ઉર્ફી જાવેદને જોઈએ છે સિક્યોરિટી, ધમકીઓ વચ્ચે એક્ટ્રેસે કરી દિલની વાત

PC: instagram.com/urf7i/

ઉર્ફી જાવેદ પોતાના કામ અને શોઝથી વધારે પોતાના લૂક્સ અને ફેશન સેન્સ માટે જાણીતી છે. હાલમાં જ એક્ટ્રેસ એટલા માટે ચર્ચામાં હતી કારણ કે તેણે પોતાના માટે સિક્યોરિટીની માંગ કરી હતી. ઉર્ફી જાવેદે થોડા સમય પહેલા એક ઈન્ટરવ્યુ આપ્યું હતું, જેમાં હસીનાએ પોતાનું દિલ ખોલીને મૂકી દીધું હતું. ઉર્ફીએ કહ્યું હતું કે, તેને સિક્યોરિટી કેમ જોઈએ છે. તે આ રીતના બોલ્ડ આઉટફીટ્સ અને લૂક્સ શા માટે પહેરે છે. તેનો પરિવાર આ અંગે શું વિચારે છે અને કહે છે. આ સિવાય રોજની તેને જે રેપ અને મર્ડરની ધમકીઓ મળે છે તેની પર એક્ટ્રેસનું શું રિએક્શન હોય છે. આ તમામ સવાલના જવાબ તેણે પોતાના ઈન્ટરવ્યુમાં આપ્યા છે.

 
 
 
View this post on Instagram

A post shared by Uorfi (@urf7i)

મહારાષ્ટ્રના એક મહિલા સંગઠને હાલમાં જ મુંબઈ પોલીસને વિનંતી કરી હતી કે ઉર્ફી જાવેદને સિક્યોરિટી આપવામાં આવે. ઉર્ફીએ સિક્યોરિટીની માંગણી કેમ કરી તે અંગે તેણે કહ્યું હતું કે તે લોકોના તેના કપડાં પરના રિએક્શન અને કેટલાંક નેતાઓની તેના વિરુદ્ધની ફરિયાદના કારણે તે ઘણું અસુરક્ષિત મહેસૂસ કરે છે અને આથી તેને લાગે છે કે તેને સિક્યોરિટીની જરૂર છે. ઉર્ફી જાવેદે આ ઈન્ટરવ્યુમાં એ પણ કહ્યું હતું કે કંઈ રીતે રોજે રોજ તેને સોશિયલ મીડિયા પર અને ફોન પર પણ રેપ અને મર્ડરની ધમકીઓ મળતી રહે છે, જેનાથી તે ઘણી પરેશાન છે.

તેની સુરક્ષાને લઈને તેના માતા પિતા પણ એટલા જ પરેશાન છે. ઉર્ફીએ કહ્યું છે કે તે આ રીતના કપડાં લોકોનું અટેન્શન પોતાની તરફ કરવા માટે પહેરે છે અને આ વાતનો તે સ્વીકાર પણ કરે છે. તેનું માનવું છે કે આ ઈન્ડ્સ્ટ્રીમાં સૌને ફેમ અને અટેન્શન જોઈએ છે અને તેવામાં આ તેની રીત છે, તો તેમાં કંઈ ખોટું નથી.

થોડા દિવસો પહેલા જ તેણે એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેણે માત્ર તેના વાળની ચોટલીની મદદથી પોતાના ઉપરના ભાગને ઢાંકેલો છે અને શરીર પર એકમાત્ર કપડું પહેરેલું જોવા મળે છે. તે આવા અજીબો ગરીબ રીતના કપડાં પહેરીને લોકોનું ધ્યાન પોતાની તરફ કેન્દ્રિત કરતી રહે છે અને આમાં તે ઘણે અંશે સફળ પણ થઈ છે. બોલિવુડના ઘણા મોટા ફેશન ડિઝાઈનરોએ પણ ઉર્ફીના વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલા કપડાં અને ફેશન સેન્સના વખાણ કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp