CSK ચેમ્પિયન બનતા અનુષ્કાનું દિલ થયું ખુશ, ધોની બ્રિગેડને લઈને કહી આ વાત

PC: BCCI

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)એ વરસાદથી પ્રભાવિત ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ની ફાઇનલ મેચમાં ગુજરાત ટાઈટન્સને 5 વિકેટે હરાવીને પાંચમી વખત IPL ટ્રોફી પોતાના નામે કરી. આ ફાઇનલ મેચ ખૂબ રોમાંચક રહી, જેનું પરિણામ છેલ્લા બૉલ પર આવ્યું. રવીન્દ્ર જાડેજા (6 બૉલમાં નોટઆઉટ 15 રન)એ છેલ્લા બે બૉલમાં ક્રમશઃ સિક્સ અને ફોર લગાવીને ચેન્નાઈ સુપર કિંગ્સને જીત અપાવી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સને છેલ્લી ઓવરમાં 13 રનની જરૂરિયાત હતી અને અંતિમ ઓવરમાં મોહિત શર્મા બોલિંગ કરવા આવ્યો.

મોહિત શર્માએ પોતાની અને મેચની છેલ્લી ઓવરની શરૂઆત યોર્કરથી કરી. શરૂઆતી 4 બૉલમાં ચેન્નાઈને 3 જ રન બનાવવા દીધા. હવે છેલ્લા 2 બૉલ બાકી હતા અને ચેન્નાઈને જીતવા માટે 10 રનની જરૂરિયાત હતી, ચેન્નાઈ સુપર કિંગ્સનું ડગઆઉટ નિરાશ થઈ ગયું હતું, પરંતુ રવીન્દ્ર જાડેજાએ હાર માની નહોતી, તેણે મોહિત શર્માના પાંચમા બૉલ પર સિક્સ લગાવીને ચેન્નાઈ સુપર કિંગ્સની જીતની આશા જીવંત રાખી હતી. ત્યારબાદ અંતિમ બૉલમાં જાડેજાએ ફોર મારીને ચેન્નાઈને પાંચમી વખત ચેમ્પિયન બનાવી દીધી.

ચેન્નાઈ સુપર કિંગ્સની જીત પર અનુષ્કા શર્માએ પણ રીએક્ટ કર્યું છે. કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) લીગ સ્ટેજથી જ બહાર થઈ ગઈ હતી. અનુષ્કા શર્માનું દિલ રોમાંચક મેચ જોઈને ખુશ થઈ ગયું. તેણે ચેન્નાઈ સુપર કિંગ્સને શાનદાર ટીમ કરાર આપ્યો. તેમણે મંગળવારે ઇન્સ્ટા સ્ટોરી પર ધોનીના રવીન્દ્ર જાડેજાને ખોળામાં ઉઠાવવાની તસવીર શેર કરતા લખ્યું કે, ‘શું રોમાંચક મેચ રહી! શું લાજવાબ જીત હાંસલ કરી! શું શાનદાર ટીમ છે.’ એક્ટ્રેસે તેની સાથે હાર્ટ ઇમોજી પણ લગાવી છે. ચેન્નાઈ સુપર કિંગ્સે સર્વોચ્ચ IPL ટ્રોફી જીતવાની બાબતે મુંબઈ ઇન્ડિયન્સ (MI)ની બરાબરી કરી લીધી છે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચની વાત કરીએ તો. ગુજરાત ટાઈટન્સે ટોસ હારીને પહેલા બેટિંગ કરતા સીમિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 214 રન બનાવ્યા હતા. સાઈ સુંદર્શને 47 બૉલમાં 96 રનની વિસ્ફોટક ઇનિંગ રમી. 215 રનનો પીછો કરવા ચેન્નાઈ સુપર કિંગ્સ મેદાનમાં ઉતરી જ હતી કે પહેલી જ ઓવરમાં વરસાદે ખલેલ પહોંચાડી. ઘણા સમય સુધી મેચ રોકાઈ રહી, ત્યારબાદ મેચમાં ઓવર ઘટાડીને 15 ઓવરની કરી દેવામાં આવી. ચેન્નાઈને 15 ઓવરમાં ચેન્નાઈએ 171 રનનો ટારગેટ મળ્યો હતો, જેને ચેન્નાઈએ છેલ્લા બૉલ પર હાંસલ કરીને પાંચમી વખત ટ્રોફી પોતાના નામ કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp