએ લખ્યું કે, ‘મીડિયાથી મને ખબર પડી કે, ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને 68માં ફિલ્મફેર એવોર્ડ્સ માટે 7 કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી છે, પરંતુ હું શાંતિ સાથે આ અનૈતિક અને સિનેમા વિરોધી એવોર્ડ શૉઝનો હિસ્સો બનવાની ના પાડુ છું. અહી બતાવું છું આખરે કેમ.

ફિલ્મફેર મુજબ, સ્ટાર્સ સિવાય કોઈનો કોઈ ચહેરો નથી. કોઈના હોવા કે ન હોવાથી કોઈ ફરક પડતો નથી તેમને. એટલે ફિલ્મફેરની ચાપલૂસી અને અનએથિકલ દુનિયામાં સંજય લીલા ભણસાલી કે સૂરજ બડજાત્યા જેવા માસ્ટર ડિરેક્ટર્સનો કોઈ ચહેરો જ નથી. તેમને સંજય લીલા ભણસાલી આલિયા ભટ્ટની જેમ, સૂરજ મિસ્ટર બચ્ચનની જેમ અને અનિશ બજ્મી કાર્તિક આર્યનની જેમ દેખાય છે. એવું નથી કે, એક ફિલ્મ નિર્માતાની ગરિમા ફિલ્મફેર એવોર્ડ્સથી આવે છે, પરંતુ અપમાનજનક વ્યવસ્થાનો અંત હોવો જોઈએ. એટલે બોલિવુડના એક ભ્રષ્ટ, અનૈતિક અને ચાપલૂસ પ્રતિષ્ઠાન વિરુદ્ધ આ મારો વિરોધ છે જેથી હું એવા એવોર્ડ્સને અસ્વીકાર કરીને જાહેર કરું છું.

તેમણે આગળ લખ્યું કે, હું કોઈ પણ દમનકારી અને કરપ્ટ સિસ્ટમ કે એવોર્ડ શૉનો હિસ્સો બનવાની ના પાડુ છું, જે લેખકો, ડિરેક્ટરો અને ફિલ્મના અન્ય HOD અને ક્રૂ મેમ્બર્સને નીચે કે નોકરની જેમ સમજે છે. જીતનારા લોકોને મારી શુભેચ્છા અને જે જીતી શકતા નથી તેમને પણ ઘણું બધુ.’ દુષ્યંત કુમારની કેટલીક લાઈનો લખતા વિવેક અગ્નિહોત્રીએ કહ્યું કે, સારી વાત એ છે કે હું એકલો નથી. ધીરે ધીરે જ, પરંતુ એક પેરેલલ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઊભરી રહી છે. ત્યાં સુધી માટે.

સિર્ફ હંગામાં ખડા કરના મેરા મકસદ નહીં,

મેરી કોશિશ હૈ કી સુરત બદલની ચાહીએ.

મેરે સિને મેં નહીં તો તેરે સીનેમે સહી

હો કહી ભી આગ, લેકિન આગ લગની ચાહીએ.

-દુષ્યંત કુમાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp