સતીષ કૌશિક કેસઃ ફાર્મહાઉસના માલિકની પત્નીએ કહ્યું 15 કરોડ માટે તેના પતિએ જ...

PC: bbc.com

બોલિવુડ એક્ટર અને ફિલ્મ ડિરેક્ટર સતીશ કૌશિકના મોતના કેસમાં નવા નવા ટ્વીસ્ટ આવી રહ્યા છે. સતીશ કૌશિકના મિત્રની પત્નીએ પોતાના જ પતિ પર સતીશ કૌશિકની હત્યાની આશંકા વ્યક્ત કરતા ખૂબ જ ગંભીર આરોપ લગાવ્યા છે. તેણે આ કેસની ઉચ્ચ સ્તરીય તપાસ માટે દિલ્હી પોલીસ કમિશરને ચિઠ્ઠી લખી છે અને તેની કોપી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જ દિલ્હીના ઉપરાજ્યપાલને પણ મોકલી છે. મોત અગાઉ સતીશ કૌશિક દિલ્હીમાં પોતાના મિત્ર વિકાસ માલૂના ફાર્મ હાઉસની પાર્ટીમાં સામેલ થયા હતા. 

સાન્વીએ સતીશ કૌશિકના શંકાસ્પદ મોત માટે પોતાના જ પતિ પર શંકા વ્યક્ત કરતા આ કેસની તપાસ માટે દિલ્હી પોલીસના કમિશનર સંજય અરોડાને ચિઠ્ઠી લખી છે. સાન્વીએ આ ફરિયાદ E-mail દ્વારા કરી છે. સતીશ કૌશિકના મિત્ર વિકાસ માલૂની પત્ની સાન્વી માલૂએ જણાવ્યું કે, સતીશ કૌશિક મારા પતિના મિત્ર હતા અને તેઓ મોટા ભાગે ભારત અને દુબઈમાં અમારા ઘરે પણ આવતા હતા. વિકાસ માલૂએ લગભગ 3 વર્ષ અગાઉ સતીશ કૌશિક પાસેથી 15 કરોડ રૂપિયા રોકાણ માટે ઉધાર લીધા હતા, તેને હવે તે પાછો આપી રહ્યો નહોતો.

એ જ પૈસાઓની લેવડ-દેવડને લઈને તેમની વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. ગયા વર્ષે ઓગસ્ટમાં રોજ દુબઈમાં એ બંને વચ્ચે પૈસાઓને લઈને ઝઘડો પણ થયો હતો. ઝઘડા દરમિયાન તે પણ ત્યાં ઉપસ્થિત હતી. વિકાસે ત્યારે તેમને ભારત જઈને પૈસા પરત કરવાની વાત કહી હતી. સાન્વીએ જણાવ્યું કે, ઝઘડાવાળી રાત્રે  બેડરૂમમાં જ્યારે તેણે પતિ વિકાસને પૂછ્યું કે, ‘આ સતીશજી કયા પૈસા માગી રહ્યા હતા. તો વિકાસે કહ્યું હતું કે, ‘આ ઠરકીએ 15 કરોડ રૂપિયા આપી રાખ્યા છે, જે કોરોનામાં ડૂબી ગયા.

તેણે કહ્યું કે, પછી મેં તેને પૂછ્યું કે, હવે શું થશે? તો તેણે કહ્યું કે, સાલો ઠરકી છે, કોઈ દિવસે રશિયન બોલાવીને બ્લૂ પીલ્સનો ઓવર ડોઝ આપી દઇશું, તો આમ જ મરી જશે. તેને કોણ પૈસા પરત કરી રહ્યું છે. મારો પતિ વિકાસનું અલગ-અલગ પ્રકારના ડ્રગ્સ જેમ કે કોકિન, MDMA, JBH, ગાંજો, બ્લૂ પીલ્સ, પિન્ક પીલ્સ નશાની દવાઓનું મોટું કનેક્શન છે જેનો ઉપયોગ તે દિલ્હીના બધા ફર્મ ફાઉસોની પાર્ટીઓમાં કરે છે. હું જ્યારે તેને પૂછતી હતી તો આ ડ્રગ્સ અને પીલ્સ શા માટે આવ્યા છે તો તે મને કહેતો હતો ‘તું નહીં સમજે.’

સાન્વીએ આરોપ લગાવ્યો કે, ઑગસ્ટ 2022માં પણ સતીશ કૌશીકે ફરીથી પોતાના 15 કરોડ રૂપિયા પાછા માગ્યા તો વિકાસ ગુસ્સે થઈ ગયો અને બોલ્યો ‘તને કહી દીધું છે કે નુકસાન થઈ ગયું છે, પરંતુ તને ભારત જઈને આપી દઇશ અને વધારે બોલબોલ ન કર. તે 15 કરોડ રૂપિયા રોકડા આપ્યા છે, તું કોઈ કાયદાકીય કાર્યવાહી નહીં કરી શકે. શાંતિ રાખ, એ સાંભળીને સતીશ કૌશિક ત્યાંથી ઊઠીને જતા રહ્યા અને વિકાસને બોલ્યા ‘તે મને 15 કરોડ રૂપિયાની પ્રોમિસરી નોટિસ આપી છે. એ જ રાત્રે વિકાસે મને કહ્યું હતું કે, સતીશ કૌશિકની જલદી વ્યવસ્થા કરવી પડશે નહીં તો ચૂપ નહીં રહે.

સાન્વીનું કહેવું છે કે, હવે વિકાસની કહેલી વાત સાચી થઈ ગઈ છે. એવામાં સતીશ કૌશિકના મોતના કેસની સઘન તપાસ થવી જોઈએ. સાન્વીએ આ કેસમાં સાક્ષી બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. સાન્વીએ કહ્યું કે, વિકાસ માલૂના રાજનેતાઓ અને પોલીસ અધિકારીઓ સાથે સારા સંબંધ છે જે તેને કાયદાકીય શંકજામાં ફસતા બચાવે છે. એટલું જ નહીં વિકાસના દાઉદ ઈબ્રાહીમ સાથે પણ સંબંધ છે અને દુબઈની પાર્ટીમાં તેનો દીકરો અનસ પણ સામેલ થયો હતો. વિકાસ એક રીઢો ગુનેગાર છે અને તેના પર ઘણા કેસ ચાલી રહ્યા છે, જેમાં તે જેલ પણ જઈ ચૂક્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp