26th January selfie contest

મારા નસીબમાં આટલું દુઃખ કેમ છે? લગ્નની વાત પર પાપારાઝી સામે રડી પડી રાખી સાવંત

PC: bollywoodshaadis.com

રાખી સાવંત ફરી એકવાર પોતાના લગ્નને લઈને ચર્ચામાં છે. રાખીએ થોડા દિવસ પહેલા જ ખુલાસો કર્યો હતો કે તેના લગ્ન બોયફ્રેન્ડ આદિલ દુર્રાની સાથે થઈ ગયા છે. રાખીએ રડતા આ વાતનો ખુલાસો કર્યો હતો. તેમના લગ્નની તસવીરો પણ શેર કરી હતી. લગ્નના સમાચાર આવ્યા બાદ એવું માનવામાં આવતું હતું કે અભિનેત્રીએ પોતાનું નામ બદલીને ફાતિમા રાખી લીધું છે. જોકે આદિલે આ વિશે વાત કરવાનો અને લગ્નનો સ્વીકાર કરવાનો ઇનકાર કર્યો હતો. હવે રાખી સાવંતનો એક નવો વીડિયો સામે આવ્યો છે.

મુંબઈમાં રાખી સાવંતને પૈપરાઝી દ્વારા જોવામાં આવી હતી. અહીં રાખીને તેના લગ્ન વિશે સવાલો પૂછવામાં આવ્યા, જેનો જવાબ આપતાં અભિનેત્રી રડી પડી. રાખીએ ફોટોગ્રાફર્સને કહ્યું કે તેની માતાને આદિલ દુર્રાની સાથેના લગ્ન વિશેની વાતની ખબર નથી. રડતાં રડતાં રાખીએ આ વિશે કહ્યું, 'હજુ સુધી મારી માતાને ખબર નથી. ગઈકાલે જ મારા માસી અને મામા, પરીવારના સભ્યોને ખબર પડી. બધા કહે છે કે આ સમાચાર માતા સુધી ન પહોંચવા જોઈએ. પરંતુ મમ્મી ભાનમાં આવશે અને આ સમાચાર સાંભળશે તો ખબર નહીં તેના પર શું અસર થશે.

રાખી સાવંતે આકાશ તરફ જોઈ કહ્યું, 'મારા નસીબમાં આટલું દુઃખ કેમ છે?' તે આગળ કહે છે, 'ન તો હું ખાઈ શકું છું અને ન તો હું સૂઈ શકું છું. કાઈ જ કરી શકતી નથી. આ પછી રાખી સાવંતને પૂછવામાં આવ્યું કે આદિલના પરિવારજનોએ આ વિશે શું કહ્યું? આના પર તેણે જવાબ આપ્યો, ' આદિલના પરિવારના સભ્યો સાથે મારી વાત થઈ છે. તેમણે તેને સમજાવ્યું. તેઓ ખૂબ સારા છે. તેમણે સમજાવ્યું કે ભાઈ, જો તે સાચે જ લગ્ન કર્યા છે તો સ્વીકારવામાં શું નુકસાન છે. તેના પરિવારના સભ્યો ખૂબ સારા છે. તેઓને સમય લાગશે મને સ્વીકારવા માટે પરંતું આદિલે તો મારી સાથે વચનો લીધા છે...' આમ કહીને રાખી રડતી કારમાં બેસી ગઈ.

સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. કોમેન્ટ સેક્શનમાં ફેન્સ અભિનેત્રીને આશ્વાસન આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, 'તમે સમજદારીથી કામ નથી કરતા, દરેક તમારો ઉપયોગ કરે છે.' બીજાએ લખ્યું, 'મને તેમના માટે ખરાબ લાગે છે.' એવા ઘણા એવા પણ યુઝર્સ છે જેઓ રાખીના રડવાને ડ્રામા અને એક્ટિંગ કહી રહ્યા છે.

 
 
 
View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

થોડા દિવસો પહેલા રાખીએ હોસ્પિટલનો એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં તેની માતા જોવા મળી હતી. રાખીએ જણાવ્યું હતું કે તેની માતાને કેન્સરની સાથે બ્રેઈન ટ્યુમર પણ છે. માતા વિશે સાંભળીને તે ખૂબ રડી હતી. તેણે જણાવ્યું હતુ કે માતા માટે કે બીગવોસ મરાઠી માંથી બહાર આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp