ગેંગસ્ટર બાદ રાવણ બનવા જઇ રહ્યો છે રોકીભાઈ, ‘રામાયણ’માં રિતિકની જગ્યા લેશે?

PC: bollywoodbubble.com

રોકિંગ સ્ટાર યશનો ભૌકાલ ફેન્સમાં જોરદાર થઇ ચૂક્યો છે. ‘KGF 2’ પછી તો જનતા તેની દિવાની થઇ ચૂકી છે. ફિલ્મની શાનદાર સફળતા બાદથી યશના ફેન્સ તેની આગામી ફીલ્મ વિશે જાણવા માગે છે. જ્યારે, યશે ઓફિશિયલી કોઇ નવો પ્રોજેક્ટ હજુ સુધી એનાઉન્સ નથી કર્યો. જોકે, પોતાના એક ઇન્ટર્વ્યુમાં યશે કહ્યું હતું કે, તે કંઇ મોટુ કરવાની તૈયારીમાં લાગી ગયો છે. પોતાના બર્થડે પર લખેલી નોટમાં યશે કહ્યું હતું કે, હવે તે પોતાના ફેન્સને આ પ્રોજેક્ટની ડિટેલ્સની સાથે જ મળશે.

હવે સામે આવી રહેલા રિપોર્ટ્સ અનુસાર, યશનો મોટો પ્રોજેક્ટ નિતેશ તિવારીની ‘રામાયણ’ હોઇ શકે છે. ‘દંગલ’ અને ‘છિછોરે’ જેવી મોટી હિટ્સ બનાવી ચૂકેલા નિતેશ તિવારી અને પ્રોડ્યુસર મધુ મંટેનાએ 2019માં ‘રામાયણ’ને મોટી સ્ક્રીન માટે એડોપ્ટ કરવાનું એલાન કર્યું હતું. હવે યશના આ પ્રોજેક્ટ સાથે જોડાવાને લઇને મોટો રિપોર્ટ સામે આવી રહ્યો છે.

પિંકવિલાના એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે, નીતેશ અને મધુએ યશને પોતાની ફિલ્મમાં રાવણનું પાત્ર ભજવવા માટે એપ્રોચ કર્યો છે. પહેલા નિતેશ તિવારીના ડાયરેક્શનમાં બની રહેલી આ ‘રામાયણ’માં, રાવણના રોલ માટે રિતિક રોશનનું નામ ઓલમોસ્ટ કન્ફર્મ જ હતું. રિપોર્ટમાં કહેવાયું છે કે, હવે ‘વિક્રમ વેધા’ પછી રિતિક રોશન એક વધુ નેગેટિવ કેરેક્ટર કરવા નથી માગતો. એક ઇવેન્ટમાં રણબીરે કંઇ આ પ્રકારની હિંટ પણ આપી હતી તે કદાચ આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે.

રિપોર્ટ અનુસાર, રોકિંગ સ્ટાર યશ પાસે આ સમયે 4થી 5 સોલિટ સ્ક્રિપ્ટ છે. એવામાં એક જંગલ એડવેન્ચર, એક સાયન્સ ફિક્શન ફિલ્મ અને એક ગેન્ગસ્ટર ડ્રામા પણ છે અને તેમાંથી એક નિતેશ તિવારીની ‘રામાયણ’ પણ છે. સૂત્રો અનુસાર, બન્ને KGF ફિલ્મોની ધુંઆધાર સફળતા બાદ, યશને આવા કેરેક્ટરોની તલાશ છે જે તેની જોરદાર સ્ક્રીન પ્રેઝેન્સ સાથે ન્યાય કરે. રિપોર્ટમાં કહેવાયું છે કે, યશને નિતેશની સ્ક્રિટ અને તેની રામાયણનું પ્રી પિક્ચરાઇઝેશન પસંદ આવ્યું છે.

યશ આ ફિલ્મમાં ઇન્ટરેસ્ટેડ પણ છે. પણ સાઇન કરવા પહેલા કાસ્ટિંગ પૂરી થવાની રાહ જોઇ રહ્યો છે. કારણ કે, આ એક મોટો પ્રોજેક્ટ છે અને તે ચાહે છે કે, કમિટમેન્ટ કરવા પહેલા બધુ પરફેક્ટલી નક્કી થઇ જાય. રિપોર્ટ અનુસાર, રણબીર કપૂર પણ આ ફિલ્મમાં કામ કરવા માટે હા કરી ચૂક્યો છે, પણ ફાઇનલ સાઇન કરવા પહેલા તે પણ ચાહે છે કે, ફાઇનલ કાસ્ટિંગ થઇ જાય. બીજી બાજુ જ્યાં નિતેશ તિવારી પોતાની ‘રામાયણ’ એડોપ્ટેશનને પૈશનેટ પ્રોજેક્ટ કહી ચૂક્યા છે. જ્યારે, પ્રોડ્યુસર મધુ મંટેના પણ ઇન્ટરવ્યુમાં કહી ચૂક્યા છે કે, ‘રામાયણ’ને ગ્રાન્ડ પ્રોજેક્ટ બનાવવામાં તેઓ કોઇ કસર ન છોડશે.

યશની તરફથી કે મેકર્સના હવાલાથી હજુ કોઇ ઓફિશિયલ જાણકારી સામે આવી નથી. પણ જો રણબીર અને યશ ખરેખર રામ રાવણ બનીને આમને સામને હશે, તો થિએટર્સમાં જનતાને મઝા પડી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp