
એર ઈન્ડિયાના બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરી રહેલા એક વ્યક્તિએ એક વીડિયો શેર કર્યો છે જેમાં કથિત રીતે તેને પીરસવામાં આવતા ખાવામાં કીડો દેખાય છે. આ વિડિયો મહાવીર જૈન નામના યુઝરે પોસ્ટ કર્યો છે જેણે દાવો કર્યો છે કે મુસાફરી દરમિયાન એર ઇન્ડિયા તરફથી પિરસવામાં આવેલા ભોજનમાં તેમની ડિશમાં જીવતો કીડો નિકળ્યો છે. જો કે એર ઇન્ડિયાના વિમાનમાંથી જમવામાં આ પહેલા એક યાત્રીના ભોજનમાંતી પત્થર નિકળ્યો હોવાની પણ ફરિયાદ થઇ હતી.
@airindiain insect in the meal served in businessclass pic.twitter.com/vgUKvYZy89
— Mahavir jain (@mbj114) February 27, 2023
એર ઇન્ડિયાએ પોતાની પ્રતિક્રિયા આપી છે અને યાત્રી પાસેથી યાત્રાની વિગત માંગી છે જેથી કાર્યવાહી કરી શકાય. મહાવીર જૈને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરેલા વીડિયોમાં એવું જોવા મળી રહ્યું છે કે જમવાની ડિશમાં એક કીડો ચાલી રહ્યો છે. એવામાં મહાવીર જૈને વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધો. મહાવીર જૈને ટ્વીટ કરીને લખ્યું છે કે, એવું લાગે છે કે સાફ-સફાઇનું ધ્યાન રાખવામાં આવ્યું નથી. મારી ફલાઇટ AI 671 છે અને મુંબઇથી ચેન્નઇની ફ્લાઇટ છે. મહાવીર જૈને લખ્યું કે મારી સીટ નંબર 2સી છે.
આ પછી એર ઈન્ડિયાએ પણ આ ઘટના પર પ્રતિક્રિયા આપી છે. એક ટ્વિટમાં એર ઈન્ડિયાએ લખ્યું, 'પ્રિય મિસ્ટર જૈન, અમારી સાથે ફ્લાઈટ દરમિયાન તમારા અનુભવ વિશે જાણીને અમને ખેદ છે. આ સાંભળવું અમને સારું નથી લાગતું. અમે પ્રક્રિયાના દરેક તબક્કે સ્વચ્છતા સુનિશ્ચિત કરવાનાં પગલાંનું સખતપણે પાલન કરીએ છીએ. શું તમે કૃપા કરીને તમારી મુસાફરીની તારીખ અને સીટ નંબર સાથે ફ્લાઇટની વિગતો DM કરી શકો છો? અમે સમીક્ષા અને કાર્યવાહી માટે અમારી કેટરિંગ ટીમ સાથે આને તરત જ રજૂ કરીશું.
Wake Up @airindiain.
— Sanjeev Kapoor (@SanjeevKapoor) February 27, 2023
Nagpur-Mumbai 0740 flight.
Cold Chicken Tikka with watermelon, cucumber, tomato & sev
Sandwich with minuscule filling of chopped cabbage with mayo
Sugar syrup Sponge painted with sweetened cream & yellow glaze. pic.twitter.com/2RZIWY9lhO
આ પહેલાં એ જ દિવસે વધુ આવી જ ઘટના સામે આવી હતી. જાણીતા શેફ સંજીવ કપુરે આ ફરિયાદ કરી હતી. કપુરે કહ્યું હતું કે તેમને એર ઇન્ડિયા દ્રારા જે ખાવાનું પિરસવામાં આવ્યું હતું તે સંતોષ જનક નહોતું. સંજીવ કપુરે લખ્યું કે, એર ઇન્ડિયાની નાગપુર-મુંબઈ 0740 ફ્લાઈટમાં જે ખાવાનું પિરસવામાં આવ્યું તેમાં ઠંડા ચિકન ટિક્કા સાથે તરબુચ, ટામેટાં અને સેવ આપવામાં આવ્યા હતા. સેન્ડવીચમાં પણ ઠેકાણાં નહોતો. સંજીવ કપુરે કહ્યું કે શું ખરેખર, ભારતીયોને નાસ્તામાં આવું ખાવું જોઇએ? આ પહેલાં જાન્યુઆરી મહિનામાં એક યાત્રીના ભોજનમાંથી કાંકરો નિકળ્યો હતો.
વિમાનમાં બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરતા લોકો ખાસ્સા રૂપિયા ખર્ચીને ટિકિટ ખરીદતા હોય છે, એવા સમયે આવી લાપરવાહી યાત્રીઓએ ચલાવી જ ન લેવી જોઇએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp