26th January selfie contest

KGF-5મા યશ નહીં કરે રોકી ભાઇનો રોલ! મેકર્સે બતાવી એવી વાત કે ફેન્સને લાગ્યો ઝટકો

PC: hindustantimes.com

સાઉથના સુપરસ્ટાર એક્ટર યશની ફિલ્મ KGF અને KGF  ચેપ્ટર-2 બ્લોકબસ્ટર હિટ રહી છે. ફિલ્મનો બીજો ભાગ સુપરહિટ થયા બાદ હવે ફેન્સ આ ફિલ્મના ત્રીજા ભાગની કાગડોળે રાહ જોઇ રહ્યા છે, પરંતુ સોશિયલ મીડિયા પર શેર થઇ રહેલા સમચારોનું માનીએ તો KGF ચેપ્ટર 5માં સુપરસ્ટાર યશ નહીં હોય. સ્વાભાવિક રીતે આ સમાચાર યશના ફેન્સ માટે દિલ તોડનારા હોય શકે છે. KGF ચેપ્ટર-2ના અંતમાં રોકી આખો ખજાનો લઇને સમુદ્રમાં સમાઇ જાય છે.

ઘણા ફેન્સે એ સમયે એ વાત કહી હતી કે KGF ચેપ્ટર 3 એક પ્રીક્વલ મૂવી હોય શકે છે, પરંતુ તમને જણાવી દઇએ કે, પહેલા ભાગમાં રોકીના બાળપણની કહાની પહેલા જ દેખાડી દેવામાં આવી છે અને બીજા ભાગમાં તેને KGF હાંસલ કરતો અને તેના પર રાજ કરતો દેખાડવામાં આવ્યો હતો. એવામાં ત્રીજા ભાગમાં શું થશે એ પોતાની જાતમાં એક મોટો સવાલ છે, પરંતુ અહીં પાર્ટી 3 પહેલા પાર્ટ 5 બાબતે આ શૉકિંગ ન્યૂઝ આવી ગયા છે.

એક રિપોર્ટ મુજબ, KGFના મેકર્સે જણાવ્યું કે, KGF ફ્રેન્ચાઇઝીમાં એ વાતની સંભાવના છે કે પાંચમા ભાગ બાદ કોઇ બીજો એક્ટર રોકી ભાઇની ભૂમિકા ભજવે, જેમ જેમ્સ બોન્ડ સીરિઝમાં થયું હતું. હીરો બદલાતા રહ્યા હતા. એટલું જ નહીં, મેકર્સે જણાવ્યું કે, KGFનો ત્રીજો ભાગ વર્ષ 2026માં રીલિઝ થઇ શકે છે. KGF સ્ટાર યશના દુનિયામાં લાખો કરોડો ફેન્સ છે. યશના બર્થડે પર ફેન્સ તેની પાસે ખાસ અનાઉન્સમેન્ટની આશા લગાવી બેઠા હતા, પરંતુ 2 દિવસ પહેલા જ યશે કહ્યું હતું કે, તે બર્થડે પર નવી ફિલ્મની જાહેરાત નહીં કરે. યશની આ વાતથી ફેન્સનું દિલ તૂટ્યું હતું, પરંતુ હવે દુઃખી નહીં, ખુશ થવાનો સમય આવી ગયો છે.

યશના 38માં જન્મ દિવસ પર તેની ફિલ્મને લઇને એક નવું અપડેટ શેર કરવામાં આવ્યું છે. KGF 2ના મેકર્સ હોમેબલ ફિલ્મ્સે યશને બર્થડે વિશ કરતા KGF 3 તરફ ઇશારો કર્યો છે. એ સિવાય કેટલાક રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2025માં KGF 3ની શૂટિંગ શરૂ થઇ શકે છે.

હોમેબલ ફિલ્મ્સનું ટ્વીટ જોયા બાદ સોશિયલ મીડિયા પર ‘રોકી ભાઇ’ ટ્રેન્ડ થવા લાગ્યું છે. યશે KGF ચેપ્ટર 2માં પોતાની એક્ટિંગથી લોકોને તાળીઓ વગાડવા મજબૂર કરી દીધા હતા.  ફિલ્મને લઇને જબરદસ્ત ક્રેઝ જોવા મળ્યો. યશની ફિલ્મે લોકોના દિલો પર એવી ઊંડી છાપ છોડી હતી કે KGF 2એ લગભગ 1,250 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો. KGF 2 જોયા બાદ દરેક આગામી પાર્ટની રાહ જોઇ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp