જાણો કોણ છે એ સંત જેમણે અનુષ્કા અને વિરાટને ન ઓળખ્યા, દીકરીને આપ્યા આશીર્વાદ
હાલમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પોતાની પત્ની અનુષ્કા શર્મા અને દીકરી વામિકા સાથે વૃંદાવન પહોંચ્યો હતો. ત્યાં તેમણે સ્વામી પ્રેમનંદજી મહારાજ આશ્રમમાં જઇને શ્રીહિત પ્રેમાનંદ ગોવિંદ શરણજી મહરાજના દર્શન કર્યા હતા. પ્રેમાનંદ મહારાજે બંનેને આશીર્વાદ આપ્યા. સાથે જ તેમની નાની દીકરીને પણ આશીર્વાદ આપ્યા હતા, પરંતુ આ મુલાકાતની સૌથી અનોખી વાત એ હતી કે, તેમણે મીડિયામાં છવાયેલા વિરાટ કોહલી અને જાણીતી એક્ટ્રેસ અનુષ્કાને ન ઓળખી શક્યા.
સેલિબ્રિટી દંપતી સાથે આવેલા લોકોએ તેમનો પરિચય કરાવ્યો તો બાબાએ કોઇ વિશેષ પ્રતિક્રિયા ન આપી. સામન્ય ભક્તોની જેમ તેમને આશીર્વાદ આપ્યા. તેમની મુલાકાતનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો તો લોકોને એ જાણવાની ઇચ્છા થઇ કે, આ બાબા આખરે કોણ છે, જે આ બંનેના પરિચયથી અજાણ છે? શ્રીહિત પ્રેમાનંદ ગોવિંદ શરણજી મહારાજનો જીવન પરિચર ઇન્ટરનેટ પરિચય પર રસ મહિમા નામની વેબસાઇટ પરથી મળ્યો છે.
એક યુટ્યુબ ચેનલ પણ છે, જેના પર બાબાના પ્રવચન વગેરે ચાલે છે. તેના લગભગ 3 લાખ સબ્સ્ક્રાઇબર્સ પણ છે. બાબા હાલમાં તો વૃંદાવનમાં રહે છે, પરંતુ તેઓ મૂળ કાનપુરના સરસોલ બ્લોકના અખરી ગામના રહેવાસી છે. તેમના પિતાનું નામ શંભુ પાંડે છે, તો માતાનું નામ રામ દેવી છે. જન્મ બાદ તેમને મહારાજ અનિરુદ્ધ કુમાર પાંડેના નામથી ઓળખવામાં આવ્યા. બાળપણથી જ તેઓ ધાર્મિક પ્રવૃત્તિના હતા. ખૂબ ઓછી ઉંમરમાં જ તેમણે ઘર છોડી દીધું હતું. પહેલા તેઓ બનારસ ગયા, ત્યારબાદ વૃંદાવન આવી ગયા. અહીં તેમને ગુરુ મળ્યા.
તેમના ગુરુનું નામ એક જગ્યાએ શ્રી ગૌરંગી શરણજી મહારાજ બતાવવામાં આવ્યું છે. ગુરુ પાસે દીક્ષા મળ્યા બાદ પ્રેમાનંદજી વૃંદાવનમાં જ રોકાઇ ગયા અને ત્યાં જ આશ્રમમાં રહે છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ 4 જાન્યુઆરી 2023ના રોજ વૃંદવનના એક આશ્રમની મુલાકાત લીધી હતી. કપલ શ્રીહિત પ્રેમાનંદ ગોવિંદ શરણજીને મળવા પહોંચ્યું હતું. વાયરલ થયેલી તસવીરોમાં અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી જમીન પર બેઠા નજરે પડી રહ્યા છે અને કપલની લડકી દીકરી વામિકા પોતાની માતાના ખોળામાં બેઠી દેખાઇ રહી છે. તસવીરમાં વિરાટ-અનુષ્કા હાથ જોડતા મહારાજને નમન કરતા નજરે પડી રહ્યા છે.
વિરાટ, અનુષ્કા અને તેમની દીકરી વામિકાએ નવેમ્બર 2022માં નૈનીતાલ, ઉત્તરખંડનો પ્રવાસ કર્યો હતો. આ દરમિયાન કપલ ત્યાંનાં જાણીતા મંદિરોના દર્શન કરતું નજરે પડ્યું હતું. આ દરમિયાન કેચી ધામ મંદિરના દર્શન પણ કર્યા હત। ત્યારબાદ બંને બાબા નીમ કરોલીના આશ્રમમાં પણ દર્શન કરવા પહોંચ્યા હતા. પોતાના આ પ્રવાસ પર સ્ટાર કપલે ફેન્સ સાથે ખૂબ તસવીરો પણ ખેચાવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp