યુટ્યુબર અરમાન મલિકની બંને પ્રેગનેન્ટ પત્નીઓનો હોટેલ રૂમમાં હાઇ વોલ્ટેજ ડ્રામા

PC: amarujala.com

યુટ્યુબર અરમાન મલિક તેના બે લગ્નોને લઇને અવારનવાર ચર્ચામાં રહે છે. હાલમાં જ અરમાન મલિક તેની બે પત્નીઓ કૃતિકા અને પાયલ સાથે લગ્નમાં હાજરી આપવા પહોંચ્યો હતો. જો કે, પાયલ અને કૃતિકા વચ્ચે ખૂબ પ્રેમ છે, પરંતુ હૉટલમાં બંને વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો. અરમાન મલિકે તેનો વીડિયો ફેસબુક પર શેર કર્યો છે. જેમાં બંને વચ્ચે કેટફાઇટ જોવા મળી રહી છે. ઝઘડા વચ્ચે પાયલ રૂમ છોડીને બહાર નીકળી જાય છે. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

પાયલ મલિક અને કૃતિકા મલિક વચ્ચે આ નારાજગી એ હદ સુધી વધી ગઈ કે તેઓ એક-બીજા પર ગંદી ગંદી ટિપ્પણી કરતા પણ પાછળ ન હટી. લેટેસ્ટ Vlogમાં કૃતિકા મલિક પોતાની માતાના ઘરે જવાની જિદ્દ કરી રહી છે. પાયલ મલિક તેને જવાની ના પાડી રહી છે. હોટલની રૂમમાં બંને કારમાં પણ ઝઘડો કરતી રહે છે. પાયલ મલિક ગુસ્સામાં કૃતિકાની ઔકાતને લાઇન વાત કરી કરી દે છે અને મામલો વધુ બીચકી જાય છે.   

અરમાન મલિક થોડા દિવસો અગાઉ તેની બંને પત્નીઓ એક સાથે પ્રેગનેન્ટ હોવાના સમાચાર શેર કરીને ચર્ચામાં આવ્યો હતો. ત્યારબાદ, અરમાન મલિક અને બંને પત્નીઓને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવ્યા હતા. હવે ફેન્સે પણ બંનેના આ પ્રેમથી ભરપૂર ઝઘડા પર કોમેન્ટ કરી છે. અરમાન મલિકના ઘરમાં પણ ઘણી સમસ્યાઓ આવી ગઇ છે. અરમાનની કાર ચોરાઇ ગઇ છે. અરમાનની પત્ની પાયલે બ્લોગમાં કાર ચોરાઇ હોવાની માહિતી આપી છે. પાયલે જણાવ્યું કે, કાર ચોરાઇ ગઇ છે. જેના કારણે મુશ્કેલીમાં ઘણો વધારો થયો છે.

હકીકતમાં, અરમાન મલિકનો આખો પરિવાર તેના સંબંધીના લગ્નમાં હાજરી આપવા માટે હૉટલમાં રોકાયો હતો. અરમાન મલિકની કાર અહીંથી ચોરાઇ ગઇ છે. ઉલ્લેખનીય છે કે, અરમાન મલિક તેની બંને પત્નીઓ સાથે દિલ્હીમાં રહે છે. અરમાનના પરિવારમાં પુષ્કળ પ્રેમ છે. અરમાન મલિક છેલ્લા કેટલાક દિવસોથી પોતાની પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં છે. અરમાન મલિકે બે લગ્ન કર્યા છે.

અરમાને તેની પહેલી પત્ની પાયલ મલિકની મિત્ર કૃતિકા સાથે લગ્ન કર્યા હતા. અરમાન અને પાયલ મલિકે વર્ષ 2011માં લવ મેરેજ કર્યા હતા. પાયલનો એક પુત્ર પણ છે. પાયલે તેના દીકરાની બર્થડે પાર્ટીમાં તેની મિત્ર કૃતિકાને પણ આમંત્રિત કરી હતી. અહીંથી જ કૃતિકા અને અરમાનની દોસ્તી થઇ હતી. થોડા દિવસો બાદ બંને એકબીજાના પ્રેમમાં પડ્યા. ત્યારબાદ અરમાને કૃતિકા સાથે લગ્ન પણ કર્યા. હવે કૃતિકા પણ માતા બનવા જઇ રહી છે. અરમાન મલિકની બંને પત્નીઓ એકસાથે પ્રેગનેન્ટ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp