26th January selfie contest

ગીત યોગ્ય છે કે નહીં તે નક્કી કરનારા અમે કે તમે નથીઃ બેશરમ રંગ પર જાવેદ અખ્તર

PC: jansatta.com

શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ અભિનીત ફિલ્મ 'પઠાણ' પર વધી રહેલા વિવાદને પગલે, CBFCએ નિર્માતાઓને ગીતના કેટલાક શોટ્સ બદલવાનો નિર્દેશ આપ્યો અને હવે, ગીતકાર-લેખક જાવેદ અખ્તરે તેમના મંતવ્યો રજૂ કર્યા છે. તેમણે કહ્યું છે કે, ફિલ્મ નિર્માતાઓએ ફિલ્મ સર્ટિફિકેશન બોડી પર વિશ્વાસ રાખવો પડશે, જેમની પાસે અંતિમ કટ શું હશે તે નક્કી કરવાનો અધિકાર છે. તેમની આ ટિપ્પણી સિદ્ધાર્થ આનંદ નિર્દેશિત ફિલ્મ 'પઠાણ'ના ટ્રેલર રીલિઝના એક દિવસ પહેલા આવી હતી.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનને કેન્દ્ર સરકારનો એક વિભાગ ગણાવતા તેમણે કહ્યું હતું કે, ગીત યોગ્ય છે કે નહીં તે અમે અથવા તમે નક્કી નથી કરતા, પરંતુ અમારી પાસે તેના માટે એક એજન્સી છે. તેમણે કહ્યું કે, સરકાર દ્વારા નિમણૂક કરાયેલા અને સમાજના વિવિધ વર્ગોના અમુક લોકો છે જેઓ ફિલ્મ જુએ છે અને નક્કી કરે છે કે તે પસાર થવી જોઈએ કે નહીં.

જાવેદ અખ્તરે વધુમાં કહ્યું, મને લાગે છે કે આપણે આ સર્ટિફિકેશન પર વિશ્વાસ કરવો જોઈએ., તેમણે સૂચવેલા કટ પર અને જે પાસ કરેલું છે એના પર પણ.

અહેવાલો મુજબ, CBFCએ ફિલ્મ પ્રોડક્શન બેનરને ફિલ્મના કેટલાક દ્રશ્યો અને સંવાદો બદલવા માટે નિર્દેશિત કર્યા છે, જેમાં દીપિકા પાદુકોણના કેટલાક નજીકના શોટ્સ અને ગોલ્ડન બિકીનીમાં સાઈડના પોઝનો સમાવેશ થાય છે. આ સિવાય, બહુત તંગ કિયા લાઇનની સંવેદનાત્મક ચાલ બદલવાની વાત પણ કરી. આ સાથે લંગડે લુલે શબ્દને બદલે તૂટેલા ફૂટેલા, PMO શબ્દને બદલે 'પ્રેસિડેન્ટ અથવા મિનિસ્ટર', અશોક ચક્રને બદલે 'વીર પુરસ્કાર', 'શ્રીમતી ભારત માતા'ને બદલે 'આપણી ભારત માતા' અને બીજા ઘણા એવા શબ્દોને બદલાવી દીધા છે.

તમને યાદ અપાવી દઈએ કે દીપિકા પાદુકોણનું ગીત 'બેશરમ રંગ' રીલિઝ થતાની સાથે જ લોકોએ તેની ઓરેન્જ બિકીની અને કેટલાક શોટ્સ સામે વાંધો ઉઠાવ્યો અને ધીમે ધીમે બહિષ્કારનું તોફાન શરૂ થઈ ગયું. તાજેતરમાં, બજરંગ દળના સભ્યોએ ગુજરાતના અમદાવાદમાં એક મોલમાં ફિલ્મનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે જો ફિલ્મમાંથી ગીત હટાવવામાં નહીં આવે તો તેઓ તેને ત્યાં રીલિઝ થવા દેશે નહીં. અહીં તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ આ મહિને 25 જાન્યુઆરીએ રીલિઝ થઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp