
એક સમય હતો જ્યારે સલમાન ખાન અનો સોમી અલી રિલેશનમાં હતા. બંનેનો સંબંધ 8 વર્ષ સુધી ચાલ્યો હતો. પરંતુ તેમના સંબંધની સચ્ચાઈ વર્ષો પછી સામે આવી રહી છે. સોમી અલીએ સલમાન ખાનને લઈને ઘણા શોકિંગ ખુલાસા કર્યા છે. તેના કહેવા પ્રમાણે, 8 વર્ષના તેમના સંબંધમાં તેણે માત્ર ટોર્ચર જ ઝેલ્યું છે. સલમાને તેની સાથે મારપીટ કરી હતી. એવી પણ ખબરો આવી હતી કેસલમાન ખાને સોમીના માથા પર બોટલ ફોડી હતી. આ દાવા અંગે સોમીએ હવે ચુપદી તોડી છે.
સોમીએ ગુરુવારે ઘણી બધી પોસ્ટ લખીને સલમાન ખાન પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમાંથી એક પોસ્ટમાં સોમીએ એ ઘટના અંગેની સચ્ચાઈ બતાવી છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે સલમાન ખાને ગુસ્સામાં તેના માથા પર બોટલ ફોડી હતી. સોમી લખે છે- જો સલમાન ખાને મને બોટલ મારી હોતે તો હું સીધી હોસ્પિટલમાં પહોંચતે. સલમાન ખાને થમ્સ અપનો ગ્લાસ મારા વાળ ઉપર નાખ્યો હતો કારણ કે તેમાં રમ મિક્સ કરેલી હતી.
આ પહેલી વખત હતું જ્યારે હું દારૂ પી રહી હતી. મારી સાથે એક એક્ટર ફ્રેન્ડ પણ હતી. તેણે આખી આ ઘટના જોઈ હતી. હું તેની ઈજ્જત કરું છું આથી તેનું નામ નહીં લઉં. પરંતુ હા, સલમાન ખાને મારા માથા પર બોટલ ફોડી ન હતી. આટલા વર્ષોમાં આ સૌથી ખરાબ અફવા છે, જે મેં સાંભળી છે. પરંતુ જો આવું હોતે તો હું સીધી ICUમાં હોતે.
સોમી અલી પાકિસ્તાની-અમેરિકન એક્ટ્રેસ, રાઈટર, ફિલ્મમેકર, એક્ટિવિસ્ટ અને મોડલ છે. સોમીએ વર્ષો પહેલા બોલિવુડને અલવિદા કહી દીધું હતું. સોમી પોતાના NGO નો મોર ટીયર્સ ચલાવે છે. સોમીએ 'અંત', 'આઓ પ્યાર કરે', 'ચુપ', 'માફિયા', 'આંદોલન' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. સોમી 1991 થી 1999 સુધી સલમાન ખાન સાથે રિલેશનમાં રહી હતી. સલમાન સાથેનો સંબંધ તૂટ્યા પછી સોમી અલી સાઉથ ફ્લોરિડા શિફ્ટ થઈ ગઈ હતી.
સોમીને સલમાન પર ક્રશ હતો. એક્ટર માટે તે 16 વર્ષની ઉંમરે મુંબઈ આવી હતી. તે સલમાન સાથે લગ્ન કરવા ઈચ્છતી હતી. આજે સોમી સલમાન ખાન સાથે વિતાવેલા 8 વર્ષોને લાઈફના સૌથી ખરાબ વર્ષો માને છે. તેના બ્રેકઅપનું કારણ સલમાને તેને આપેલો દગો હોવાનું તેણે એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું. સોમી અલી છેલ્લા ઘણા વર્ષોથી સલમાન ખાન પર નિશાનો સાધી રહી છે. સોમીના કહેવા પ્રમાણે, સલમાન તેને મારતો હતો. આ સિવાય સલમાને તેની ટીવી સીરિઝ 'ફાઈટ ઓર ફ્લાઈટ'ને ભારતમાં રીલિઝ થવાથી રોકી દીધી હતી. આ સીરિઝ ઘણી મહિલાઓ અને બાળકોની જાન બચાવી શકે તેમ છે. આ સીરિઝ માનવીય તસ્કરી અને ઘરેલુ હિંસા પર આધારિત છે. વર્ષો પછી સલમાન પર આરોપ લગાવવો પબ્લિસિટી સ્ટંટ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp