દુનિયાની સૌથી સુંદર ફિટનેસ મોડલના ફોટા થયા વાયરલ

PC: instagram.com

એથલેટીક્સ સ્ટાર એલિસા શ્મિડ બાલીમાં વેકેશનની મજા માણતી જોવા મળી છે. પોતાના બીચના ફોટાથી એલિસાના ફેન્સમાં સનસની મચાવી દીધી છે. જણાવી દઈએ કે એલિસાને દુનિયાની સૌથી સુંદર એથ્લીટ અને ફિટનેસ મોડલ પણ કહેવામાં આવે છે. 2017માં એક ઓસ્ટ્રેલિયન મેગેઝીને તેને આ ખિતાબ આપ્યો હતો. 23 વર્ષની આ જર્મન રનર ટ્રેનિંગ કેમ્પની શરૂઆત પહેલા બાલીના બીચ પર રજાની મજા માણતી જોવા મળી હતી. તેણે ઘણા ફોટોઝ શેર કર્યા છે. જોકે હવે એલિસા વેકેશન પતાવીને પાછી આવી ગઈ છે અને ટ્રેક પર બરાબર મહેનત કરતી જોવા મળી છે.

એલિસા ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોતાની ટ્રેનિંગના વીડિયોઝ અને ફોટોઝ શેર કરતી રહે છે. આ પહેલા તે 2020 ટોક્યો ઓલિમ્પિકમાંથી બહાર નીકળી ગઈ હતી. એલિસા હવે પોતાના કમબેકને લઈને ઘણી ઉત્સાહિત જોવા મળી રહી છે. રેસિંગ સીઝનની શરૂઆત પહેલા તે ઘણી મહેનત કરી રહી છે. બાલીના ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કરતા એલિસાએ લખ્યું છે- કાલથી સૂર્યની ગરમીમાં તપવા માટે તૈયાર છું #Tranningcamp #gettingready. આ ફોટા પર કોમેન્ટ કરી ફેન્સ તેના લૂકના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે- અમેઝિંગ એંગલ. તો બીજાએ લખ્યું છે- જસ્ટ ઈનસેન. ત્રીજા યુઝરે લખ્યું છે-ઘણી સુંદર પરી.

જણાવી દઈએ કે એલિસા પોતાના લૂક્સને લઈને ઘણી જાણીતી છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 28 લાખ ફોલોઅર્સ છે. સોશિયલ મીડિયા દ્વારા તે પૂમા અને બીજા ફિટનેસ બ્રાન્ડને પ્રમોટ કરે છે. તે પોતાના ફેન્સ માટે મોટિવેશનલ વીડિયોઝ પણ શેર કરતી રહે છે.પોતાના ફોટાને કારણે એલિસા દુનિયામાં સૌથી પોપ્યુલર ફિટનેસ મોડલ પણ રહી છે. વર્ષ 2017માં ઓસ્ટ્રેલિયાના મેગેઝીને તેને દુનિયાની સૌથી સુંદર એથ્લીટ જણાવી હતી.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp