યુટ્યુબ પર ગ્લેમ કપલથી જાણીતા આ દંપતિ લગ્નના 5 વર્ષ પછી છુટા પડી ગયા

PC: filmibeat.com

યુટ્યુબની દુનિયામાં ધૂમ મચાવનાર ગ્લેમ કપલ હવે અલગ થઈ રહ્યું છે. પ્રખ્યાત યુટ્યુબર હિમાંશી ટેકવાણી અને ઋષિ અઠવાણીએ કહ્યું કે તેઓ હવે સાથે નહીં આવે. ગ્લેમ કપલ નામની યુટ્યુબ ચેનલ ચલાવતા હિમાંશી ટેકવાણી અને ઋષિ અઠવાણીએ 5 વર્ષના તેમના લગ્ન જીવનનો અંત લાવી દીધો છે. આ કપલ તેમની યુટ્યુબ ચેનલ પર દરરોજ બ્લોગિંગ કરતા હતા.

છેલ્લા દોઢ મહિનાથી આ ચેનલ પર કોઈ વિડિયો આવતો ન હતો. આવી સ્થિતિમાં ચાહકો અનેક અટકળો લગાવી રહ્યા હતા. હિમાંશીના પતિ ઋષિ અઠવાણીએ એક નવી યુટ્યુબ ચેનલ બનાવી છે. જે પછી લોકોને લાગવા લાગ્યું કે આ બંને વચ્ચે કંઈક ગરબડ ચાલી રહી છે.

ઋષિ અઠવાણીએ તેની યુટ્યુબ ચેનલ દ્વારા હિમાંશીથી અલગ થવાની માહિતી આપી હતી. તેણે કહ્યું કે હવે બંને અલગ થઈ ગયા છે. છેલ્લા ઘણા મહિનાઓથી અમારા બંને વચ્ચે ઘણું બધું બરાબર ચાલતું ન હતું. અમારા બંનેના પરિવારજનોએ આ મુદ્દે ઘણી વાતો કરી પરંતુ કોઈ ઉકેલ મળ્યો નહીં. અમે બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો છે. જોકે ઋષિએ અલગ થવાનું કોઈ નક્કર કારણ જણાવ્યું નથી.

ઋષિએ કહ્યું કે ઘણા મુદ્દાઓ પર બંનેના મત અલગ-અલગ રહેતા હતા,આવી સ્થિતિમાં આ સંબંધને આગળ લઈ જવું મુશ્કેલ બની રહ્યું હતું. ઋષિએ તેના ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પરથી હિમાંશી ટેકવાણી સાથેના તમામ ફોટો ડિલીટ કરી દીધા છે. તો હિમાંશીએ ઋષિ સાથેના માત્ર થોડા ફોટા ડિલીટ કર્યા છે. 

હિમાંશી ટેકવાનીએ પણ વીડિયો શેર કરીને અલગ થવાની વાત કરી છે. લગ્ન પહેલા તેની ચેનલનું નામ 'ધેટ ગ્લેમ ગર્લ' હતું. હવે તેણે ફરી પોતાની ચેનલનું નામ બદલી નાખ્યું છે. તેણે હાલમાં જ એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં તે ખૂબ જ ઉદાસ દેખાઈ રહી છે.

ઘણા લોકોના પ્રશ્નોના જવાબમાં હિમાંશીએ કહ્યું કે આ કોઈ મજાક નથી. આટલી જલ્દી સોશિયલ મીડિયા પર આવીને અમારા સંબંધો વિશે કંઇક કહેવું ઘણું મુશ્કેલ હતું. આ નિર્ણય અચાનક લેવામાં આવ્યો નથી. તેની પાછળ ઘણા કારણો છે.

એન્ટરટેઇનમેન્ટ કે ફિલ્મી દુનિયામાં આવું જ બનતું રહે છે, લોકોને એવું લાગે કે તેમની જિંદગી મસ્ત ચાલી રહી છે, પરંતુ ગ્લેમર પાછળ ઘણી વખત અંધારું હોય છે. હિંમાશી અને ઋષિએ લગ્ન જીવનનો અંત લાવવાનું કારણ બતાવ્યું નથી, પરંતુ તેઓ છુટા પડી  ગયા છે  તે હકિકત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp