કોરિયન ડ્રામા જોવાન શોખીન હોવ તો ‘Queenmaker’ જોતા પહેલા વાંચી લો આ રિવ્યૂ

Netflixની હાલમાં રીલિઝ થયેલી સીરિઝ ક્વીનમેકર રાજકારણના દાંવપેચ પર આધારિત છે. આથી જો તમારી અંદર પણ રાજકારણનો કીડો હોય, તો તમારે આ સીરિઝ જરૂર જોવી જોઈએ. આ સીરિઝની સ્ટોરી Hwang Do-hee ની આસપાસ ફરે છે, જે રાજકીય મામલાઓની એક્સપર્ટ છે. તે એટલી પાવરફુલ અને ઇન્ટેલિજન્ટ છે કે તે પોતાના મગજના પાવરના આધાર પર સમગ્ર રાજકારણની દુનિયામાં ઉથલ-પાથલ કરી શકે છે. તે એક એવી મજબૂત ફિક્સર છે જે પોતાની સ્કિલ્સનો યુઝ કરીને Oh Kyung-sook ને આવનારા ઇલેક્શન માટે તૈયાર કરે છે. Oh Kyung-sook એક પ્રોફેશનલ વકીલ છે.

Hwang Do-hee Oh Kyung-sook ને સિયોલની નવી મેયર બનાવવા માંગે છે. ટક્કરમાં છે Eunsung Group, જેની પકડ કોરિયાની દરેક મોટી કંપની અને ઇન્સ્ટીટ્યૂશન પર છે. શહેર પર એક પ્રકારે તેમનું રાજ ચાલે છે. પરંતુ, તેમનો જે કેન્ડિડેટ છે, તે એક ખૂબ જ ક્રૂર વ્યક્તિ છે, જેણે માત્ર લોકો પર રાજ કરવું છે. Hwang Do-hee તેની વિરુદ્ધ લડાઈ લડી રહી છે પરંતુ, તેની પાછળ શો ઈરાદો છે, તે એવુ કરવા શા માટે માંગે છે, તે જાણવા માટે તમારે આખી સીરિઝ જોવી પડશે. કારણ કે, આ જ તેનો રસપ્રદ પાર્ટ છે.

આ સીરિઝનો મેઇન ફોકસ જ પોલિટિકલ ડ્રામા છે, એવામાં દરેક સીનને ખૂબ જ બારીકાઈથી શૂટ કરવામાં આવ્યો છે. પરંતુ, જો તમને રાજકારણમાં જરા પણ રસ ના હોય તો આ સીરિઝ તમારા માટે નથી. ક્વીનમેકરમાં પોલિટિક્સ સાથે સંકળાયેલી દરેક બાબતને દર્શાવવામાં આવી છે. રાજકારણમાં જીત મેળવવા માટે અથવા કોઈકને નીચા બતાવવા માટે માણસ પોતે કેટલો નીચે પડી જાય છે. ક્વીનમેકર કાયદાકીય બાબતો પર પણ ફોકસ રાખે છે, જે તમને ઘણુ બધુ શીખવી શકે છે. આ એક વુમન સેન્ટ્રિક સીરિઝ છે. સીરિઝ ક્યાંય પણ સ્ટોરીલાઇન પરથી ભટકતી નથી. પૂરી કાસ્ટે દમદાર કામ કર્યું છે. કોઈપણ એક્સ્ટ્રા કરતુ નથી દેખાતું.

આ સીરિઝની લંબાઈ તેનો સૌથી મોટો વીક પોઇન્ટ છે. રાજકારણની સ્ટોરીલાઇનથી અલગ જે કેરેક્ટર્સની પર્સનલ સ્ટોરીલાઇન દર્શાવવામાં આવી છે, તે થોડી બોરિંગ છે. તેમા ઇન્ટરેસ્ટિંગ કંઇ જ નથી. તેમજ બંને ફીમેલ લીડના રોલને પર્સનલ લેવલ પર વધુ ડ્રામાટિક દર્શાવી શકાતા હતા. Netflixની બાકી સીરિઝની જેમ તેના હિંદી ડબ પર પણ સારું કામ કરવામાં આવ્યું છે. આ સીરિઝમાં 12 એપિસોડ્સ છે, તો થોડો-થોડો ટાઇમ આપીને જોઈ શકાય છે. સીરિઝને ડાયરેક્ટ કરી છે- Jin Suk Oh તેમજ લીડ કાસ્ટમાં Jolene Kim, Lorna Duyn, Michael Fujioka, Jin Kyung સામેલ છે. આ સીરિઝની બીજી સીઝન પણ ટૂંક સમયમાં આવી જશે.

About The Author

Related Posts

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.