
જો તમે એક ઉત્સાહિત સોશિયલ મીડિયાના યુઝર્સ છો, તો તમે કદાચ જાણતા હશો કે બે ગીતો છે જે હાલમાં ઇન્સ્ટાગ્રામ પર ટ્રેન્ડ કરી રહ્યાં છે. પરંતુ, જો તમે અજાણ હોવ તો ઓનલાઈન વાયરલ થઈ રહેલો આ વીડિયો તમારે જોવો જ જોઈએ. બે છોકરીઓની એક મજેદાર ક્લિપ સંપૂર્ણ રીતે જણાવે છે કે ભારતમાં શું ટ્રેડિંગ થઈ રહ્યું છે. અને તેને ચૂકી ન જવું જોઈએ.
વાયરલ થઈ રહેલા આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર નિંગમાર યોજન નામના યુઝરે શેર કર્યો છે. ક્લિપની શરૂઆત એક છોકરીએ બીજી છોકરીને તે પૂછવાથી થાય છે, કે ભારતમાં શું ચાલી રહ્યું છે, જે સ્ટીલના ગ્લાસનો માઇક્રોફોન તરીકે ઉપયોગ કરી રહી છે. નાની છોકરીએ તરત જ પ્રતિક્રિયા આપી અને મેરા દિલ યે પુકારે આજા ગાઈને ડાન્સ કર્યો અને કહ્યુ મેરે ભારત મેં. લતા મંગેશકરનું ગીત ત્યારથી ટ્રેન્ડ થવા લાગ્યુ છે જ્યારે એક પાકિસ્તાની છોકરીનો લગ્ન સમારોહમાં આ ગીત પર ડાન્સ કરતો એક વીડિયો ઓનલાઈન વાયરલ થયો.
બીજુ શું ચાલી રહ્યુ છે? છોકરીએ પૂછ્યું, જેના પર નાની છોકરીએ ઉત્સાહથી ડાન્સ કરતાં પતલી કમરિયા મોરી ગાવાનું શરૂ કર્યું. આ એક બીજો ટ્રેક છે જે ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર સુપર હિટ બન્યો છે.
ઓનલાઈન શેર કરવામાં આવ્યા બાદ આ વીડિયોને 2 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. ઇન્સ્ટાગ્રામ યુઝર્સ અવિશ્વસનીય રીતે પ્રભાવિત થયા હતા અને કમેન્ટ સેક્શનમાં બંને છોકરીઓથી પ્રભાવિત થયા હતા. એક યુઝરે લખ્યું, ક્યુટનેસ ઓવરલોડ. અન્ય યુઝરે ટિપ્પણી કરી, તેના ચહેરા પરનું તે સ્મિત.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp