કુબ્રા નવાઝુદ્દીનને કિસ કર્યા પછી કહેતી- ચલ સેક્સ સીન કરીએ કારણ કે...

PC: twitter.com

કુબ્રા સૈત પોતાના ઇન્ટર્વ્યુમાં કેટલીક વખત સેક્રેડ ગેમ્સના સેક્સ સીન વિશે પણ વાત કરી ચૂકી છે. તેમણે પહેલા કહ્યું હતું કે, તે આ સીન પછી ખૂબ રડી હતી. ફિલ્મમાં કુબ્રા ટ્રાન્સજેન્ડર કુક્કૂના રોલમાં હતી. હવે તેણે પોતાના કો સ્ટાર નવાઝુદ્દીન સાથે થયેલો કિસ્સો પણ સંભળાવ્યો. કુબ્રાએ નવાઝુદ્દીનના વખાણ કરતા કહ્યું કે, તે ઘણો સારો વ્યક્તિ છે. તેણે કહ્યું કે, નવાઝ એટલો શરમાતો હતો કે, તેને પકડીને સેક્સસીન કરાવવો પડતો હતો. એટલું જ નહીં કુબ્રા તેને કિસ કરીને ચીડવતી પણ હતી કે ચલ સેક્સ સીન કરીએ.

સેક્રેડ ગેમ્સમાં કુબ્રા અને નવાઝુદ્દીનના ઇન્ટીમેટ સીન્સ છે. સીરીઝનો ડાયરેક્ટર અનુરાગ કશ્યપ હતો. તેમાં સૈફ અલી ખાન અને રાધિકા આપ્ટેએ પણ એક્ટિંગ કરી છે. મીડિયા સાથેની વાતચીતમાં કુબ્રાએ સેક્સ સીન વિશે કહ્યું કે, તે સીન પહેલા દિવસે શૂટ થયો હતો. આ દિવસનો છેલ્લો સીન હતો. મને જઇને આ સીનને પૂરો કરવાનો હતો.

મને યાદ છે કે, અમે સીન પૂરો કર્યો અને તેને કરવામાં અમને 7 ટેક લાગ્યા હતા. સાતમા ટેક સુધી, હું ભૂલી ગઇ હતી કે મેં કેટલા કલાક શૂટિંગ કર્યું. હું જમીન પર પડી ગઇ અને ઉઠી ન શકી. હું એટલી થાકી ગઇ હતી અને રડતી હતી. નવાઝ અને અનુરાગ કશ્યપે મને ઉઠાડી અને ભેટી પડ્યા કારણ કે, હું રડી રહી હતી અને મેં ધીમેથી કટ સાંભળ્યું.

કુબ્રાએ નવાઝુદ્દીન સિદ્દીકી વિશે કહ્યું કે, હું તેમને પસંદ કરું છું. તે ઘણો સારો વ્યક્તિ છે અને એક સારો કો એક્ટર પણ છે. તે ઘણો શરમાળ વ્યક્તિ પણ છે અને અમારા બધા સીન્સ સાથે પણ હતા. તેઓ આ ધરતી પરના સૌથી વધારે શરમાતો વ્યક્તિ છે. તેથી તેને પકડી પકડીને સીન કરાવવો પડતો હતો. હું જઇને તેના ગાલ પર કિસ કરતી હતી અને બોલતી હતી કે, ચલ સેક્સ સીન કરીએ. એ મારું કામ છે અને મારે તેના માટે માહોલ બનાવવો પડતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp