'આત્મહત્યા વિશે વિચારતો હતો', કપિલનો મોટો ખુલાસો, કહ્યું-સમજાવવાવાળું કોઈ નહોતું

PC: aajtak.in

કોમેડિયન કપિલ શર્મા આ દિવસોમાં પોતાની ફિલ્મ ઝ્વીગાટોને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મ સાથે કપિલ શર્મા લાંબા સમય પછી ફિલ્મી પડદે પરત ફરી રહ્યો છે. પોતાની કોમેડીથી હંમેશા દર્શકોને હસાવનાર કપિલ શર્માએ મીડિયા સાથે વાત કરી હતી. આ દરમિયાન તેણે પોતાની કારકિર્દી અને જીવનના અંધકારમય સમય વિશે જણાવ્યું હતું. કપિલે કહ્યું કે, એક સમય એવો હતો, જ્યારે તેને આત્મહત્યા કરવાનું મન થતું હતું.

કોમેડિયન કપિલ શર્મા મીડિયા સાથે વાતચીત દરમિયાન ઘણી ફની વાતો શેર કરતો જોવા મળવાનો છે. આ દરમિયાન તે મીડિયા સાથે વાતચીતમાં તેની કારકિર્દીના મુશ્કેલ સમય અને તેના જીવનના પસાર કરેલા ખરાબ દિવસો વિશે ચર્ચા કરતો જોવા મળશે. પ્રોમો વીડિયોમાં બંને વાત કરતા જોઈ શકાય છે. મીડિયા સાથે વાતચીતમાં કપિલ શર્માને પૂછવામાં આવ્યું કે, શું તમે ક્યારેય આત્મહત્યા કરવાનું વિચાર્યું છે? શું તમે આત્મહત્યા વિશે વિચાર્યું છે?

પોતાના જીવનના એક ખરાબ સમય તરફ ઈશારો કરતા કપિલે કહ્યું, 'સર, હું તેની જ તો વાત કરી રહ્યો છું, તે તબક્કામાં તે આવું જ લાગતું હતું, હા મેં એવું વિચાર્યું. મને લાગતું હતું કે કોઈ મારું નથી. એવું કંઈ દેખાતું જ ન હતું. ન કોઈ કોઈને સમજાવવાવાળું, ન કોઈ કાળજી લેવાવાળું. એ પણ જાણી શકાયું નથી કે આસપાસના એવા લોકો કોણ છે કે, જેઓ નફા માટે જોડાયેલા છે. ખાસ કરીને કલાકાર લોકો.'

જો તમે કપિલ શર્મા વિશે જાણો છો, તો તમને ખબર હશે કે કોમેડિયનના જીવનમાં એક સમય એવો આવ્યો હતો જ્યારે તે ડિપ્રેશનમાં હતો. મીડિયાના સૂત્રો આ વિશે પણ કોમેડિયન સાથે વાત કરવાના છે. વાતચીત દરમિયાન મીડિયા પૂછે છે કે, જ્યારે તમે તમારા શોમાં છોકરાઓને છોકરીઓ બનાવો છો તેવો વિચાર કોને આવ્યો હતો? તમારા જોક્સ એવા હોય છે કે તે ઘણીવાર હદ વટાવી જાય છે. તમને શું થયું હતું, શું તું ડિપ્રેશનમાં ગયો હતો કે સ્ટારડમને સંભાળી શકવામાં અસમર્થ હતો?'

કપિલ શર્મા શનિવાર, 11 માર્ચે રાત્રે 9 વાગ્યે મીડિયા સાથેની એક વાતચીતમાં આ બધી બાબતોનો જવાબ આપતા જોવા મળશે. આ સિવાય કપિલ તેની મિડલ ક્લાસની આદતો, PM નરેન્દ્ર મોદી અને 'ધ કપિલ શર્મા શો' વિશે પણ મજાક કરવા જઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp