મકર સંક્રાંતિ 14 કે પછી 15મી તારીખે છે? જાણો સ્નાન અને દાનનું શુભ મુહૂર્ત

PC: hindi.webdunia.com

મકર સંક્રાંતિનો પાવન પર્વ આ વખતે 15મી જાન્યુઆરી, 2023, રવિવારના રોજ ઉજવવામાં આવશે. આ પર્વ હિન્દુ ધર્મના લોકો માટે વિશેષ મહત્વ રાખે છે. મકર સંક્રાંતિના દિવસે સૂર્ય ઉત્તરાયણ થાય છે. આ દિવસે મકર રાશિમાં સૂર્ય પ્રવેશ કરે છે અને તેથી આ દિવસને મકર સંક્રાંતિ પર પ્રતિવર્ષ લાખો શ્રદ્ધાળુઓનો મેળો વિભિન્ન નદીઓના ઘાટ પર લાગે છે. આ શુભ દિવસે તલ, ખિચડીનું દાન કરવામાં આવે છે.

ઉદયાતિથિ અનુસાર, મકર સંક્રાંતિ આ વખતે 15મી જાન્યુઆરી, 2023ના રોજ ઉજવવામાં આવશે. મકર સંક્રાંતિની શરૂઆત 14મી જાન્યુઆરી, 2023ના રોજ રાતે 8 વાગીને 43 મિનિટ પર થશે. મકર સંક્રાંતિનો પુણ્ય કાળ મુહૂર્ત 15મી જાન્યુઆરીના રોજ સવારે 6 વાગીને 47 મિનિટ પર શરૂ થશે અને તેનું સમાપન સાંજે 5 વાગીને 40 મિનિટ પર થશે. મહાપુણ્ય કાળ સવારે 7 વાગીને 15 મિનિટથી સવારે 9 વાગીને 6 મિનિટ સુધી રહેશે.

આ દિવસે પ્રાતઃ કાળ સ્નાન કરીને લોટામાં લાલ ફૂલ અને અક્ષત નાખીને સૂર્યને અર્ધ્ય આપો. સૂર્યના બીજ મંત્રનો જાપ કરો. શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યાયનો પાઠ કરો કે પછી ગીતાનો પાઠ કરો. નવા અન્ન, બ્લેન્કેટ, તલ અને ઘીનું દાન કરો. ભાજનમાં નવા અન્નની ખિચડી બનાવો. ભોજન ભગવાનને સમર્પિત કરીને પ્રસાદ રૂપે ગ્રહણ કરો. સંધ્યા કાળમાં અન્નનું સેવન કરો. આ દિવસે કોઇ ગરીબ વ્યક્તિને વાસણ સહિત તલનું દાન કરવાથી શનિ સાથે સંબંધિત પિડાથી મૂક્તિ મળે છે.

મકર સંક્રાંતિના દિવસે આ ખાસ ઉપાય કરો

  1. મકર સંક્રાંતિના દિવસે સ્નાન કરવાના પાણીમાં કાળા તલ નાખો. તલના પાણીથી સ્નાન કરવું શુભ માનવામાં આવે છે. સાથે જ આવું કરવાનારા વ્યક્તિને રોગથી મુક્તિ મળે છે.
  2. મકર સંક્રાંતિના દિવસે સ્નાન બાદ સૂર્ય દેવને દળ અર્પિત કરો અને સૂર્ય દેવને જળ ચડાવો તેમાં તલ અવશ્ય નાખો. આમ કરવાથી વ્યક્તિની બંધ કિસ્મતના દરવાજા ખુલી જાય છે.
  3. આ દિવસે બ્લેન્કેટ, ગરમ કપડા, ઘી, દાળ ચોખાની ખિચડી અને તલનું દાન કરવાથી ભૂલમાં થયેલા પાપોથી પણ મુક્તી મળે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે.
  4. આ દિવસે પિતૃઓની શાંતિ માટે જળ આપતી વખતે તેમાં તલ અવશ્ય નાખો. આમ કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે.
  5. જો આર્થિક રૂપે કોઇ સમસ્યા આવી રહી છે તો એ દિવસે ઘરમાં સૂર્યમંત્રની સ્થાપના કરવી અને સૂર્ય મંત્રનો 501 વખત જાપ કરવો.
  6. જન્માક્ષરમાં કોઇ પ્રકારનો સૂર્ય દોષ હોય તો તેના માટે તાંબાના સિક્કા કે તાંબાના ટુકડો જળમાં પ્રવાહિત કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp