26th January selfie contest

મિસ્ટ્રી ગર્લ સાથે આરવ ભાટિયાનો ફોટો વાયરલ, જાણો કોણ છે આ છોકરી

PC: aajtak.in

અક્ષય કુમાર બોલિવુડના જાણીતા સુપર સ્ટાર્સમાંનો એક છે. તેના કામની સાથે સાથે તેના પરિવારને પણ ફેન્સ ઘણો પસંદ કરે છે. અક્ષયના બે બાળોકો છે- આરવ ભાટિયા અને નિતારા ભાટિયા. ભલે આ બંને બાળકો લાઈમલાઈટ દૂર હોય, પરંતુ ફેન્સ બંનેને ક્યાંક ને ક્યાંક જોઈ જ લે છે. હવે આરવનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે એક મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળ્યો છે. 20 વર્ષના આરવ ભાટિયાનો આ ફોટો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલા આ ફોટામાં તે એક ક્યુટ છોકરી સાથે જોવા મળી રહ્યો છે. તેવામાં ફેન્સ એ જાણવા માટે આતુર થઈ રહ્યા છે કે આખરે આ છોકરી કોણ છે. આ છોકરી ખરેખરમાં આરવની કઝીન છે. આ કોઈ નહીં પરંતુ ટ્વિંકલ ખન્નાની બહેન રિન્કી ખન્નાની છોકરી છે. આરવ ભાટિયાની કઝીનનું નામ નાઓમિકા સરન છે અને તે 18 વર્ષની છે.

 
 
 
View this post on Instagram

A post shared by Naomika Saran (@naomika14)

શનિવારે નાઓમિકાએ ભાઈ આરવ સાથે એક સેલ્ફી ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ ફોટામાં બંનેને હસીને પોઝ આપતા જોવામાં આવે છે. બ્લૂ શર્ટ પહેરેલો આરવ ઘણો સુંદર લાગી રહ્યો છે. તેના ગળામાં ઘણું સ્ટાઈલિશ નેકલેસ જોવા મળે છે, જ્યારે નાઓમિકા વ્હાઈટ ડ્રેસ અને લોકેટ પહેરીને ક્યુટ લૂકમાં દેખાઈ રહી છે. બંનેના આ ફોટાને લોકો દ્વારા સોશિયલ મીડિયામાં ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર નાઓમિકાની સારી એવી ફેન ફોલોઈંગ છે. તેવામાં ફેન્સ તેના વખાણ કરવામાં પાછળ રહ્યા નથી. એક યુઝરે લખ્યું છે- હું ઈચ્છું છું કે આ બંને એક્ટિંગ કરવાનું શરૂ કરી દે. તો બીજાએ લખ્યું છે- બંનેની આંખો કેટલી સુંદર છે. અન્ય એક યુઝરે લખ્યું છે- બંને મારા ફેવરિટ ભાઈ-બહેન છે. બીજા ઘણા યુઝર્સ પણ આરવ અને નાઓમિકાને ક્યુટ કહી રહ્યા છે.

નાઓમિકા સરન રિંકી ખન્ના અને તેના પતિ સમીર સરનની છોકરી છે, રિંકી સુપરસ્ટાર રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાની નાની છોકરી છે. તેણે 1999માં પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. રિંકીને 'જિસ દેશમાં ગંગા રહેતા હૈ', 'મુજે કુછ કહેના હૈ', 'યે હૈ જલવા', 'ચમેલી' અને 'ઝન્કાર બીટ્સ' જેવી ફિલ્મોમાં જોવામાં આવી હતી. મોટી બહેન ટ્વિંકલ ખન્નાની જેમ રિંકીએ પણ એક્ટિંગને અલવિદા કહી દીધું છે અને હાલમાં તે લંડનમાં રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp