બીજા લગ્નનો કોઈ ઇરાદો નથી, આલિયા આખી જિંદગી બોયફ્રેન્ડ સાથે વિતાવવા માગે છે

PC: hindi.bollywoodshaadis.com

આલિયા સિદ્દીકી હવે નવાઝુદ્દીન સિદ્દીકી સાથેના તેના 19 વર્ષના સંબંધોમાંથી આગળ વધી રહી છે. આલિયા સિદ્દીકીએ તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને નવા સંબંધનો સ્વીકાર કરી લીધો છે. તેણે સોશિયલ મીડિયા પર તેના નવા પાર્ટનર સાથેની તસવીર પણ શેર કરી છે. શું આલિયા સિદ્દીકી ફરીથી લગ્ન કરવાના મૂડમાં છે? મીડિયા સૂત્રો સાથેની વાતચીતમાં તેણે પોતે જ આનો જવાબ આપ્યો હતો.

મીડિયા સૂત્રો સાથે ખાસ વાતચીત દરમિયાન આલિયા સિદ્દીકીએ પોતાના સંબંધો વિશે ખુલીને વાત કરી હતી. આલિયા પહેલા તો નવાઝ સિદ્દીકી સાથેના સંબંધો પર કહે છે, 'મેં મારા જીવનના લગભગ 19 વર્ષ એક પુરુષને આપી દીધા હતા. મેં નવાઝને ખૂબ જ પ્રેમ કર્યો હતો. કદાચ આ વાતનો અંત તો આવવાનો જ નથી. પરંતુ હું પણ એક માણસ છું, મને પણ આ સમયે કોઈનો સાથ અને એવા હાથની જરૂર છે.'

આલિયા આગળ કહે છે, 'હું ઓછામાં ઓછી એક એવી વ્યક્તિ ઈચ્છતી હતી કે જે મને સમજી શકે. આ દરમિયાન કોઈએ મારી સામે તે હાથ લંબાવ્યો અને મને તે વ્યક્તિ ખૂબ ગમ્યો, તેથી મેં પણ આ વાત સોશિયલ મીડિયા પર મૂકી દીધી. હવે આ પોસ્ટ માટે મારી સાથે દુર્વ્યવહાર પણ થયો છે, ઘણા લોકો મારા વખાણ પણ કરી રહ્યા છે. મેં કોઈ ખાસ હેતુ માટે આ પોસ્ટ નથી કરી. તે મારી લાગણીઓ હતી, જે મેં વ્યક્ત કરી હતી.'

આ નિર્ણય પર આલિયા સિદ્દીકી કહે છે, 'હું મારા આ નિર્ણયથી ખુશ છું. લોકો શું વિચારે છે તેની મને જરા પણ પરવા નથી. જો મારી સાથે કંઇક ખોટું થાય છે, તો આ લોકો મદદ કરવા પણ આવતા નથી, તો હું શા માટે તેમની ચિંતા કરું. હું જાણું છું, કારણકે, હું સેલિબ્રિટીની પત્ની છું, તેનાથી મારી ઈમેજમાં ઘણો ફરક પડશે. લોકો મારા પર દબાણ કરશે કે, ભાઈ તું લગ્ન નહીં કરી શકે અથવા તું બોયફ્રેન્ડ ન રાખી શકે, હું માનું છું કે લોકોએ તેમની વિચારસરણી બદલવી જોઈએ, દરેક સ્ત્રીને તેનું જીવન જીવવાનો સંપૂર્ણ અધિકાર છે.'

 
 
 
View this post on Instagram

A post shared by Aaliya Siddiqui (@aaliyanawazuddin)

વેડિંગ પ્લાનિંગ પર આલિયા સિદ્દીકી કહે છે, 'ના... મારા ખાસ મિત્ર સાથે મારી આવી કોઈ કમિટમેન્ટ નથી. હું મારી આખી જીંદગી તેની સાથે આમ જ લગ્ન કર્યા વગર, આ રીતે વિતાવવા માંગુ છું. હકીકતમાં, મારે અત્યારે કોઈ લગ્નના નામનું લેબલ જોઈતું નથી. હું આમ જ ખુશ છું.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp