26th January selfie contest

રિતિક રોશનના 8 પેક એબ્સ જોઈને તમને આશ્ચર્ય થશે! જાણો તેની ફિટ બોડીનું રહસ્ય

PC: zeenews.india.com

રિતિક રોશન બોલિવૂડના સૌથી લોકપ્રિય કલાકારોમાંથી એક છે. તે માત્ર તેની એક્ટિંગ અને ડાંસિંગ સ્કિલ માટે જ પ્રખ્યાત નથી, પરંતુ તેની ફિટનેસ માટે પણ તે જાણીતો છે. દેશના સૌથી ફિટ એક્ટરમાંના એક રિતિક રોશને હાલમાં જ તેના ઇન્સ્ટાગ્રામ પર તેના બોડી ટ્રાન્સફોર્મેશનની કેટલીક ચોંકાવનારી તસવીરો શેર કરી છે. 48 વર્ષની ઉંમરે આ તસવીરોમાં રિતિક રોશનની ટોન્ડ બોડી અને 8 પેક એબ્સ જોવા મળ્યા હતા. તેના આ બોડી ટ્રાન્સફોર્મેશનને જોઈને તેના ફેન્સથી લઈને ઘણા સેલેબ્સ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

રિતિકના એબ્સ જોયા બાદ ઘણા લોકોના મનમાં તેની ફિટનેસને લઈને સવાલો ઉઠી રહ્યા છે. તેથી જ રિતિક તેની ફિટનેસ સાથે જોડાયેલી ઘણી બાબતો તેના ટ્રેનર ક્રિસ ગેથિન સાથે યુટ્યુબ પર શેર કરી છે. તમને જણાવી દઈએ કે ક્રિસ ગેથિનના માર્ગદર્શન હેઠળ રિતિક રોશન પોતાના બોડી ટ્રાન્સફોર્મેશનમાં સફળ રહ્યો છે. ક્રિસ ગેથિન સાથે વાત કરતા, રિતિક રોશને કહ્યું કે આ કમાલ ક્યાંયથી 12 અઠવાડિયાનો નથઈ લાગતો. એવું લાગે છે કે તેને માત્ર 4 અઠવાડિયા જ થયા છે. મને ખબર નથી કે કેમ આવું લાગે છે. મેં આ બોડી ટ્રાન્સફોર્મેશનનો ખુબ આનંદ માણ્યો છે.

રિતિક રોશને વધુમાં કહ્યું કે આ દિવસની રાહ જોવાની કલ્પના હું 3-4 વર્ષથી કરી રહ્યો છું. હું જાણતો હતો કે મારા જીવનમાં કોઈક સમયે મને આ બોડી ટ્રાન્સફોર્મેશનની જરૂર પડશે. તેણે કહ્યું કે ફિલ્મ વોર પછી બધી બાબતો વિશે મારી આંખો ઘણી ખુલી, જેને તે લાંબા સમય સુધી હળવાશથી લેતો રહ્યો. રિતિકે કહ્યું કે ફિલ્મમાં મારું પાત્ર ભલે ગમે તે હોય, પરંતુ તે તેની લાઈફસ્ટાઈલને ફોલો કરશે. તેણે કહ્યું કે આ બોડી ટ્રાન્સફોર્મેશન ફિલ્મ માટે નથી. હું એવી લાઈફસ્ટાઈલ શોધી રહ્યો છું જે હું હંમેશા મેંટેન કરી શકું.

રિતિકના સુપર ફિટ બોડીનું રહસ્ય એ છે કે વજન સાથે પ્રેમ કેળવવો અને તે મુજબ પોતાને ઢાળવો. તે ફિટ રહેવા અને પોતાનું ફિગર જાળવવા માટે તે ચાર દિવસના ઇંટેંસ વર્કઆઉટના નિયમોનું પાલન કરે છે. તેના વર્કઆઉટ રૂટીનમાં વજન, કાર્ડિયો અને સ્ટ્રેન્થ ટ્રેનિંગનો હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp