કોણ છે પાકિસ્તાની અનીસા શેખ, જેના લહેંગાની આટલી થઈ રહી છે ચર્ચા, કારણ જાણો

PC: twitter.com

20 વર્ષની અનીશા શેખ પાકિસ્તાની-અમેરિકન સિંગર, એક્ટ્રેસ અને મોડલ છે. ઓક્ટોબર મહિનામાં તેના મિસ ગ્રાન્ડ પાકિસ્તાન 2022 બનવાની ખબરો આવી હતી. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનારી અનીશા શેખ આજકલ ન્યૂયોર્ક ફેશન વીકમાં વ્યસ્ત જોવા મળી રહી છે. સાથે જ ઈકોનોમિક્સ અને કોમ્યુનિકેશનનો યુનિવર્સિટી ઓફ મિશિગનથી અભ્યાસ કરી રહી છે. ચર્ચામાં અનીસા શેખ ત્યારે આવી જ્યારે ફેશનમાં વીકમાં તેણે પાકિસ્તાનને રિપ્રેઝન્ટ કર્યું, પરંતુ ઈન્ડિયન ડિઝાઈનર દ્વારા બનાવેલો લહેંગો પહેર્યો હતો.

અનીસા શેખે એક ઈનસ્ટાગ્રામ પોસ્ટ શેર કરી છે, જેમાં તેના સ્ટેટમેન્ટની ચર્ચા થઈ રહી છે. અનીસા શેખે પોતની બ્લેક અને મલ્ટીકલર પ્રિન્ટેડ લહેંગાના કેટલાંક ફોટોઝ શેર કર્યા છે. તેમાંથી એક ફોટમાં અનીસા શેખે મિસ ગ્રાન્ડ પાકિસ્તાનનો સૈશ પણ પહેરેલું છે. વોગ સાથે વાતચીતનો એક ભાગ શેર કરતા અનીસા શેખે લખ્યું છે- મારા ઈન્ટરવ્યુઅરે મવે પૂછ્યું કે હું પાકિસ્તાનને રિપ્રેઝન્ટ કરી રહી છું તો ઈન્ડિયન ડિઝાઈનર દ્વારા તૈયાર કરવામાં આવેલો લહેંગો કેમ પહેર્યો છે. એવું કેમ.

તેની પર મારો રિપ્લાઈ રહ્યો કે કોઈ બીજા દ્વારા બનાવેલી જ્વેલરી, 6 ઈંચની હિલ્સ અને નકલી આઈલેસિસ લગાવીને જો અમે ફેશન દેખાડી શકીએ છે તો સાઉથ એશિયલ લોકો દ્વારા તૈયાર કરેલા ડ્રેસને પહેરીને અમે ખુશી જાહેર કેમ ન કરી શકીએ. ફેશનનો મતલબ તો એ જ થાય છે કે દેશ-વિદેશના ડિઝાઈનર્સને એક સાથે એક જ જગ્યાએ લાવવા.

મેં પણ પાકિસ્તાનને રિપ્રિઝન્ટ કરવા માટે ઈન્ડિયન ડિઝાઈનરનો ડ્રેસ પહેર્યો છે. જો ફેશન જ એકમાત્ર એવી વસ્તુ હોઈ શકે છે, જ્યાં ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ અને હિંસાને ખતમ કરવામાં આવી શકે છે. તેના માટે પહેલું કદમ હું ઉઠાવીશ અને હું ગર્વથી આવાતનું પ્રતિનિધિત્વ પણ કરીશ. અનીસા શેખનો ઉછેર પાકિસ્તાની અને અમેરિકન કલ્ચરમાં થયો છે. અનીસા શેખે કહ્યું છે કે મને બાળપણથી શીખવાડવામાં આવ્યું છે કે કેવી રીતે ઈજ્જત આપીને તમે બે લોકોની વચ્ચે વસ્તુઓને સરખી કરી શકો છો. દુશ્મનીના બ્રિજને તોડી શકો છો અને લાઈફને સારી રીતે જીવી શકો છો.

જણાવી દઈએ અનાસા શેખ એક પ્રોફેશનલ સિંગર છે. પોતાના મ્યુઝિકથી તે રીહેબિલિટેશન સેન્ટર્સમાં હાજર લોકોને પ્રેરણા આપે છે અને ભણતર પણ. અનીસા શેખની સોશિયલ મીડિયા પ્રોફાઈલ પર એક નજર નાખશો તો તે એકદમ પરફેક્ટ ફિગરવાળી જોવા મળશે. ટોન્ડ બોડીની સાથે અનીસા શેખની હાઈટ પણ ઘણી સારી જોવા મળે છે. ઘણી વખત અનીસા શેખ પોતાના ગ્લેમરસ ફોટોશૂટને લઈને ચર્ચામાં જોવા મળે છે. મિસ ગ્રાન્ડ પાકિસ્તાનના ટાઈટલ માટે અનીસા શેખએ ઘણી મહેનત કરી હતી. 20 વર્ષની ઉંમરે આ તાજ પોતાના નામ પર કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp