કંગના 2024ની લોકસભા ચૂંટણી લડશે? દ્વારકામાં આપ્યા આ સંકેત
બોલિવુડ અભિનેત્રી કંગના રણૌત મોટોભાગે પોતાના નિવેદનોને લઇ ચર્ચામાં રહે છે. આ વખતે તેણે 2024ની લોકસભા ચૂંટણી લડવાનો સંકેત આપ્યો છે. હાલમાં જ કંગનાની ફિલ્મ તેજસ રીલિઝ થઇ છે. જોકે, તેજસની કમાણીએ કંગનાને કંઇક ખાસ ખુશી આપી નથી. ફિલ્મની રીલિઝ પછી કંગના ગુજરાતના પ્રસિદ્ધ મંદિર દ્વારકા પહોંચી હતી. જ્યાં તેણે ભગવાનના દર્શન કર્યા અને દ્વારકાધીશ મંદિરમાં માથુ નમાવ્યું.
આ દરમિયાન કંગનાએ મીડિયા સાથે વાત કરી અને વાત વાતમાં ચૂંટણી લડવાના સંકેત પણ આપી દીધા. કંગનાને 2024ની લોકસભા ચૂંટણી લડવાને લઇ સવાલ કરવામાં આવ્યા હતા. જેના જવાબમાં કંગના રણૌતે કહ્યું કે, જો ભગવાન શ્રીકૃષ્ણની કૃપા રહી તો લોકસભા ચૂંટણી લડશે. અભિનેત્રીના આ નિવેદન પછી એવું માનવામાં આવી રહ્યું છે કે જો તેને તક મળશે તો તે ચૂંટણી લડી શકે છે.
પાછલા ઘણાં વર્ષોથી કંગનાને લઇ એવી ખબરો સામે આવી રહી હતી કે તે ચૂંટણી લડી શકે છે. કંગનાએ અત્યાર સુધીમાં ભારતીય રાજકારણને લઇ ઘણાં નિવેદનો આપ્યા છે. એવામાં તેનું રાજકારણમાં પોતે ભાગ બનવો મોટી ખબર બની શકે છે. કંગના મોટેભાગે ઘણાં મુદ્દા પર પોતાના વિચાર રજૂ કરતી રહે છે. જેને લીધે તે વિવાદોનો શિકાર થતી રહે છે. મોદી સરકારની નવી નીતિઓનું તે સમર્થન કરતી રહે છે. જેને લઇ તે વિરોધીઓના નિશાના પર આવતી રહે છે.
થોડા દિવસ પહેલા જ રીલિઝ થયેલી કંગનાની ફિલ્મ તેજસ ભલે બોક્સ ઓફિસ પર કશું ઉકાળી શકી નહી. પણ ફિલ્મને લઇ તેણે ખાસ્સો બઝ ક્રિએટ કર્યો. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને કંગનાએ આ ફિલ્મ દેખાડી અને તેમણે આ ફિલ્મની પ્રશંસા કરી. એટલું જ નહીં ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર ધામી પણ આ ફિલ્મ જોવા પહોંચ્યા હતા. કંગનાએ પોતે સોશિયલ મીડિયા પર ફોટો શેર કરી જણાવ્યું હતું કે ભાજપા નેતાઓને તેની આ ફિલ્મ ઘણી પસંદ આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp