દેશની છોકરીઓએ તેની પાસેથી શીખવું જોઈએ, ઉર્ફી જાવેદના વખાણમાં બોલ્યો હની સિંહ

ઉર્ફી જાવેદે પોતાની સ્ટાઈલ અને ફેસન સેન્સ માટે ટીવીથી લઈને બોલિવુડ ઈન્ડ્સ્ટ્રી સુધીમાં ઓળખાવા લાગી છે. કરણ જોહરના શો કોફી વીથ કરણ 7માં ઉર્ફીના વખાણ થઈ ગયા છે. તેના કપડાં માટે ભલે ટ્રોલ્સ તેની પાછળ પડ્યા હોય પરંતુ ઉર્ફે બીજાનું નથી સાંભળ્યું અને પોતાનું માથું ઊચું રાખીને ચાલી રહી છે. હવે રેપર હની સિંહે પણ ઉર્ફી જાવેદની બહાદુરીના વખાણ કર્યા છે. હની સિંહ આજકાલ પોતાના નવા ગીતને લઈને ચર્ચામાં છે. તેણે પોતાના નવા આલ્બમ હની 3.0ને હાલમાં જ રીલિઝ કર્યા છે.

હવે એક ઈન્ટરવ્યુંમાં હની સિંહે કહ્યું હતું કે, ભારતની છોકરીઓએ ઉર્ફી જાવેદ પાસેથી શીખવા જેવું છે. તેમણે કહ્યું કે, મને તે છોકરી ઘણી પસંદ છે. તે નીડર અને બહાદુર છે. તે પોતાની લાઈફને પોતાની રીતે જીવવા ઈચ્છે છે. તેણે આગળ કહ્યું હતું કે, જે તમારું મન કરે તે કરો. ડર્યા વગર. કોઈનાથી ડરવું જોઈએ નહીં. તમે ક્યાંથી આવ્યા છો, કયા ધર્મ, જાતિ તથા પરિવારના છો, તે જોવાની જરૂર નથી. જે તમારા પરિવારમાં નથી થતું, પરંતુ તે જરૂર કરો જે તમારા દિલમાં છે. કોઈનાથી પણ ડર્યા વગર.ૉ

આ ઈન્ટરવ્યુમાં હની સિંહે ફેન્સને પોતાના માતાપિતાની વાત સાંભળવા માટે પણ કહ્યું હતું. તેણે કહ્યું હતું કે આવું ન કરવાના લીધે જ મેં મારી લાઈફ ખરાબ કરી લીધી હતી. હની સિંહ 2014માં પોતાના આલ્બમ દેશી કલાકાર રીલિઝ કર્યું હતું. તેના પછી તે ગાયબ થઈ ગયો હતો. જોકે તેણે  દરમિયાન ઘણી બધી ફિલ્મોમાં ગીત ગાયા હતા. હવે હની સિંહ પોતાના નવા આલ્બમ સાથે પાછો ફરી રહ્યો છે. તેણે કાર્તિક આર્યનની 'ભૂલ ભુલૈયા 2'માં દે તાલી નામનું ગીત પણ ગાયું છે.

ટૂંક સમયમાં તેનો વાજ અક્ષય કુમારની નવી ફિલ્મ 'સેલ્ફી' અને સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'માં પણ સાંભળવામાં આવશે. ઉર્ફી જાવેદની વાત કરીએ તો તેને હાલમાં સ્પિલિટ્સવિલા 14માં જોવામાં આવી હતી. આ શોમાં તેનું કનેક્શન કશિશ ઠાકુર સાથે બન્યું હતું. જોકે બંનેની પ્રેમ સ્ટોરી વધારે દિવસો સુધી ચાલી ન હતી. હાલમાં ફરીથી પોતાની ફેશન સેન્સના લીધે ઉર્ફી ચર્ચાનો વિષય બની હતી.  

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.