અનુરાગ કશ્યપની દીકરી આલિયાએ ગ્રેગોઇર સાથે કરી સગાઈ, જાણો કોણ છે તેનો વિદેશી જમાઈ

PC: indianexpress.com

બોલિવુડના જાણીતા ફિલ્મ ડિરેકટરઅને પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહેતા અનુરાગ કશ્યપની દીકરી આલિયાની લગ્નની ચર્ચા ચાલી રહી છે. અનુરાગ કશ્યપના થનારો જમાઇ Shane Gregoire કોણ છે?  ફિલ્મ ડિરેકટર અનુરાગના ઘરમાં ખુશીઓની લહેર દોડી રહી છે. આલિયાને તેના બોયફ્રેન્ડ શેન ગ્રેગોઇરે લગ્ન માટે પ્રપોઝ કર્યું છે. આલિયા 22 વર્ષની છે અને જિંદગીની નવી શરૂઆત માટે અત્યંત ઉત્સાહિત છે.

અનુરાગ કશ્યપની દીકરી આલિયા કશ્યપે 20 મેના દિવસે તેના ફેન્સને જાણકારી આપી કે બોયફ્રેન્ડ શાને લગ્ન માટે પ્રપોઝ કર્યું છે અને એક લાખોની કિંમતની ડાયમંડ રિંગ પણ પહેરાવી છે. ટૂંક સમયમાં જ બંને લગ્નના બંધનમાં બંધાશે. આ સાથે આલિયાએ તેના મંગેતર સાથેનો લિપલોક ફોટો પણ શેર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. બંનેએ ઈન્ડોનેશિયાના બાલી શહેરમાં સગાઈ કરી હતી.

અનુરાગ કશ્યપનો થનારો જમાઇ Shane Gregoire 23 વર્ષનો છે અને અમેરિકાનો બિઝનેસમેન છે. તે Rocket Powered Sound નામની કંપનીનો ફાઉન્ડર છે. આ એક સોફ્ટવેર બનાવતી કંપની છે જે સાઉન્ડ ડિઝાઇનીંગ અને મ્યુઝીક પ્રોડ્કશન સ્કીલ ડેવલપ કરે છે.

આલિયા ઘણીવાર શેનની સાથે સોશિયલ મીડિયા પર ફોટોઝ શેર કરતી નજરે પડે છે. છેલ્લા 3 વર્ષથી આલિયા અને શેન એકબીજાને ડેટ કરી રહ્યા છે. આલિયાની સાથે શેન ઇન્ડિયા પણ વારંવાર આવતો રહે છે. આલિયા કશ્યપ એક બ્લોગર છે. યૂ ટ્યૂબ પર પોતાના વીડિયો શેર કરતી રહે છે.

આલિયા કશ્યપ અને શેનની લવ સ્ટોરીની શરૂઆત એક ડેટિંગ એપથી થઇ હતી. આલિયાએ પોતાના એક બ્લોગમાં કહ્યું છે કે તે વખતે હું સિંગલ હતી અને ડેટિંગ એપનો ઉપયોગ કરતી હતી.જ્યારે મેં શેન ને જોયો તો તે મને પસંદ આવ્યો હતો. શેનને જોઇને મેં રાઇટ સ્વીપ કર્યું હતું. જ્યારે શેને મારી રિક્વેસ્ટ જોઇ અને એ પછી અમારી વાતની શરૂઆત થઇ હતી. એ પછી અમારી સારી દોસ્તી થઇ અને દોસ્તી પ્રેમમાં બદલાઇ ગઇ. ત્યારથી બંને સાથે જ છે.

અનુરાગ કશ્યપ પોતાની દીકરીથી ખુશ છે. તેમણે અભિનંદન આપતી એક પોસ્ટ શેર કરી છે, જેમાં આલિયા ડાયમંડ રિંગ ફ્લોન્ટ કરતી નજરે પડે છે. અનુરાગે લખ્યું કે, તુ હવે મોટી થઇ ગઇ છે, એટલી મોટી કે તે સગાઇ કરી લીધી છે. મને તારા પર ગર્વ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp