- Entertainment
- ઐશ્વર્યા રાય બચ્ચને જણાવ્યું- 4 વર્ષ ફિલ્મથી કેમ દૂર રહી
ઐશ્વર્યા રાય બચ્ચને જણાવ્યું- 4 વર્ષ ફિલ્મથી કેમ દૂર રહી
થોડા સમય પહેલા ઐશ્વર્યા રાયે કાન ફિલ્મ ફેસ્ટીવલમાં પોતાની સુંદરતાના કામણ પાથર્યા છે. આ ખુબસુરત અભિનેત્રીએ કાનમાં એક ઇન્ટરવ્યૂમાં પોતે ફિલ્મોથી 4 વર્ષ કેમ દુર રહી તેની વાત કરી છે.ઐશ્વર્યાનું ઐશ્વર્ય ચર્ચામાં છે.
બોલીવુડની જાણીતી અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનનો કાન ફિલ્મ ફેસ્ટિવલનો લૂક સોશિયલ મીડિયા પર છવાયેલો છે. ઐશ્વર્યા રાય બચ્ચને કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મી પડદે ન આવવાનું કારણ જણાવ્યું છે. ઐશ્વર્યાએ પોતાને proverbial tortoiseનું ટેગ આપ્યું છે. અભિનેત્રીની આગામી ફિલ્મના નિર્દેશક મણિરત્નમ છે. ચાહકો આ ફિલ્મની રીલિઝની રાહ જોઈ રહ્યા છે.

બોલિવૂડ દિવા ઐશ્વર્યા રાય બચ્ચન કાનમાં તેના અદભૂત લુકને કારણે ચર્ચામાં છે. કાનમાં ઐશ્વર્યા રાય બચ્ચનનું ચાર્મ જોયા બાદ ચાહકોને આશા છે કે તે બહુ જલ્દી સિલ્વર સ્ક્રીન પર જોવા મળશે. જાણવા મળી રહ્યું છે કે, ઐશ્વર્યા રાય વર્ષ 2018 થી કોઈપણ ફિલ્મમાં જોવા મળી નથી. લગભગ 4 વર્ષ સુધી તેમની એક પણ ફિલ્મ રીલિઝ થઈ નથી.

ઐશ્વર્યા રાય બચ્ચને કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મી પડદે ન આવવાનું કારણ જણાવ્યું. ઐશ્વર્યાએ 4 વર્ષ સુધી તેની કોઈ પણ ફિલ્મ રીલિઝ ન થવા અંગે વાત કરતી વખતે પોતાની જાતને proverbial tortoiseનું ટેગ આપ્યું છે. તેણે કહ્યું, છેલ્લા બે વર્ષમાં જે પણ થયું તે એક નેચરલ બ્રેક હતો જે આપણે બધાએ લીધો. હું એક એવી વ્યક્તિ છું જે વાસ્તવિક રહે છે, આ હું છું. આ મારી પ્રાથમિકતાઓ છે. આ બે વર્ષ પડકારજનક હતા. મારો હેતુ વાસ્તવિકતા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો હતો.

હું ક્યારેય એવી વ્યક્તિ નથી રહી જે અપેક્ષાઓ પર ખરી ઉતરી ઉતરી હોય. જે કહે, હે, ભગવાન, સમય પસાર થઈ રહ્યો છે, કેમ આ વર્ષે કોઈ ફિલ્મ રીલિઝ થઈ નથી?. ઐશ્વર્યાએ કહ્યુ કે હું કયારેય પણ ધારણાંમાં જીવનારી વ્યકિત નથી રહી.
ઐશ્વર્યા રાયે કહ્યું કે એટલા માટે નેચરલી, જયારે દુનિયા, આપણા પરિવાર અને જિંદગી આ બધું સહન કરી રહી છે. એ સમયે હું ખુશ કિસ્મત છું કે મને વાસ્તવિક્તા પર ફોકસ કરવાનો સમય મળ્યો અને એ વાત પર ફોકસ ન કર્યું કે હે, ભગવાન, બે વર્ષ ફિલ્મ કેમ રીલિઝ ન થઇ?

આ ઈન્ટરવ્યુમાં ઐશ્વર્યા રાય બચ્ચને તેના આગામી પ્રોજેક્ટ વિશે વાત કરી ન હતી. પરંતુ ખૂબ જ ટૂંક સમયમાં ચાહકો અભિનેત્રીને એક મજેદાર પ્રોજેક્ટનો ભાગ બનતા જોશે.

