કોણ છે ક્રિસ્ટોફર નોલન?, ‘ઓપેનહાઇમર’ ફિલ્મની લોકો કેમ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે?

હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર દરેક બાજુ ક્રિસ્ટોફર નોલનની ખૂબ ચર્ચા ચાલી રહી છે. તેમની ફિલ્મ ‘ઓપેનહાઇમર’ 21મી જુલાઇના રોજ રીલિઝ થવા જઇ રહી છે. ભારતમાં પણ આ ફિલ્મને લઇને લઇને લોકોમાં જોરદાર ક્રેઝ જોવા મળી રહ્યો છે. દેશમાં આ ફિલ્મની ટીકિટો મલ્ટીપ્લેક્સમાં 2400 રૂપિયા સુધી પણ વેચાઇ રહી છે. એવામાં તમને પણ જાણવાની ઉત્સુકતા હશે કે, ‘ઓપેનહાઇમર’ ફિલ્મમાં એવુ તો શું છે અને ક્રિસ્ટોફર નોલનમાં એવી તો શું વાત છે કે, તેમના નામથી જ ફિલ્મો બોક્સ ઓફિસ પર ધમાકો કરે છે.

‘ઓપેનહાઇમર’ અમેરિકન ભૌતિક વૈજ્ઞાનિક જે. રોબર્ટ ‘ઓપેનહાઇમર’ની બાયોપિક છે. ઓપેનહાઇમરે જ અમેરિકા માટે પહેલો પરમાણુ બોમ્બ બનાવ્યો હતો. તે મેનહેટ્ટન પ્રોજેક્ટના હેડ હતા, જેનો હેતુ જર્મની પહેલા અમેરિકા માટે પરમાણુ હથિયાર બનાવવાનો હતો. ફિલ્મ તેમના જીવન, પરમાણુ હથિયાર બનાવવા પાછળના વિચારો, હથિયાર બનાવતી વખતે તેમના ડરને પણ દર્શાવે છે, તેઓ સમજી ગયા હતા કે આ સુરક્ષા કરતા વધારે વિનાશ વેરે તેવું હથિયાર છે.

હવે વાત કરીએ ક્રિસ્ટોફર એડવર્ડ નોલનની. વર્ષ 1970માં 30મી જુલાઇના રોજ પૈદા થયેલા નોલન એક બ્રિટિશ અને અમેરિકન ફિલ્મ મેકર છે. તેઓ પડદા પર જટિલ અને મુશ્કેલ સ્ટોરી બતાવવા માટે જાણીતા છે. ક્રિસ્ટોફર નોલની ગણતરી 21મી સદીના સૌથી સારા ફિલ્મ ડાયરેક્ટર્સમાં થાય છે. પાંચ ઓસ્કર એવોર્ડ નોમિનેશન, પાંચ ફાર્ટા એવોર્ડ નોમિનેશન અને છ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ નોમિનેશન મેળવી ચૂકેલા ક્રિસ્ટોફર નોલનને 2015માં ટાઇમ મેગેઝીને વિશ્વના 100 સૌથી પ્રભાવશાળી લોકોના લિસ્ટમાં શામેલ કર્યા હતા. વર્ષ 2019માં તેમને તેમના યોગદાન માટે કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયરનું સન્માન મળ્યું હતું.

ક્રિસ્ટોફર નોલને નાની ઉંમરથી જ ફિલ્મ મેકિંગ શરૂ કરી દીધું હતું. યુનિવર્સિટિ કોલેજ લંડનથી અંગ્રેજી સાહિત્ય ભણતા ભણતા જ તેમણે શોર્ટ ફિલ્મ્સ બનાવવાનું શરૂ કર્યું હતું. વર્ષ 1998માં ફોલોઇંગ ફિલ્મ સાથે નોલને મોટા પડદા પર ડાયરેક્ટર તરીકે શરૂઆત કરી. તેમની બીજી ફિલ્મ મેમેન્ટોએ તેમને ઇન્ટરનેશનલ ઓળખ અપાવી. આ ફિલ્મને બેસ્ટ ઓરીજીનલ સ્ક્રીનપ્લે માટે એકેડમી એવોર્ડ્સમાં નોમિનેશન મળ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp