કોણ છે ઉર્ફી જાવેદ સાથે સીધો પંગો લેનારી મૂસ જટ્ટાના, લાઈવ સેશન પર થઈ હતી બબાલ

સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર મૂસ જટ્ટા આજકાલ ફરીથી ચર્ચામાં છે. મૂસ જટ્ટાના રિયાલિટી ડેટિંગ શો સ્પિલટ્સવિલામાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી કરવા જઈ રહી છે. હજુ તો તેની ઘરમાં એન્ટ્રી થઈ નથી, પરંતુ તે પહેલા જ મૂસે સોશિયલ મીડિયા સેન્સેશન ઉર્ફી જાવેદની સીધી ચેતવણી આપી દીધી છે. તેવામાં ચર્ચા શરૂ થઈ ગઈ છે કે આખરે મૂસ કોણ છે, જે પહેલા જ આટલા મોટા દાવાઓ કરી રહી છે. મૂસ જટ્ટાનાનું આખું નામ મુસ્કાન જટ્ટાના છે. 22 વર્ષની મૂસના માતાપિતા મોહાલીમાં રહે છે. જ્યારે તે દિલ્હીમાં રહે છે.

તેણે પોતાનો અભ્યાસ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નથી કર્યો છે. દિગવંત સિંગર સિદ્ધુ મૂસેવાલ તેનો પસંદગીનો સિંગર હતો. મૂસના ઈન્સ્ટાગ્રામ પર એવા ઘણા વીડિયો જોવા મળશે, જ્યાં તે સિંગરના ગીતો પર નાચતી જોવા મળી છે. તેનાથી પ્રેરણા લઈને મૂસે પોતાનું નામ મુસ્કાનથી મૂસ જટ્ટાના રાખી લીધું છે. તેના ફેન્સ અને મિત્રો પણ હવે તેને આ જ નામથી બોલાવે છે. સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર મૂસ બિગ બોસ ઓટીટીમાં પણ ભાગ લઈ ચૂકી છે. બિગ બોસ ઓટીટીના પહેલા દિવસે મૂસે પોતાના બબલી અંદાજથી બિગ બોસના ફેન્સના દિલ જીતી લીધા હતા. સોશિયલ મીડિયા પર પણ સામાન્ય રીતે તેની ઈમેજ આવી જ દેખાય છે. મૂસ પરંતુ વાત જ્યારે મહિલાઓના અધિકાર અથવા ખેડૂતોના અધિકારની આવે છે તો તે એકદમ કડક થઈ જાય છે. મૂસ આ મુદ્દાઓ પર પોતાની રાય આપવા માટે જાણીતી છે. મુસ્કાનનો એક વીડિયો વાયરલ મૂસ સોશિયલ મીડિયા પર ઘણો ચર્ચામાં રહ્યો હતો.

મૂસ બિગ બોસ ઓટીટીનો ભાગ રહી ચૂકી છે તો ઉર્ફી જાવેદને ન જાણવાનો સવાલ જ નથી ઉભો થતો. મૂસ બિગ બોસના ઘરની સૌથી નાની કન્ટેસ્ટન્ટ હતી, મૂસ જેટલી ખુશમિજાજ છે, તેટલી જ કોન્ટ્રોવર્સિયલ પણ છે. મૂસના ઘણા વીડિયોઝ પણ ઘણી બબાલ થઈ ગઈ છે. ઘણી વખત તે ટ્રોલિંગનો પણ શિકાર બની છે. પરંતુ તેને પણ તે સ્પોર્ટી રીતે લે છે. મૂસ પોતાના ઈન્સ્ટાગ્રામ બાયો અને પોસ્ટ દ્વારા લોકોને જવાબ આપે છે. હાલમાં તેનો બાયો છે- ઈંકલાબ ઝિંદાબાદ ઈતને બુરે ભી હમ નહીં.

મૂસ ઓસ્ટ્રેલિયન દક્ષિણ એશિયાઈ કેન્દ્રની બ્રાન્ડ એમ્બેસેડર છે. મૂસ સોશિયલી ઘણી એક્ટિવ છે. તે યુવાનો અને મહિલાઓ માટે જાગૃતતા ફેલાવવાનું કામ કરે છે. લૈંગિક સમાનતાને લઈને પણ મૂસ ઘણી પોસ્ટ કરે છે. મૂસે કહ્યું હતું કે તેને કોઈ જેન્ડરથી ફરક નથી પડતો. તે છોકરીઓને પણ ડેટ કરી શકે છે. તેના ઈન્સ્ટાગ્રામ પર ત્રણ લાખથી વધારે ફોલોઅર્સ છે. તે ઘણા વિવાદિત પોસ્ટ કરી ચૂકી છે. એટલું જ નહીં એક વખત પૈસા કમાવવા માટે તેણે અડધા કલાકનું ન્યુડ લાઈવ સેશન પણ કર્યું છે.

મૂસ બિગ બોસની સાથે સાથે એમટીવી રોડીઝમાં પણ ભાગ લઈ ચૂકી છે. મૂસ સમાજના બનાવેલા નિયમો માનતી નથી, તે સમાનતાના અધિકારોને સંપૂર્ણ રીતે માને છે અને તેમાં વિશ્વાસ રાખે છે. હવે તે સ્પલિટ્સવિલાનો ભાગ બનવાની છે. આ અંગે વાત કરતા તેણે કહ્યું કે હું બધાનો ભાંડો ફોડી દઈશ, બધુ ફેક છે. આ વખતની સીઝનમાં કોઈ સારા છોકરાઓ નથી. હું જઈને સૌના મોંઢા પર કહીશ. ગેમને પલટી નાખીશ. આમ તો મને કોઈ પસંદ નથી પરંતુ ઋષભ થોડો ઘણો ઠીક લાગે છે.

 
 
 
View this post on Instagram

A post shared by Moose Jattana (@moosejattana)

એક ઈન્ટરવ્યુમાં વાત કરતા ઉર્ફીની ફેશન સેન્સ પર વાત કરતા મૂસ જોરથી હસવા લાગી હતી. જેના પછી કહ્યું કે એવું લાગી રહ્યું છે બે મહિલાઓ પંચાત કરવા બેઠી છે. તેની ફેશન ચોઈસ એવી છે કે કોઈના પણ સમજની બહાર છે. તેની કોઈ ક્રિએટીવ સાઈડ નથી. તે બસ કંઈક અલગ કરે છે. બીજી તરફ તે વુમન એમ્પાવરમેન્ટની વાત કરે છે તો મને તેમાં તેની આ સાઈડ કશે જોવા નથી મળતી. તેની સ્ટાન્ડર્ડ ક્લિયર નથી.  

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.