ઓસ્કાર 2023 માટે પસંદ થઇ 'કાશ્મીર ફાઇલ્સ' સહિત આ 5 ભારતીય ફિલ્મો

PC: indianexpress.com

‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીની ખુશીનું ઠેકાણું નથી. એવુ એટલા માટે કારણ કે તેમની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને ઓસ્કાર 2023 માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. તો અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, પલ્લવી જોશી અને દર્શન કુમાર બધાને બેસ્ટ એક્ટરની કેટેગરી માટે પસંદ કરવામાં આવ્યા છે. આ વાતની જાણકારી પોતે વિવેક અગ્નિહોત્રીએ આપી છે. 10 જાન્યુઆરીના રોજ અકાદમી ઓફ મોશન પિક્ચર્સ આર્ટિસ્ટ એન્ડ સાયન્સીસે એ ફિલ્મોનું લિસ્ટ જાહેર કર્યું, જેમને ઓસ્કાર 2023 એટલે કે 95માં અકાદમી એવોર્ડ માટે પસંદ કરવામાં આવી છે, જેમાં 5 ફિલ્મો ભારતની છે.

આ 5 ફિલ્મોમાં ‘ધ કાશ્મીર ફાઇલ્સ’નું નામ પણ સામેલ છે. પોતાની ફિલ્મને ઓસ્કાર 2023 માટે શોર્ટલિસ્ટ કરવાથી વિવેક અગ્નિહોત્રીની ખુશી સાતમા આસમાને પહોંચી ગઇ છે. વિવેક અગ્નિહોત્રીએ ટ્વીટર પર ખુશી વ્યક્ત કરતા લખ્યું કે, એક મોટું અનાઉન્સમેન્ટ. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને ધ અકાદમીએ પોતાની પહેલી લિસ્ટમાં ઓસ્કાર 2023 માટે પસંદ કરી છે. આ વખતે ભારતથી ઓસ્કાર માટે 5 ફિલ્મો પસંદ કરવામાં આવી છે. હું એ બધાને શુભેચ્છા પાઠવું છું. આ વર્ષ ભારતીય સિનેમા માટે ખૂબ સારું રહ્યું છે.

એક અન્ય ટ્વીટમાં વિવેક અગ્નિહોત્રીએ જણાવ્યું કે, ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના સ્ટાર્સને બેસ્ટ એક્ટરની કેટેગરીમાં શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા છે. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ સિવાય આ વખતે ઓસ્કાર 2023ની શોર્ટ લિસ્ટ માટે SS રાજામૌલીની ફિલ્મ ‘RRR’, રિષભ શેટ્ટીની ‘કંતારા’ અને સંજય લીલા ભણસાલીની ‘ગંગુબાઇ કાઠિયાવાડી’ સહિત ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શૉ’ પણ સામેલ છે. 95માં અકાદમી એવોર્ડ્સની કંટેન્શન લિસ્ટમાં આખી દુનિયાની 301 ફિલ્મો પહોંચી છે.

આ લિસ્ટમાં સામેલ થનારી ફિલ્મો નોમિનેશન સુધી પહોંચવા માટે સભ્યોની વોટિંગ માટે એલિજેબલ થઇ જાય છે. આર માધવનની 'રોકેટરી ધ નમ્બી ઇફેક્ટ્સ', ઇરવિન નિઝલ, કન્નડ ફિલ્મ 'વિક્રાંત રાણા', મરાઠી ફિલ્મ ‘મી વસંત રાવ' અને 'તુઝ્યા સાથી કહી હી’ આ લિસ્ટમાં સામેલ છે. શૌનક સેનાની ડોક્યૂમેન્ટરી ફિલ્મ 'ઓલ ધેટ બ્રીદ્સ' અને કાર્તિકી ગોંજાલ્વિસની 'ધ એલિફંટ વ્હીપરર્સ' કંટેન્શન લિસ્ટમાં પહોંચી છે. કંટેન્શન લિસ્ટમાં આવનારી બધી ફિલ્મો નોમિનેશન માટે પહોંચશે. નોમિનેશન માટે વોટિંગ 12-17 જાન્યુઆરી સુધી વોટિંગ ચાલશે. 24 જાન્યુઆરીના રોજ 95માં અકાદમી એવોર્ડ્સના નૉમિનેશન્સ જાહેર કરવામાં આવશે. એવોર્ડ સન્મારોહ 12 માર્ચના રોજ લોસ એંજલસમાં આયોજિત થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp