બહુ જાડી છે તું મોડલ નહીં બની શકે, મોટી બ્રાન્ડ્સનો ચહેરો બની આપ્યો જડબાતોડ જવાબ

PC: nypost.com

 ઘણા લોકોને પોતાના શરીરના શેપના કારણે ટોણા સાંભળવા પડે છે. પરંતુ એક સમયે આવા જ ટોણા એક સાંભળતી એક મહિલાની વાર્તા ચર્ચામાં છે. તેને કહેવામાં આવ્યું હતું કે તે ખૂબ જ જાડી છે અને તે મોડેલ બની શકશે નહીં. પરંતુ વજન ઘટાડ્યા વિના તેણે મોટી બ્રાન્ડની જાહેરાતોમાં કામ કરીને લોકોને જવાબ આપી દીધો છે. 26 વર્ષની સારા ક્લોસને કિમ કાર્દશિયનની સ્કિમ્સ, ખ્લો કાર્દશિયનની ગુડ અમેરિકન, સેફોરા, એચ એન્ડ એમ સહિત ઘણી મોટી બ્રાન્ડ્સની જાહેરાતોમાં કામ કરી ચૂકી છે.

સારાને બાળપણથી જ લોકોના ટોણાનો સાંભળવા પડતા હતા. તેને બસ એ ખાતરી આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે તે ક્યારેય મોડલ નહીં બની શકે, પરંતુ વર્ષ 2019માં તેણે પોતાને સાબિત કરવાનું નક્કી કર્યું. તેણે કોલેજ છોડી દીધી અને એક વર્ષ પછી મોડેલિંગ એજન્સી BTWN માં જોડાઈ. હવે તેનો ઈન્ટરવ્યુ વાયરલ થઈ રહ્યો છે જેમાં તે કહે છે, "મેં નક્કી કર્યું કે હું મારી જાતને નફરત નહીં કરું અને જે શરીરમાં હું છું તેને પ્રેમ કરીશ, ના માત્ર તે શરીરમાં અસ્તિત્વ રહીશ. તે વસ્તુને નફરત કરવાનો કોઈ અર્થ નથી." ને હું સંપૂર્ણપણે બદલી ન શકું."

સારા કહે છે કે તેના પિતાના સંબંધીઓનું વજન વધારે છે, તેથી તેને આ સ્થૂળતા વારસામાં મળી છે. સારાએ તેના બાળપણની વાત જણાવતા કહ્યું કે જ્યારે તે છઠ્ઠા ધોરણમાં હતી ત્યારે તેના શિક્ષકે તેને કહ્યું હતું કે તેનો "સુંદર ચહેરો" છે પરંતુ સાથે જ તેને સલાહ આપી કે તેણે તેના શરીરને બગડવા ન દેવુ. સારા બીજાની વાતને ગંભીરતાથી માનવા લાગી હતી. ત્યારબાદ તેણે જીમ જવાનું શરૂ કર્યું અને પોતાનું વજન ઘટાડવાનો પ્રયાસ કર્યો. સાથે જ ખરાબ ફિટિંગવાળા કપડાં પણ પહેરવા લાગી.

સારાને પાછળથી સમજાયું કે તેના વધુ વજનનો અર્થ એ નથી કે તે અસ્વસ્થ છે. તે અઠવાડિયામાં છ દિવસ જિમ જતી હતી, પરંતુ માત્ર એટલા માટે કે તેને ત્યાં જવાથી મજા આવતી હતી.

સારાનું વજન 90 કિલો છે અને તે બિકીનીમાં પોતાની તસવીરો શેર કરે છે. તેના ઈન્સ્ટાગ્રામ પર 38 હજારથી વધુ ફોલોઅર્સ છે. જ્યારે Tiktok પર 40 હજાર ફોલોઅર્સ છે. સોશિયલ મીડિયા દ્વારા તે તેના જેવી અન્ય યુવતીઓ માટે રોલ મોડલ બની રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp