કાજોલના ડિજિટલ ડેબ્યૂવાળી સીરિઝ 'ધ ટ્રાયલ' જોતા પહેલા વાંચી લો આ રિવ્યૂ

આપણે બધા જ એક પાર્ટનરની શોધ શા માટે કરીએ છીએ? માત્ર લગ્ન અને બાળકો પેદા કરવા માટે? કે પછી એવુ વિચારીને કે જો કોઈ સાથે હોય તો જીવન થોડું સરળ થઈ જશે? પરંતુ, જો તમારા જીવનને ખુશહાલ અને સરળ બનાવનારી વ્યક્તિ જ તમારી સાથે દગો કરે અને તમારા દુઃખોનું કારણ બની જાય તો? આવુ જ કંઇક વેબ સીરિઝ ધ ટ્રાયલઃ પ્યાર, કાનૂન ધોખામાં કાજોલના કેરેક્ટર નૈનિકા સેનગુપ્તા સાથે થાય છે.
નૈનિકા સેનગુપ્તા (કાજોલ) એક ધનવાન હાઉસવાઇફ છે. તેનો પતિ રાજીવ સેનગુપ્તા (જિશૂ સેનગુપ્તા) કોર્ટમાં જજ તરીકે કામ કરે છે. બંનેની બે દીકરીઓ છે અનન્યા અને અનાયરા. નૈનિકા પોતાના જીવનમાં ખુશ હતી જ્યાં સુધી તેને એ જાણકારી ન હતી કે તેનો પતિ લાંચના નામ પર લોકો સાથે રાત વીતાવે છે. રાજીવનું આ સત્ય સામે આવવા પર નૈનિકાને આંચકો લાગે છે. રાજીવને જેલ થઈ ગઈ છે અને તેની પ્રોપર્ટી અને પૈસાને જપ્ત કરી લેવામાં આવ્યા છે. એવામાં નૈનિકાએ બદનામીની સાથોસાથ આર્થિક તંગીનો પણ સામનો કરવો પડી રહ્યો છે. પોતાની કોલેજમાં ટોપર રહેલી નૈનિકા પોતાની દીકરીઓના ભરણ-પોષણ અને ઘર ચલાવવા માટે એક લો ફર્મમાં કામ શરૂ કરે છે. અહીંથી જ તેના જીવવની નવી શરૂઆત થાય છે.
ધ ટ્રાયલઃ પ્યાર, કાનૂન ધોખા સીરિઝમાં તમને નૈનિકાના જીવનના ઉતાર-ચડાવ અને બોધપાઠની સાથોસાથ ઘણા રસપ્રદ મામલાઓ જોવાની પણ તક મળશે. દર વખતે નૈનિકા અને તેના લો ફર્મ પાસે એક નવી મિસ્ટ્રી આવે છે, જેને સોલ્વ કરવાની પણ છે અને પોતાના ક્લાઇંટને બચાવવાના પણ છે. આ આખી પ્રોસેસમાં નૈનિકા સેનગુપ્તાને ઘણુ બધુ શીખવા મળે છે. બીજી તરફ, તેની દીકરીઓ પણ એક મિસ્ટ્રી સોલ્વ કરી રહી છે.
ડાયરેક્ટર સુપર્ણ એસ. વર્માએ આ સીરિઝને બનાવવામાં ખૂબ જ મહેનત કરી છે. સીરિઝના એપિસોડ દરેક નવા મામલા સાથે રસપ્રદ થતા જાય છે અને તમને જોડીને રાખે છે. છતા તેમા ક્યાંક-ક્યાંક ખામી દેખાય છે. નૈનિકાના જીવન સાથે સંકળાયેલી બીજી મિસ્ટ્રી તમને જરૂર સીરિઝની નજીક લઇ જશે. પરફોર્મન્સની વાત કરીએ તો કાજોલે સારું કામ કર્યું છે. નૈનિકા સેનગુપ્તાના કેરેક્ટરને તે જીવંત બનાવી દે છે. રાજીવના કેરેક્ટરમાં જિશૂ સેનગુપ્તાનું કામ સારું છે. અલી ખાન અને શીબા ચઢ્ઢા પોતાના રોલમાં કમાલ છે. તેમની ડાયલોગ ડિલીવરીથી લઇને એક્સપ્રેશન બધુ જ કમાલ છે. ગૌરવ પાંડે અન કુબ્રા સૈતે પણ પોતાના કેરેક્ટરને સારી રીતે નિભાવ્યા છે. એક્ટ્રેસ કાજોલે ધ ટ્રાયલઃ પ્યાર, કાનૂન ધોખાથી પોતાનું ડિજિટલ ડેબ્યૂ કર્યું છે. આ ડિઝની હોટસ્ટાર પર સ્ટ્રીમ થઈ ગઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp